SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૦૫ આત્મા નિરાલંબ છે, એને કોઈ આધારની જરૂર નથી. એને કોઈનું અવલંબન જરૂર પડે નહીં. આત્મા તો આ ઘરોની આરપાર નીકળી જાય એવો છે, ડુંગરની આરપાર નીકળી જાય એવો છે. જગત આખું અવલંબનવાળું છે. આખુંય જગત, દેવલોકથી માંડીને ચારેવ ગતિના લોકો અવલંબનમાં ખદબદ ખદબદ ખદબદ... નિરાલંબને સ્વતંત્ર કહ્યો, ઍબ્સોલ્યુટ કહ્યો. દાદાશ્રી : નહીં, એ તો એની મેળે છૂટી જ જાય, છોડવાનું ના હોય. છોડવાનું તો તિરસ્કાર થાય. આ તો સહેજા સહેજ છૂટી જાય. યોગીતે અવલંબત શેતું ? પ્રશ્નકર્તા : યોગીને અવલંબન હોય ને ? દાદાશ્રી : હા. અવલંબનવાળો એનું નામ જ યોગી. આત્મયોગી અવલંબનવાળો ના હોય, નિરાલંબ હોય. એને જગતના કોઈ અવલંબનની જરૂર નહીં. ભગવાનની ય જરૂર આત્મયોગીને ના હોય. કારણ કે પોતે જ ભગવાન થઈ ગયો. આત્મયોગી થયો ત્યાંથી પોતે ભગવાન થઈ ગયો. એને કોઈની જરૂર જ ના હોય. પ્રશ્નકર્તા : આત્મા અને જોડે પાછો યોગી શબ્દ આવ્યો, એટલે એને અવલંબન તો જોઈએ જ ને ? આલંબન - ગુરુ કે શાસ્ત્રનું ? પ્રશ્નકર્તા : કોઈ જીવને શાસ્ત્રો આલંબન રૂપ થઈ શકે ખરાં ? દાદાશ્રી : હા. ઘણાં જીવોને શાસ્ત્રો આલંબનરૂપ થઈ પડે. ઘણાં જીવોને ગુરુ અવલંબન રૂપ થઈ પડે. પણ એ અવલંબનના આધારે જીવે છે, તો એ અવલંબન અધવચ્ચે છોડી ના દેવું જોઈએ. આને “અહમદ કીડવાઈ રોડ’ કહે છે કે ? તે આપણે વાંચો. એટલે આપણે જાણ્યું કે આ રસ્ત રહીને જવાનું છે. પણ એ ભાઈનું મકાન આવી ગયું એટલે આપણે એ રોડને છોડી દેવાનો. રોડને જોડે નહીં લઈ જવાનો. મકાનમાં જઈએ ત્યારે રોડને જોડે લઈ જવાનો ? એક માણસ તો મેડે ચડ્યો, તે ત્રણ પગથિયા લઈને ચઢ્યો. અલ્યા મૂઆ, આ પગથિયા શું કામ ઉપર લાવ્યો ? તો કહે, ‘આ તો મને બહુ વહાલા હતાં.” “તો મુઆ ત્યાં જ ઊભો રહેજે ! અમથો અહીં શું કરવા આવ્યો ? પગથિયા વહાલા કરવાં છે કે ઉપર ચડવું છે ? શું કરવું છે ? આ તો સીડી છે. કોઈ વહાલું નહીં કરવાનું. આ સીડી તો તને ઉપર ચડવા માટે છે, વહાલું કરવા માટે નથી.” પ્રશ્નકર્તા : એવી રીતે ગુરુનું આલંબન લઈએ તો એ અવલંબન આગળ જતાં છોડી દેવું જોઈએ ? દાદાશ્રી : ના. છોડવા-કરવાનું કશું હોતું જ નથી, રહેવા દેવાનાં. એ વ્યવહારના ગુરુ છે. સ્ત્રી છોડવાની નથી, વ્યવહાર છોડવાનો નથી, ગુરુ છોડવાનાં નથી અને નિશ્ચયના ગુરુ નિશ્ચયમાં કરવાનાં છે. પ્રશ્નકર્તા : અમુક સ્ટેજમાં ગયા પછી આ ગુરુનું પણ આલંબન છોડી દેવાનું હોય છે ને ? દાદાશ્રી : ના, આત્મયોગી તો ઓળખવા માટે કહેવાય છે કે આ યોગ શેમાં છે આમનો ? મન-વચન-કાયા હોય અને આત્મા પ્રાપ્ત થાય, તે બન્ને સાથે હોય છે. તો આ યોગ ક્યાં છે ? બહાર છે કે આત્મા જોડે છે ? આત્મા જોડે હોય તો આત્મયોગી કહેવાય. આપણા કણ ભગવાન આત્મયોગેશ્વર કહેવાય. આત્મયોગેશ્વર એ દેહયોગેશ્વર, વચનયોગેશ્વર કે મનોયોગેશ્વર ના કહેવાય. આ બધાં જે છે તે બધાં મનનાં ને વચનનાં યોગીઓ. થોડીઘણી શાંતિ થાય આનાથી પણ પૂરું કલ્યાણ ના થાય. પછી તથી બુદ્ધિનું આલંબન ! આત્માનુભવી પુરુષોએ જે આત્મા જોયો નથી, તે આત્મા અમે જોયેલો છે. આત્માનુભવીને તો જેટલો અનુભવ થયો, પચ્ચીસ ટકા અનુભવ થયો ત્યારે બીજો પંચોતેર ટકાનું શું થયું ? તે પંચોતેર ટકા એને અવલંબન છે. પચ્ચીસ ટકા અનુભવ થાય એટલો નિરાલંબ થયો. અમે જે નિરાલંબ આત્મા જોયો છે ને દેખાય છે અમને બધાનામાં નિરાલંબ આત્મા. પણ તમને શી રીતે સમજાય ? એ તો નિરંતર મારી જોડે ને જોડે દર્શન રહ્યાં
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy