SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમોહ ૩૪૩ અમે ઉપયોગમાં હોઈએ. એ અમારી જે વિધિઓ અમે કહીએ છીએને, એ બધો ઉપયોગ જ છે. બે-ત્રણ કલાકની બપોરે વિધિ હોય, બે કલાકની સાંજે હોય, કલાકની સવારમાં હોય, બધી આખા દહાડાની વિધિ. પ્રશ્નકર્તા ઃ ઉપયોગ વગર ઉપશમ ને ઉપયોગ સહિત ક્ષાયક એવું થયુંને ? દાદાશ્રી : આપણે ઉપયોગ વગરેય ક્ષાયક જ છે આ, ક્ષાયક દર્શન છે. ક્ષાયક જ્ઞાન કરવા માટે ઉપયોગ કરવાની જરૂર એ ક્ષાયક જ્ઞાન થાય ત્યારે ક્ષાયક ચારિત્ર થાય. વિષમભાવે અશુદ્ધ, સમભાવે શુદ્ધ ! ચારિત્રમોહનીય એટલે સમભાવે નિકાલ કરવાનો. સમભાવે નિકાલ કર્યો એટલે એની શુદ્ધતા થઈને ગયો. શુદ્ધતા થવી જોઈએ. વિષમભાવ કર્યો છે એટલે આ અશુદ્ધ થયેલું છે. હવે સમભાવે નિકાલ કરો એટલે શુદ્ધ થઈ જાય. વિષમભાવે ભેગું કરેલું છે. આ છે તે ચારિત્રમોહનીય, એ આપણી માલિકી હોય. એ તો દાદાને સોંપી દીધેલી છે. આપણે જોવાની છે. જેટલી ચારિત્રમોહનીય શુદ્ધ દ્રષ્ટિથી જોઈએ એટલી જ ચારિત્રમોહનીય ચોખ્ખી થઈ જાય અને જેટલી રહી જાય એટલી ફરી પાછી ચોખ્ખી કરવાની રહે. તમારે રહી જતી નથીને ? પ્રશ્નકર્તા : કોઈ વાર રહી જાય, દાદાજી. દાદાશ્રી : એમ.... તો ક્યારે જોશો ? થશે એ ? પ્રશ્નકર્તા : બીજીવાર કરવું પડશે, દાદા. બીજું શું થાય ? દાદાશ્રી : એટલે રહી જાય, તે આવતે ભવ બાકી રહે. એ કંઈ બહુ મોટા અવતાર માગતું નથી. ચારિત્રમોહતો ત થાય તિરસ્કાર ! ક્ષાયક સમકિત હોય અને વર્તન વાંકું હોય કે સીધું હોય તોય પણ એ ચારિત્રમોહ છે. શાસ્ત્રની વિરુદ્ધ હોય તોયે ચારિત્રમોહ છે અને આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) શાસ્ત્રને અનુકૂળ હોય તોયે એ ચારિત્રમોહ છે. ચારિત્રમોહ એટલે આ મોહ દેખાય છે મોહ જેવો, પણ એ ચારિત્રમોહનીય છે. ચારિત્રમોહનીય એટલે ખસેડ્યો ખસેડી શકાય નહીં અને ગ્રહણ કરેલો ગ્રહણ કરી શકાય નહીં. એનો તો ઉકેલ લાવવાનો છે ને નિકાલ કરી નાખવાનો. કારણ કે રાજીખુશીથી ભરેલો માલને ! હવે તિરસ્કાર કરાય નહીં. હવે કડવો લાગ્યો. પણ ભરતી વખતે મીઠો જ છે એવું માનીને જ ભરેલુંને ? એટલે આ ભાઈનો માલ ભરેલો તે જુદો, તમે ભરેલો માલ તે જુદો પાછો. આ કંઈ નવી જ જાતનો માલ ! પેલાનો છે એ જુદો, આનો જુદો એવું બધાં જુદાં જુદાં ! મનેય ખબર પડે કે અહીં આગળ આવો માલ છે. પણ હવે કોઈ ઘરાકી નહીંને, નહીં તો હુંય બતાવું કે ભઈ, જા ત્યાં આગળ કકરો માલ મળે છે. પણ હવે એ વેચાતોય નથીને ! ૩૪૪ પ્રશ્નકર્તા : દાદા, ઉપકાર છે એમાં. આ અમારો ચારિત્રમોહ નીકળે છે. દાદાએ મોહનું મૂળીયું તો કાઢી નાખ્યું ! દાદાશ્રી : બસ, ચારિત્રમોહ નીકળે છે. આ મોહ એ ચારિત્રમોહ. પ્રશ્નકર્તા : અમે દાદા પાસે એ જ વિનંતી કરવા આવીએ કે ચારિત્રમોહ નીકળવાની ઝડપ થાય, એટલું જ કહીએ છીએ. એ ઝડપ ન થાય, દાદા ? દાદાશ્રી : હા, એટલે ફિલ્મ જલદી પૂરી થઈ જાય તો જોનારે ઊઠીને ઘેર જવાનું ! પ્રશ્નકર્તા : આ જે આપે વાત કરીને કે આ બધા પ્રશ્નો પૂછીએ છીએ, ભેગા થઈએ છીએ એ બધો ચારિત્રમોહ છે. મને તો એવો વિચાર આવતો હતો કે આ બધું જે આપણને થાય છે, રાગ-દ્વેષ થાય છે, એ બધી આપણે જે વાતો કરીએ છીએ, પ્રશ્નો પૂછીએ છીએ, પણ રીત તો છે કે આપણે જે દશામાં જવું છે, એમાં આ બધું તો કશું હોય જ નહીંને ? આ બધાથી પર જ છેને એ વસ્તુ ? દાદાશ્રી : હા, પર છે. છતાંય છે તે આ આવ્યું હોય તો ખસેડવું
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy