SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) શુક્લધ્યાન ૪૦૧ પ્રશ્નકર્તા : નિરંતર લક્ષ એમાં રહેતું હશે ? દાદાશ્રી : ના, લક્ષ રાખવાનું નહીં. સ્પષ્ટ વેદન ક્યારે થાય ? બહાર દર્શનમાં બધું તમને આવી ગયું છે, પણ રૂપકમાં નથી આવ્યું અને રૂપકમાં આવે ત્યારે સ્પષ્ટ વેદન થાય. અમુક ભાગ રૂપકમાં આવી ગયો, પણ આ ધંધા-રોજગાર, બીજા બધામાંથી સમજથી છૂટી ગયા છીએ, પણ જ્ઞાનથી છૂટ્યા નથી. એટલે જ્ઞાનથી છૂટે ત્યારે સ્પષ્ટ વેદન થાય. એ સ્પષ્ટ વેદન થાય એ બીજો પાયો. પછી ત્રીજો પાયો કેવળજ્ઞાન, બધું જ દેખાડે. પ્રશ્નકર્તા : લોકાલોક. દાદાશ્રી : લોકાલોક. અત્યારે લોકાલોક અમને સમજાય ખરું પણ રૂપકમાં ના આવે. એટલે કેવળ દર્શનમાં ખરું. અત્યારે આ પહેલો પાયો થઈ ગયો. બહુ થઈ ગયું. પછી આપણે કામ જ શું ? જૈન તો શું કહે, પહેલો પાયો, ઓહોહો, આ તો ભગવાન થઈ ગયો. બારમા ગુઠાણા વગર પહેલો પાયો ના આવે. દશમાં ગુંઠાણા સુધી કોઈ દહાડો પહેલો પાયો અડે નહીં. એ પહેલો પાયો આ તમને પ્રાપ્ત થયો છે ! અગિયારમું ગુંઠાણું એ પડવાનું સ્થાન છે. દસમા ગુંઠાણા સુધી લોભ હોય, સૂક્ષ્મ લોભ હોય. એ લોભ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી બારમું ગુણસ્થાનક આવે નહીં. પછી ગમે તે રીતે લોભ તૂટે, ક્રમિકથી કે અકમથી. પણ લોભ તૂટે ત્યારે બારમું ગુંઠાણું સ્પર્શે. જ્યાં સુધી લોભ હોય ત્યાં સુધી અહંકાર જાય નહીં. પ્રશ્નકર્તા : લોભ તો અનેક પ્રકારનો હોય છે. લોભ તો જ્ઞાન મેળવવાનો ય હોય. દાદાશ્રી : એ તો બધી જાતનાં લોભ, અનેક પ્રકારનાં. હવે એ લોભ હોય ત્યાં સુધી દસમું ગુંઠાણું જાય નહીં, ત્યાં સુધી અહંકાર તૂટે નહીં. અહંકાર બારમામાં તૂટી જાય. અહંકાર તૂટ્યો એટલે બારમામાં જ બેઠો કહેવાય. પછી કોઈ પણ રસ્તે તૂટ્યો હોય, અક્રમ રીતે કે ગમે તે રીતે પણ એ બારમા ગુણકસ્થાનમાં પેઠો અને એટલે પહેલો શુક્લધ્યાનનો પાયો કહેવાય. કેવળજ્ઞાન થયું, એને તેરમું ગુઠાણું કહેવાય. કેવળજ્ઞાન, શુક્લધ્યાનનો ત્રીજો પાયો અને તેરમું ગુંઠાણું, આ ત્રણેવ સાથે જ હોય છે અને આપણું આ બારમું ગુંઠાણું છે. એટલે આપણે એનો સ્વાદ ચાખ્યા કરો. ધીમે ધીમે આપણી શક્તિઓ બધી ખીલશે. હવે આવરણો બધું તૂટીને ખલાસ થવા માંડશે બધુંય. મૂળ આવરણ તૂટી ગયું છે. હવે શક્તિઓ ખીલશે. પ્રશ્નકર્તા : અંતરમાં શુભ ભાવ સિવાય કંઈ જ રહેતું નથી. દાદાશ્રી : એ વ્યવહારથી ધર્મધ્યાન યોગ છે અને નિશ્ચયથી શુક્લધ્યાન એ દશા છે અત્યારે. અને વ્યવહાર ગુંઠાણું હવે ઊંચું જતું જાય. પાંચમેથી છટ્ટે જાય, સાતમે જાય, આઠમે જાય. વ્યવહારમાં જ્યારે સ્ત્રીનો પરિચય છૂટે ત્યારે નવમું ઓળંગે. જ્યારે વ્યવહાર, લક્ષ્મીનું કંઈ એ રહે નહીં, ત્યારે દશમું ઓળંગે વ્યવહારથી. ધીમે ધીમે વ્યવહાર ઊંચો જશે હવે. આપણે નિશ્ચયનું ગુંઠાણું જોઈતું હતું તે મળી ગયું. બધું બહુ થઈ ગયું. આ વ્યવહાર તો ઊંચે વધો કે ના વધો, વ્યવહાર ઈનામ જોઈતું નથી આપણે. આપણે તો એકાવતારી થઈને મોક્ષે જવું છે. આપણે અંદર પરમાનંદ હોવો જોઈએ. તે નિરંતર રહે છેને ! આ બારમું ગુણસ્થાનક છે. બારમા ગુણસ્થાનકમાં તમે છો, બારમામાં હું છું ને તેરમામાં ભગવાન મહાવીર હતા, કેવળજ્ઞાન થયું ત્યારે ને ચૌદમું મોક્ષનું ગુંઠાણું કહેવાય. તમારા ને મારા વચ્ચે નિશ્ચયથી બારમું ગુઠાણું એક જ, પણ ડિફરન્સ શું છે ? શુક્લધ્યાન તમારું પહેલા પાયાનું છે ને મારું બીજા પાયાનું છે. પહેલા પાયાનું એટલે અસ્પષ્ટ વંદન. તમને આત્માનું વદન રહ્યા કરે. અંદરથી લક્ષ રહ્યા કરે, જાગૃતિ રહ્યા કરે એ સ્વસંવેદન કહેવાય. એનો લાભેય મળ્યા કરે. નિરાકુળતાનો લાભેય મળ્યા કરે. વ્યાકુળ જગ્યાએ નિરાકુળતામાં રહેવાય અને અમે તો ભયંકર વ્યાકુળ જગ્યાએ નિરાકુળતામાં રહેલાં, આ તો ટેસ્ટેડ કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું’ એ ધ્યાન નિરંતર રહ્યા કરે. એ શુક્લધ્યાનનો પહેલો પાયો છે, એ અસ્પષ્ટ વેદન છે અને અમારે શુક્લધ્યાનનો બીજો પાયો, સ્પષ્ટ વેદન હોય અને આ શુક્લધ્યાનના ત્રીજા પાયામાં કેવળજ્ઞાન થાય ને ચોથા પાયામાં મોક્ષમાં પહોંચી જાય !
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy