SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) એ શબ્દો દાદાનાં છે, આશય દાદાનો છે, એટલે બધું હેલ્પ કરે. પ્રશ્નકર્તા : પણ સાક્ષાત્ પરિચય ને આમાં ફેર ને ? દાદાશ્રી : એ તો ફેર ગણવા જાય તો બધામાં ફેર હોય. માટે આપણે તો જે વખતે જે આવ્યું તે કરવું. દાદા ના હોય ત્યારે શું કરવું ? દાદાનું પુસ્તક છે તે વાંચવું. પુસ્તકમાં દાદા જ છે ને ! નહીં તો આંખો મીંચીએ કે તરત દાદા દેખાય ! અનુભવ - લક્ષ - પ્રતીતિ ૩૦૩ ચંદુભાઈ છું’ એ ભાન ‘જેને’ હતું, તેને હું એ ભાન છોડાવું છું ને ‘હું શુદ્ધાત્મા છું'નું તેને જ ભાન થાય છે. જે સૂક્ષ્મતમ અહંકાર છે કે જેનો ફોટો ના પડી શકે, જે આકાશ જેવો છે, તેને અનુભવ થાય છે. એટલે એ અહંકાર જ અનુભવ કરનારો છે. પછી અહંકાર વિલય થઈ જાય છે, પછી ‘પ્રજ્ઞા” ઊભી થાય. ‘અજ્ઞા'ની સત્તા ઊડી જાય છે. પ્રશ્નકર્તા અનુભવ પામનાર ને અનુભવ જનાર એ બે જુદા કે એક ? દાદાશ્રી : બેઉ એકના એક જ. દેખ્યો તે એક ને પામ્યો તે એક, બેઉ એકના એક. અહંકારને જો અનુભવ ના થાત તો એ કહેતા કે મને અનુભવ ના થયો ને અનુભવ થાય એટલે પ્રજ્ઞાને સત્તા સોંપી દે કે આ તમારી ગાદી. અનુભવ પામ્યો ને અનુભવ જોયો, તે બેઉ એકના એક ! જ્ઞાન-દર્શન એ જ પરમ જયોતિ ! થિયરેટિકલ એ અનુભવ ના કહેવાય, એ તો સમજ કહેવાય અને પ્રેક્ટિકલ એ અનુભવ છે. સમજ પૂર્ણ ને અનુભવ પૂર્ણ, એનું નામ જયોતિ. એ જ જ્યોતિ, એ જ જ્ઞાન, એ જ પરમાત્મા. પ્રશ્નકર્તા: પણ એ આપની સાથે રહીએ, ત્યારે જ સમજ આવેને ?! દાદાશ્રી : જેમ જેમ પરિચય વધતો જાય તેમ તેમ પ્રકાશ વધતો જાય. અને પરિચય વધ્યો જોડે રહીને, એનું નામ અનુભવ. પ્રશ્નકર્તા : દાદાજી, શ્રદ્ધા ને પરિચયમાં ફેર ? દાદાશ્રી : પરિચયથી શ્રદ્ધા બેસે, પણ શ્રદ્ધા બેઠા પછી પણ પરિચય વધે તેમ પછી પાછો અનુભવ થાય. વધારાના પરિચયથી શ્રદ્ધા બેસી એ પછી પરિચય શું કામ કરે ? ત્યારે કહે, અનુભવ થતાં જાય. માટે પરિચયમાં રહેવું. પ્રશ્નકર્તા : દાદાજી, પરિચયમાં ના રહેવાય તો પુસ્તકો કેટલી હેલ્પ કરે ? દાદાશ્રી : બધું હેલ્પ કરે. બધી આ અહીંની દરેક ચીજ દાદાની,
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy