SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમોહ ૩૩પ ૩૩૬ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) આ. અને ડિસ્ચાર્જ મોહનું પૂતળું એ જુદું છે. ડિસ્ચાર્જ મોહનું પૂતળું ખાયપીવે, તે પણ એ આહારી છે તે ખાય છે. વિહારી છે તે ચાલે છે. પ્રશ્નકર્તા : એ ચાલે છે અને પાછું અમુક પ્રકારે ચાલવાનો એવો એને મોહ છે એવું કહેવું છે ? દાદાશ્રી : હા. એ જોવું એની ડિઝાઈન છે એવી જ. નવી ડિઝાઈન નહીં. પ્રશ્નકર્તા ઃ હવે આ ડિઝાઈન પ્રમાણે આખો વ્યવહાર ઓપન થઈ રહ્યો છે. દાદાશ્રી : યોજનાની જે ડિઝાઈન હતી, તે પ્રમાણે બધું ચાલ્યા કરે છે. હવે સરકારમાં યોજના કરેલી હોય, એ ઘણા ફેરે યોજનાપૂર્વક કામ થાય છે, પણ કો'ક ફેરો ડિઝાઈન બદલે છે એ ત્યાં આગળ, ઓન સાઈટ. એ આમાં બદલાય નહીં. પ્રશ્નકર્તા : હવે દાખલા તરીકે આ માટે અમુક કંપનીમાં સર્વિસ ચાલે છે, તો હવે એ ડિઝાઈન પ્રમાણે જ હશેને આખું ? દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા: તો એમાં પેલું ડખાડખી કરીએ કે આ કંટાળો આવે છે, આ નથી જોઈતું તો. - દાદાશ્રી : એ ડિઝાઈન જ છેને ! આ ડિઝાઈનમાં જો કદી પોતે છૂટો રહે, જુએ કે શું આ કરે છે એટલે તું છૂટો. પ્રશ્નકર્તા : એટલે પાછું પોતે... દાદાશ્રી : આનો જ્ઞાતા-દ્રષ્ટા રહે. ચંદુભાઈ સામો થઈ ગયેલો દેખે, તોય પણ એનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો બસ, થઈ ગયું. પ્રશ્નકર્તા : ડિઝાઈનમાં જે ડખોડખલ કરવા માથાકૂટ કરે છેને, એ પણ ડિઝાઈનનો જ વિભાગ છે ? દાદાશ્રી : ડખોડખલ કરે તેય એમાં ડિઝાઈનમાં જ. જુદા થઈને જોવાનું. ન્યાય એટલે ન્યાય, ન્યાય, અન્યાય થાય નહીં. આ તો અક્રમ વિજ્ઞાન છેને, આ કંઈ જેવી તેવી વાત છે ?! પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન એટલે શું કહેવા માંગો છો ? દાદાશ્રી : અક્રમ વિજ્ઞાન વગર નિકાલી બાબત ના હોય. આ તો બીડી પીતો હોય તો બીડી પીવા દે અને પેલામાં ક્રમિકમાં તો છોડવી પડે. ડખાવાળો ચારિત્રમોહ ! | ડિસ્ચાર્જ મોહ એની મેળે ઓગળી જશે, જો મહીં ડખોડખલ ના કરો તો. ડખો ના કરો, શું થાય છે એ જોયા કરો. પ્રશ્નકર્તા : ચારિત્રમોહમાં ડખો થાય ખરો ? દાદાશ્રી : એ બધય ડખો હોયને ! ડખા વગર તો મોહ હોય જ નહીં. મોહ એટલે ડખો. ડખો કર્યા વગર રહે નહીં. પ્રશ્નકર્તા : પણ આપણે એને ચારિત્રમોહ તરીકે સમજીએ. આપણે જોતાં-જાણતાં હોય તોય ડખો થઈ જાય. દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાને ડખો નથી હોતો. ચારિત્રમોહમાં ડખો હોય. ‘હું નહીં આવું અત્યારે.’ એ પછી ડખો થઈને ઊભો રહે. કારણ કે માલ જ એવો ભરેલો છે ડખાવાળો. તે ડખાવાળો ચારિત્રમોહ નીકળે. જ્ઞાતાદ્રષ્ટા પાસે બીજું કોઈ વિશેષણ જ ના હોય, ડખો-બખો થાય એ તમે નહીં, પણ આ ચારિત્રમોહનો ડખો હોય. પ્રશ્નકર્તા : પણ દાદાજી, એનું ડખા વગરનું વર્તન કેવું હોય ? દાદાશ્રી : થોડો ઘણો તો ડખો હોય જ. કારણ કે અજ્ઞાનથી જ ચારિત્રમોહ બંધાયેલું છેને ! અને સજ્ઞાનદશામાં જોવાનો છે. એટલે અજ્ઞાનતામાં બંધાયેલુંને ? એટલે થોડો ઘણો તો ડખો હોય જ. આડાઈ એ તો ડખો બધો હોય જ. એ આડાઈ એ ડખો જ કહેવાય, ઓછાવત્તા પ્રમાણમાં. કોઈને વધારે ડખો હોય અને પ્રકૃતિની વિરુદ્ધ દેખે એટલે આડો
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy