SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ૨૯૭ ૨૯૮ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) ચારિત્ર ઉત્પન્ન થાય. શુક્લધ્યાન એનું નામ કહેવાય કે એટલે પોતે પોતાનું જ ધ્યાન, બીજી કોઈ ચીજ મહીં પેસે નહીં. સ્વભાવિક ધ્યાન કહેવાય. પ્રશ્નકર્તા : યથાખ્યાત ચારિત્ર એ જ કેવળજ્ઞાન ? દાદાશ્રી : ના. યથાખ્યાત ચારિત્ર પૂરું થયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. યથાખ્યાત ચારિત્રમાં તો આત્માનું આખું લક્ષ બેસે છે કે શું છે તે ! ત્યાર પછી થાય કેવળજ્ઞાન. પ્રશ્નકર્તા : યથાખ્યાત ચારિત્ર એટલે શું ? દાદાશ્રી : જેમ છે તેમ ચારિત્ર. પ્રશ્નકર્તા : સમ્યક્ ચારિત્ર કરતાં ય પણ આ ઊંચું કહેવાય ? દાદાશ્રી : બહુ ઊંચું કહેવાય. પ્રશ્નકર્તા : કેવળચારિત્ર ? નોટ ના આપે. એટલે યથાખ્યાત સોની નોટ છે અને પેલું બધું નવાણું અઠ્ઠાણું... પહેલું સમ્યક ચારિત્ર છે પછી યથાખ્યાત અને પછી વીતરાગ ચારિત્ર. પ્રશ્નકર્તા ઃ હવે બધાનાં લક્ષણો શું છે ? આ યથાખ્યાત ચારિત્ર છે, સમ્યક્ ચારિત્ર છે અને કેવળચારિત્ર છે તેનું લક્ષણ શું ? દાદાશ્રી : આપણને કેવળચારિત્ર હોય નહીં. સમ્યક ચારિત્ર હોય ! એટલે આ આપણે તો આગળ વીતરાગ ચારિત્ર જ આવવાનું. યથાખ્યાત અહીં ના હોય. પડે-ઊભો થાય, પડે-ઊભો થાય તેને પડતો બંધ થઈ જાયને એટલે એ યથાખ્યાત કહેવાય. જેમ એક છોકરો પડેઊભો થાય, પડે-ઊભો થાય પછી પડવાનું બંધ થવા માંડે એટલે યથાખ્યાત થઈ ગયું. પ્રશ્નકર્તા : પડવાનું બંધ થઈ જાય એટલે યથાખ્યાત. એટલે વીતરાગતા વધારે સ્થિર થાય ? દાદાશ્રી : વીતરાગતા તો યથાખ્યાત ચારિત્ર ઉત્પન્ન થાય ત્યારે જ થાય, નહીં તો ત્યાં સુધી થાય નહીં. પ્રશ્નકર્તા : પછી સમ્યક્ ચારિત્રની અંદર શું હોય તો પછી ? દાદાશ્રી : છોકરું પડી જાય, પાછું ઊભું થાય, પડી જાય-ઊભું થાય, પણ ઊભું થાય છે માટે એને સમ્યક્ ચારિત્રમાં ગમ્યું. અને પછી ઊભો થઈને પછી ઊભો ને ઊભો જ રહે છે, અને તે લોકોના જેવું જ ફરે છે, એટલે યથાખ્યાત પછી. ફેર, કેવળ અને સમ્યક્ ચારિત્રમાં ! પ્રશ્નકર્તા : કેવળચારિત્ર અને સમ્યક ચારિત્ર એ બેમાં અંતર દાદાશ્રી : એના આગળનું ચારિત્ર એ કેવળચારિત્ર કહેવાય. આ પૂરું થાય એટલે કેવળચારિત્ર કહેવાય. વીતરાગ ચારિત્રની અંદર જ પછી એની રમણતા એમાં ને એમાં જ રહ્યા કરે. એ ભગવાન મહાવીરનું ચારિત્ર. આત્મ રમણતા, નિજ રમણતા, સ્વભાવ રમણતા. પ્રશ્નકર્તા : સ્વભાવ રમણતા એ જ યથાખ્યાત ચારિત્ર ? દાદાશ્રી : હા, યથાખ્યાત કહેવાય. પ્રશ્નકર્તા : હવે આ યથાખ્યાત ચારિત્ર, સમ્યક્ ચારિત્ર અને કેવળચારિત્ર એમાં શો ફેર, દાદા ? દાદાશ્રી : આ યથાખ્યાત ચારિત્ર તો પેલું સમ્યક ચારિત્ર ખસ્યું એટલે કર્યું આવ્યું ? ત્યારે કહે, યથાખ્યાત આવ્યું. નવ્વાણું હોય તો એ તમને સોની નોટ ના આપે. નવ્વાણું ઉપર નવ્વાણું પૈસા હોય તોય સોની ફરક? દાદાશ્રી : સમ્યક્ ચારિત્ર જગતના લોકો જોઈ શકે અને કેવળચારિત્ર કોઈને દેખાય નહીં. આ સમ્યક્ ચારિત્ર દેખાય, જગતના લોકો સમજી
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy