SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) પુદ્ગલ પરમાણુના ગુણો ! ૧૮૧ ૧૮૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) બીજી બધી મગજમારી છે. બે ભાગ (જડ ને ચેતન) છૂટા પડ્યા કે છેડો આવી જાય. એ જ અમે સમજાવવા માટે આ રોજ માથાકૂટ કર્યા કરીએ જ્ઞાન આપેલાને અને જ્ઞાન ના આપેલાને નવેસરથી વાત સમજાવીએ. એવું પુદ્ગલના પર્યાય અને પુદ્ગલ પરમાણુના પર્યાય થાય છે એ બન્ને જુદી જાતના છે. પુદ્ગલના પર્યાય છે તે લાલ, પીળો, લીલો, બધા રંગ બદલાયા કરે, સુંવાળાપણું, હુંફાળાપણું બધું બદલાયા કરે (પાંચ ઈન્દ્રિયમાંથી અનુભવમાં આવે તે બધાં). એ બધા પર્યાયો બદલાયા કરે. પ્રાકૃત ગુણો, પ્રાત સ્વભાવ ! પુદ્ગલના ચાર ગુણ સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે, તેમાં ફર્યા કરે. શબ્દ એ ગુણ નથી, એ પર્યાય છે. રૂપ એ તેજ છે અને રૂપ એ સ્વભાવિક છે બધાં. જે એના ગુણ છે એ તો સ્વભાવિક ગુણ છે. એ અન્વય ગુણ છે, વ્યતિરેક ગુણ હોય. અને આ બીજા અમુક (ક્રોધમાન-માયા-લોભ) તો વ્યતિરેક ગુણ છે. પણ શબ્દ એ વ્યતિરેક ગુણેય ન્હોય, એ પર્યાય છે. એટલે સંજોગવશાત આપણે દબાવીએ તો જ એ એવું થાય. પ્રશનકર્તા : શબ્દ, રસ, સ્પર્શ, રૂપ ને ગંધ, આ પાંચ કયા વિષયોના ગુણો છે? દાદાશ્રી : શબ્દ એ કાનનો ગુણ છે, રસ જીભનો છે, સ્પર્શ ચામડીનો, રૂપ આંખનો અને ગંધ એ નાકનો. પ્રશ્નકર્તા : એટલે આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ બધા પુદ્ગલના પ્રભાવ ? દાદાશ્રી : બધું પુદ્ગલનું જ છે. પ્રશનકર્તા : અને ક્રોધ-માન-માયા-લોભ ? દાદાશ્રી : એ બધું પુદ્ગલનું, પણ પુદ્ગલનો ગુણ નથી એ. આત્માની હાજરી હોય તો જ આ થાય, નહીં તો ના થાય. પ્રશનકર્તા : જો પુદ્ગલના ગુણો નથી તો પુદ્ગલ અને પ્રકૃતિ બે એક જ ? દાદાશ્રી : એક જ છે, એ તો એમાં ફેર નથી. પ્રશ્નકર્તા : પણ પ્રકૃતિના તો ગુણ છે ને ? દાદાશ્રી : ગુણ તો ખરા ને, પણ ગુણ કેવા ? વિનાશી બધા. અવળહવળ બધા. ફેરફાર થતાં વાર ન લાગે. પ્રશ્નકર્તા : આ પ્રકૃતિ તો કંઈક ઊંધું-ચતું કરી નાખે. પ્રકૃતિ ખેદાનમેદાન કરી નાખે. દાદાશ્રી : એ અવળહવળ થયા કરે ઘડીકમાં, પ્રાકૃત ગુણનું ઠેકાણું નહીં ને ! એટલે આ જે પ્રાકૃત ગુણ બધા લખી લાવીએ અને સવારે પાછા નવી જાતના ગુણ દેખાડે. એ તો ઠામઠેકાણા વગરનું અને આત્માના ગુણો કાયમના છે. એના જે ગુણ નક્કી કર્યા એ બધા કાયમ રહે. અને દુનિયામાં બધા બહુ જાતના પ્રાકૃત ગુણો હોય. સત્યવાન હોય, ક્ષમાવાન હોય, ચારિત્રનો ઊંચો હોય, બીજા બધા બહુ જાતના ગુણો ભેગા કર્યા હોય. લોક કહે કે, આ પૂણ્ય પુરુષ છે. પણ એ ગુણોને વિનાશ થતાં વાર નહીં. આ પુદ્ગલના ગુણો, પ્રકૃતિના ગુણો છે. આ બધાના ગુણો લઈને તે શું કરવાના ? એ તો પુદ્ગલના ગુણો છે, એનું શું કરવાનું ? પછી ચટણી બનાવવાની છે ? કારણ કે પુદ્ગલના ગુણો ફેંકી દેવાના શ્યારે ત્યારે. પ્રશનકર્તા : લોકો પુદ્ગલમાં એક જગ્યાએ સ્ટેશન કરે એ બધાનો તમે ક્ષણમાત્રમાં છેદ ઉડાડી મૂક્યો. દાદાશ્રી : મારું કહેવાનું કે આ જે સંસારના ગુણો છે, દયા, શાંતિ, ક્ષમા, દયાળુ-બયાળુ બધું, દાનેશ્વરી-બાનેશ્વરી... આ બધા જે ગુણો
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy