SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન - દર્શન બેસે છે. અને તેને એમ લાગે કે ના, ખરેખર આ બધાં કહે છે. આત્મા આવો જ છે. આ શબ્દ કહે છે એવો જ છે, આ બીજું નહીં. એ પ્રતીતિ બેસી જાય પણ બહુ ધીમે ધીમે ધીમે. ગ્રેજ્યુઅલી કામ થયા કરે. ૨૬૧ પ્રશ્નકર્તા : હા, પછી તો એને જ્ઞાન થયું, છેવટે પછી દર્શન તો ઓટોમેટિક હોય. દાદાશ્રી : ઓટોમેટિક નહીં, એ દર્શન જ થતાં વાર લાગે. પ્રશ્નકર્તા : તો પછી પહેલાં દર્શન ને પછી જ્ઞાન. દાદાશ્રી : ના, એ જ્ઞાનમાંથી દર્શન ઊભું થાય. એને એમ લાગે કે આ કંઈક છે. ત્યાં એ અટકે. પ્રશ્નકર્તા : હા, બરાબર, પણ થઈ ગયું. એક વખત જાણી લીધું કે આ જાણ્યું, જોયું નહીં પણ જાણ્યું, પછી ઓટોમેટીકલી જોયું આવી જ જાય છે ને ?! જાણ્યું જે છે. દાદાશ્રી : એ ત્યાં જાણ્યું છે ને, તે ઉપલક વસ્તુ છે, સુપરફલુઅસ છે અને આપણે જે જાણ્યું તે અનુભવ છે. પ્રશ્નકર્તા : બરાબર છે, પણ એ લોકોને જ્યારે સુપરફલુઅસ ના હોય અને એક્ઝેક્ટમાં હોય, ત્યારે શું પરિસ્થિતિ છે ? એક્ઝેક્ટમાં અમુક વખતે તો આવતાં જ હોયને એ લોકો. ત્યારે શું ? દાદાશ્રી : આવે ને ! પ્રશ્નકર્તા ઃ ત્યારે જ્ઞાન અને પછી દર્શન એ કેવી રીતે હોઈ શકે ? દાદાશ્રી : ત્યાં પછી પાછું આ જ્ઞાન-દર્શન-ચારિત્ર કહે છે ને એ વ્યવહારથી છે. પછી એ જ વ્યવહાર આગળ પછી દર્શન ને જ્ઞાન ને ચારિત્ર થઈ જાય. નહીં તો ચાર શબ્દો બોલવાં પડે. વ્યવહાર હોય તો જ્ઞાન, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. પ્રશ્નકર્તા : જ્ઞાન, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : હા, આ જ્ઞાનના આધારે ટેકો હોય, તો ચાર શબ્દ. પ્રશ્નકર્તા : હા એ બરોબર, પહેલું જ્ઞાન એટલે શાસ્ત્રથી થયેલું, પછી એનાંથી ઉપજેલું દર્શન, પછી.......... ૨૬૨ દાદાશ્રી : પછી અનુભવનું જ્ઞાન. પછી ચારિત્ર. પ્રશ્નકર્તા : તો એ બરોબર બેસે છે. હવે બરોબર છે. સમજાયું. આવી સમજણ હજુ સુધી દાદાએ આપી નથી કોઈ વખત. આ પહેલી વખતે સમજણ મને તો મળી. દાદાશ્રી : પૂછે કોણ પણ, પૂછે તો નીકળે. કેટલી બધી ચીજો હોય તમે પૂછો કે માલ નીકળે ! ક્રમિકમાં રિલેટિવમાંથી રિયલ ! પ્રશ્નકર્તા : દર્શનથી જ્ઞાન થાય છે તે રિયલ છે ને જ્ઞાન પછી દર્શન થાય તે રિલેટિવ છે. તે સમજાવોને જરાં. દાદાશ્રી : આ પુસ્તકો-શાસ્ત્રો વાંચી, આ બધું વાંચી, તે એ જ્ઞાનથી એને દર્શન જે થાય છે એ રિલેટિવ જ્ઞાન છે બધું. પ્રશ્નકર્તા : તીર્થંકરો બધા તે રિલેટિવમાંથી જ રિયલમાં ગયેલાને ? દાદાશ્રી : હા, રિલેટિવમાંથી. પણ એ તો બધું કાઢતાં કાઢતાં, અહંકાર શુદ્ધ કરવો પડે છે. અહંકાર શુદ્ધ કરવામાં શું શું કરવું પડે ? અહંકારમાંથી ક્રોધ-માન-માયા-લોભનાં પરમાણુ માત્ર છૂટા કરવાં પડે, કાઢવા પડે ને અહંકાર શુદ્ધ કરવો પડે. જેમાં રાગ-દ્વેષ હોય નહીં એવો અહંકાર, વીતરાગ અહંકાર ઊભો કરે છેલ્લામાં છેલ્લો ત્યારે શુદ્ધાત્મા ભેગો થાય, ત્યારે આત્મ સાક્ષાત્કાર થાય. પ્રશ્નકર્તા : આપ કહો છોને, આ આપણો એકલો જ રિયલ માર્ગ કે બીજા બધા રિલેટિવ, હવે રિલેટિવ ક્યા આધારે ? શાથી રિલેટિવ ? દાદાશ્રી : આ જે પુસ્તકોથી જ્ઞાન થાય છે, એ જ્ઞાન રિલેટિવ જ્ઞાન
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy