SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબંધન, નવું - જૂનું ! છે તેને શું કરવું તે ? મારાથી થાય એટલું કરી ચૂક્યો, પછી હવે તમારે બરફના ગાંગડા આવડાં આવડા હોય તેમાં હું શું કરું ?! તારા ગાંગડા નાના છે, આ તો રાખી મેલે બરફ. આઇસ્ક્રીમ બનાવવો હશે તો કામ લાગશે. પ્રશ્નકર્તા : બરફ જેવાં કર્મ કાઢવાનું નિવારણ શું ? દાદાશ્રી : એને કાઢવા શું કરવા ફરો છો ? એ તો એની મેળે નિવારણ થઈ રહ્યું છે, તમારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું છે. ૩૫૧ પ્રશ્નકર્તા : દાદા મળ્યા પહેલાંના બરફ જેવાં કર્મો હતા. હવે એ સામાયિકથી ઓછાં થાયને ? દાદાશ્રી : ઓછાં થઈ જાય. પ્રશ્નકર્તા : પણ એ તદ્દન નિર્મૂળ તો નહીં થાયને એમ. દાદાશ્રી : ના. દેખા દે, ભડકાવે ને પછી જતાં રહે, ભડકાવેય ખરાં. બાકી એની મેળે પેટી ખાલી થાય. પેટી ખાલી થઈ જાયને એટલે પછી તમે મહીં ખોળશો તોય જડશે નહીં. ઓછાં થવા નથી માંડ્યા ? ઓછાં થતાં જાય, જેમ ટાંકીની મહીં ખલાસ થતી જાયને તેમ. પ્રશ્નકર્તા : આપણે આ પ્રતિક્રમણ કરીએ, પ્રાયશ્ચિત કરીએ, એનાથી નિકાચીત કર્મોનો ભોગવટો હળવો થઈ જાય ખરો ? દાદાશ્રી : હલકો થઈ જાયને ! નિકાચીત કર્મો તો આ આત્માનું જ્ઞાન હોય તો ય હલકું લાગે. આ જ્ઞાનથી બધાં કર્મો હલકા લાગે, એક મણ વજનનું કર્મ હોય તો અજ્ઞાનતાથી ત્રણ મણનું લાગે અને જ્ઞાનથી દશ રતલ લાગે એવો ફેર પડી જાય. એનો ટાઈમ થાય એટલે જુદું જ થઈ જાય. એ કર્મની નિર્જરા જ થયા કરે. કંઈ વાંધા જેવું નથી. એમાં પરભાવ હોય તો કર્મ બંધાય, ચાર્જ થાય. અને ચાર્જ થાય એટલે ચિંતા શરૂ થઈ જાય. અને ચિંતા થાય એટલે ભટકવાનું દુનિયામાં, સંસાર મંડાયો. આ વિજ્ઞાનમાં પરદ્રવ્ય અને પરભાવ છે જ નહીં. જો હોય તો એ સમાધિ આપે જ નહીં. આખું જગત પરભાવમાં છે ને ! ૩૫૨ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : મારી જાગૃતિ ઓછી એટલે મને આવું લાગે છે. તેથી મેં પૂછ્યું. દાદાશ્રી : ના. જાગૃતિ ઓછી નહીં. એવું છેને, આ માર્ગનાં અનાદિના અનુ-અભ્યાસી. એટલે માર્ગ ઉપર લાવ્યા ત્યારે પૂછવું પડે જ ને કે આ મને શું થયું ? આ મને ખરેખર તાવ ચઢ્યો છે કે કોઈ ગ૨મી બેસી ગઈ છે ? એટલે અમે કહ્યું કે ભાઈ, તાવ નથી, ગરમી બેસી ગઈ છે. એટલે પૂછવું તો પડે જ. એ અજાગૃતિ નથી ! કડવા ફળમાં આનંદ આવરાય ! પ્રશ્નકર્તા : અંદર કંઈ પ્રોગ્રેસ થાયને એટલે આનંદ વધે, પછી પાછો ઓછો કેમ થઈ જાય ? દાદાશ્રી : ઓછો જ થઈ જાયને પણ આ પાછલા કર્મના ઉદય આવે છે ને તે ધક્કો મારે ને ! એ ધક્કા લાગશે એટલે પછી ના આવે આનંદ. પાછલાં કર્મ ખરાં ને ! ફળ આપે ત્યારે મીઠાંય લાગે છે ને ! સારું જમવાનું આવે ત્યારે મીઠુંય લાગે ને ! તે ઘડીએ સારું લાગે પછી પેલું કડવું લાગે. કડવાં ને મીઠાં બેઉ ફળો ચાખવા પડે. પછી કડવાં-મીઠાં ચાખવાના નહીં, એક જ જાતનો આનંદ. એકધારો આનંદ આવી જાય. મીઠું આવે ત્યારે ભૂલી જવાય છેને થોડીવાર ? પ્રશ્નકર્તા : હવે બધું ના ગમતું હોય એ જ વધારે કરવું પડે છે. દાદાશ્રી : જે ગમતું હતું ને તેને ના ગમતું કર્યું. હવે ના ગમતું લાગ્યું એટલે અવળું લાગે. ના ગમતું છે જ પણ તે તો આપણે ગમતું કર્યું હતું, તે પછી ફસાયા હતા. ܀܀܀܀܀
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy