SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ - લક્ષ - પ્રતીતિ ૨૯૭ ૨૯૮ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : રિસ્પોન્સ એટલે શું ? દાદાશ્રી : રિસ્પોન્સ એટલે આ એણે કહ્યું કે “આમ', એટલે પેલો કહે, ‘હા, બરોબર, રાઈટ.’ તે સાઈડ ફર્યો એટલે એ રાઈટ બિલિફ થઈ. પહેલાં પેલી રોંગ બિલિફ થઈ હતી, હવે રાઈટ બિલિફ થઈ. પ્રશ્નકર્તા : એટલે ચેતવનાર પાસે રાઈટ બિલિફ આપના થકી પ્રાપ્ત થાય છે ? દાદાશ્રી : એવું છેને, મૂળ એને આ રોંગ બિલિફ છે, તો રાઈટ બિલિફ કઈ ? તે આપણે ખ્યાલ આપીએ એટલે એને રાઈટ બિલિફ બેસી જાય છે, દ્રષ્ટિ ફરી જાય છે. જેમ હું તમને આમ ફેરવી નાખું, એટલે તમારી દ્રષ્ટિ ફરી જાયને પછી તમે કહો કે “પહેલાં આ તો ન હતું. આ તો દરિયો દેખાય છે બધો.’ એ પછી રિસ્પોન્સ આવે છે. પ્રશ્નકર્તા: હં...., એટલે ફેરવનાર નિમિત્ત જોઈએ. દાદાશ્રી : એ તો નિમિત્ત જ છે, નિમિત્ત ! પ્રશ્નકર્તા : એ કોણ, જ્ઞાની પુરુષ હોવા ઘટે ? દાદાશ્રી : હા, તે બીજું કોણ ? એ તો જે જાણતો હોય, તે જ નિમિત્ત બને. જાણતો હોય તે જ કહેને ! પ્રશ્નકર્તા : આમાં ‘મૂળ આત્મા’ ક્યાં રહ્યો તો પછી ? દાદાશ્રી : છે ને, મૂળ આત્મા તો ત્યાં જ છે એ. મૂળ આત્મા તો આમાં કોઈ કાર્ય જ નથી ભજવતો. મૂળ આત્મામાંથી જુદી પડેલી જે શક્તિ, પ્રજ્ઞાશક્તિ આ બધું કામ કરે છે. એ કામ પૂરું થઈ જશે એટલે એ શક્તિ એની મહીં પાછી તન્મયાકાર થઈ જાય છે. પ્રશ્નકર્તા : એટલે ચેતવનાર કોણ આમાં રહ્યું ? દાદાશ્રી : એ છે કે આ પ્રજ્ઞાશક્તિ, પણ આપણે આત્મા કહોને ! એને આત્મા જ કહેવો જોઈએ. પ્રશ્નકર્તા : અને ચેતનાર કોણ થયું તો પછી ? દાદાશ્રી : મહીં આ જે જુદું પડ્યું હતું તે વૃત્તિઓ, બિલિફ ! બિલિફ જુદી પડી'તી. પ્રશ્નકર્તા : એ ચેતનારનું અસ્તિત્વ પુદ્ગલ કહી શકાય ? દાદાશ્રી : પુદ્ગલ નહીં. પ્રશ્નકર્તા : તો આ વૃત્તિઓ પુદ્ગલ સ્વરૂપ નથી ? દાદાશ્રી : એ બિલિફ છે, એ બિલિફથી પુદ્ગલ ઊભું થાય છે. એ ચેતવનારાને છૂટકો જ નહીંને ! એ તો ધંધો લઈને બેઠો છે. એટલે એની ફરજ છે કે એને હવે લઈ જવાનો મોક્ષ. આ રોંગ બીલિફો છે તે, એ ખસી ગઈ. એટલે હવે પેલાને છે તે ચેતવવું જ પડે. પ્રશ્નકર્તા : હવે એ અનુભવ વર્તનમાં આવશે ત્યારે ચેતવનારો અને ચેતનારો એક થશે ? દાદાશ્રી : થઈ જ જવાના એ તો એની મેળે. વર્તનમાં આવ્યું એ જ પૂર્ણ થયું. પેલા વર્તન સહિતના છે ને આ વર્તન રહિતના છે. પ્રશ્નકર્તા એ વર્તન રહિત છે, ત્યાં સુધી જ ચેતવનારો અને ચેતનારો જુદા છે ? દાદાશ્રી : હં. જ્ઞાતા-દ્રષ્ટાપદને ચેતવતારો ! પ્રશ્નકર્તા : જયાં જ્ઞાતા-દ્રષ્ટાપણું છે ત્યાં પછી ચેતવાની વસ્તુ જ ક્યાં રહી ? દાદાશ્રી : પણ જ્ઞાતા-દ્રષ્ટપણું ના હોય ત્યારે ચેતવેને, કે આમ ના હોય. પ્રશ્નકર્તા : હા. તો એ સ્ટેજ કઈ કહેવાય ? જે ચેતવાની સ્ટેજ છે એ કઈ સ્ટેજ કહેવાય ?
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy