SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ક્રિયાવતી શક્તિ ! ૧૯૩ ૧૯૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) પ્રશનકર્તા : પુદ્ગલ તત્ત્વ અને ચેતન તત્ત્વ, આ બેમાં ક્રિયાવતી શક્તિ છે, એમ કહ્યું છે. દાદાશ્રી : ના, ચેતન બિલકુલ અક્રિય છે. આ બધું તો ભ્રાંતિથી ચેતનને કર્તા કહે છે. આ ક્રિયાવાન તો એક જ, આ પુદ્ગલ જ છે. આત્મા જો ક્રિયાવાન હોતને તો કર્તા થાત. જે ક્રિયા કરે ને, તેને ર્તા કહેવાય અને કર્તા થાય માટે બંધન થાય. પ્રશનકર્તા : પણ આ તો પોતાના સ્વભાવનો કર્તા છે એવું કહે દાદાશ્રી : પુદ્ગલ એવું આકારી સ્વભાવનું છે. એ તો પુદ્ગલનો એવો સ્વભાવ જ છે. પૂરણ થવું અને એનું એ જ પાછું ગલન થઈ જાય. આત્માનો ભાવ થતાંની સાથે જ પેલી આખી ક્રિયા એકદમ થઈ જાય છે. કારણ કે ક્રિયાકારી શક્તિ એની પાસે છે. આત્માનો ભાવ દેખતાની સાથે જ સ્પંદન થઈને બધું ક્રિયાવાન થઈ જાય. પ્રશ્નકર્તા : એટલે આત્માનો ભાવ હોય તો જ ક્રિયાવાન થાયને, નહીં તો ક્રિયાવાન થાય નહીં ? દાદાશ્રી : નહીં તોય ક્રિયાવાન તો પુદ્ગલનો સ્વભાવ જ છે, પણ આપણે અહીં જે હાડકા-માંસ બધું બદલાય છે ને, એવું ના થાય. પ્રશ્નકર્તા : એટલે પુગલમાં સુષુપ્ત શક્તિ રહેલી છે, પણ એ શક્તિને આત્મા જગાડે છે ? દાદાશ્રી : સુષુપ્ત નહીં, કાયમની શક્તિ છે. પુદ્ગલમાં એ ખુલ્લી શક્તિ છે. એને જગાડવાની જરૂર જ નથી કોઈએ ! અહીં આગળ બરફ પડે ત્યારે આખી મૂર્તિઓ ને મૂર્તિઓ નથી થઈ જતી ? મૂર્તિ જેવા બધા જાતજાતના ઘાટ નથી થઈ જતા ? એ પુદ્ગલની શક્તિ ભેગી થાય છે, પૂરણ થાય ત્યારે એ શક્તિ છે. પાછું ગલન થાય એ શક્તિ છે. બીજા કોઈનામાં એવી ક્રિયાવાન શક્તિ નથી. પુદ્ગલ એકલામાં જ એ ક્રિયાવાન શક્તિ છે. અને તેને લઈને આ જગત ઊભું થયું છે. એ પુદ્ગલની ક્રિયાવાન શક્તિ ના હોત તો આ જગત ઊભું ના થાત. આ દરેકની શક્તિ જુદી જુદી છે. તેને લઈને આ જગત ઊભું થયું છે, નહીં તો જગત ઊભું થાત જ નહીંને ! જેમ આપણે પેલા ફોટા પાડનારની ઈચ્છા હોય છે કે મારે આનો ફોટો લેવો છે, તો ફોટામાં પછી આંખ ને બધું કેવું દેખાય છે, એ જુએ બધી પુદ્ગલની શક્તિ કહેવાય. તમે શું પૂછવા માંગો છો ? દાદાશ્રી : એ તો દરેક દ્રવ્ય પોતાના સ્વભાવનો કર્તા છે. પણ આ પુદ્ગલ છે તે તો સ્વભાવ, વિભાવ બધી રીતે કર્તા છે. પ્રશ્નકર્તા : તો શ્યાં ચેતન નથી ત્યાં આગળ પછી પુદ્ગલની ક્રિયા જણાતી નથી એમ કેમ ? દાદાશ્રી : ચેતન નથી ત્યાંય પુદ્ગલની ક્રિયા ચાલુ જ હોય. હમણે એક લાકડું પડ્યું હોય ને, તે લાકડું પડ્યું પડ્યું સંડ્યા કરે. આ હાડકું હોય છે ને, તેય છે તે બગડ્યા જ કરે, હમણે માંસનો લોચો નાખીએ ને, ત્યાર પછી એ સડ્યા જ કરે. એટલે આ દરેક વસ્તુ નિરંતર એની ક્રિયામાં જ હોય છે. તે ચેતન હોય તોય ક્રિયાવાન ને ચેતન ના હોય તોય ક્રિયાવાન. સ્વભાવથી જ ક્રિયાવાન છે. આ ચેતન અને પુદ્ગલ બેને સક્રિય કહ્યા, તેથી તો આ બધી અજ્ઞાનતામાં ઘેરાયા છે, તેને લીધે જ આ જગત આખું રખડી ગયું છે. હવે ઊંધું જાણે તેથી બધું ઊંધું થાય. પછી ભગવાન તો શું કરે બિચારા ? અને પાછા જો કહીએ ને કે આત્માના ગુણો બોલો જોઈએ ? ત્યારે કહે, જ્ઞાતા-દ્રષ્ટા, અક્રિય છે. એ બધું બોલે પાછા ! એ અક્રિય છે, એવું તમારા વાંચવામાં નહીં આવેલું ? પ્રશનકર્તા : એ વાંચવામાં આવેલું ને ! દાદાશ્રી : એટલે આવું બીજું વાંચવામાં આવે ને, તેને બાજુએ
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy