SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમોહ ૩૨૩ ૩૨૪ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ફલાણો એ મોહ છે.” અમે એને મોહ ના કહીએ, અમે જાણીએ કે આ ચારિત્રમોહ એનો નિકાલ થઈ જશે. એની ઉપર જાગૃતિ રાખવી જોઈએ. ચારિત્રમોહ અટકે નહીં પણ જાગૃતિ રાખવી જોઈએને ! અટકે કેટલું ? આપણે અટકાવવા ધારીએ એટલું અટકે. તેમ છતાં ના અટકે, એ ભલે એ થાય, પણ એની પર જાગૃતિ હોવી જોઈએ. પ્રશ્નકર્તા આપે કહ્યુંને જાગૃતિ રાખવાની, એ શું ? દાદાશ્રી : પતંગ ઉડાડીએ તોય મનમાં રહ્યા કરે કે આ ખોટું કરી રહ્યો છું, આવું ના થવું જોઈએ. પ્રશ્નકર્તા : રાજીખુશીથી ના કરવું જોઈએ એવું ? દાદાશ્રી : એ ચંદુભાઈ રાજીખુશીથી કરે, તોય પણ આપણને આ ના થવું જોઈએ એવું મહીં અંદર જાગૃતિ રહેવી જોઈએ. પ્રશ્નકર્તા : આ જે કરે છે અને હું જાણું છું એ જાગૃતિ કહેવાય ? દાદાશ્રી : હા, જાગૃતિ કહેવાય. જાગૃતિ તો ચંદુભાઈએ શું શું કર્યું હોય તેને આપણે ફરી લખવું હોય તો આખો ઇતિહાસ લખી આપીએ. છે થર્મોમિટર મહીં જ ! મહીં આત્મા થર્મોમિટર જેવો છે. તે તાવ ચઢ્યો છે કે ઉતર્યો છે, બધું ખબર પડે. કઈ બાજુ દાનત છે એ ખબર ના પડે ? પ્રશ્નકર્તા : ખબર પડે. અંદર બધી ગાંઠો ફૂટે એ ખબર પડે. દાદાશ્રી : ગાંઠો ફૂટે તે નહીં. ગાંઠો ભલે ફૂટે, ગાંઠો ફૂટે એ ડિસ્ચાર્જ છે પણ અંદર ઇચ્છા કેવી હોય છે ? આ આવું જોઈએ છે. એ ભીખ હોય છે હજુ. વસ્તુ એનો વાંધો નથી, ભીખનો વાંધો છે. ભીખ રહે છે મહીં ? ભીખ તો તરત ખબર પડી જાય. પ્રશ્નકર્તા : ચારિત્રમોહ અને ભીખ, એ બેમાં જરા ભેદ ખ્યાલ નથી આવતો. દાદાશ્રી : ચારિત્રમોહ નિકાલી છે, ડિસ્ચાર્જ છે અને ભીખ એ વસ્તુ બધું ઊભું કરે છે મહીં. ભીખ માટે હંમેશાં ઉપયોગ રહે. ભીખમાં આખો ઉપયોગ જ પેસી જાય અને ચારિત્રમોહમાં ઉપયોગ જાગૃતિ રહે. પ્રશ્નકર્તા : આપે કહેલું કે અમુક પ્રકારનો ચારિત્રમોહ એવો હોય છે કે જે જ્ઞાનને પણ ઊડાડી મૂકે, તે કેવા પ્રકારનો ? દાદાશ્રી : હા. એ તો ચારિત્રમોહ એવો હોય તો તો આખો ભડકો કરી દેવડાવે. બધું જ્ઞાન હઉ ઊડાડી મૂકે, ધક્કો મારીને ! તે આમાં વિષયના પ્રકારનો જ હોય, બીજો કોઈ નહીં. આ જેટલા બધા કષાય ઊભા થાય છેને, એ બધા વિષયમાંથી ઊભા થયેલા છે. અક્રમ વિજ્ઞાનની ગેરન્ટી !! પ્રશ્નકર્તા : આત્મા પ્રાપ્ત થાય એટલે પુદ્ગલમાં ઋજુતા-મૃદુતા ગુણો ઊભાં થાય. હવે જ્ઞાન લીધું છે, છતાં એમનો વર્તાવ એવો હોય છે કે આપણને એમ લાગે કે આટલી કઠોરતા કેમ હશે ? કોઈ એમને પૂછે તો કહે, આ ભરેલો માલ નીકળે છે. આ ચારિત્રમોહ નીકળે છે. એટલે આમ થાય છે. તો એ વખતે આ મૃદુતા-ઋજુતાની વાત ક્યાં ઊડી જાય છે ? દાદાશ્રી : મૃદુતા-ઋજુતા હોય જ એમાં. પ્રશ્નકર્તા: હા, એ કેવી રીતે એ સમજાતું નથી, એ સમજાવો જરા. દાદાશ્રી : આચાર કઠોર હોય પણ મૃદુતા-ઋજુતા અંદર હોય, એની અમે ગેરેન્ટી આપીએ છીએ. એવું આ અક્રમ વિજ્ઞાન છે. એક્સક્યુઝ લે તે ય ચારિત્રમોહ ! પ્રશ્નકર્તા : આ તો મારો ચારિત્રમોહ, મારું ડિસ્ચાર્જ છે એમ કરીને પેલો એક્સક્યુઝ (માફી) ના લે ? ખોટો બચાવ પોતાનો ના કરે ? દાદાશ્રી : એ લે છે તેય ચારિત્રમોહ છે, પણ જો પોતાની રીતરસમ બદલી નાખે, આ ખોદી નાખે આપેલું જ્ઞાન, તો પછી માર્ગમાં ના કહેવાય.
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy