SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ [૪] - લક્ષ - પ્રતીતિ પામ્યા તિરંતર પ્રતીતિ ! તમારે આત્માનું લક્ષ કેટલો વખત રહેતું હશે ? પ્રશ્નકર્તા ઃ રહ્યા જ કરે છે. દાદાશ્રી : નિરંતર રહે. એટલે જેણે મારી જોડે વધારે પરિચય રાખ્યો છેને, એને નિરંતર એવું રહે. કારણ કે આ આત્માનું અનુભવ જ્ઞાન છે. આત્માનું લક્ષ બેઠેલું છે, તે નિરંતર રહે. પ્રશ્નકર્તા : પણ ઓફીસમાં કામમાં હોય ત્યારે નિરંતર નથી રહેતું. દાદાશ્રી : કામમાં હોય ત્યારે નથી રહેતું એનો અર્થ એ કે તે ઘડીએ લક્ષમાં નથી રહેતું, પણ પ્રતીતિમાં હોય છેને ! પ્રશ્નકર્તા : પ્રસંગ આવે ત્યારે જ્ઞાન હાજર ના રહે, પણ પછી હાજર થાય તો આપણે શું સમજવું ? આપણી સમજમાં ઊણપ, પુરુષાર્થમાં કચાશ કે જાગૃતિનો અભાવ ? દાદાશ્રી : આમાં જાગૃતિનો અભાવ, પુરુષાર્થની કચાશ કે સમજમાં ઊણપ નથી. ફક્ત એ પ્રસંગે જ્ઞાન હાજર ના રહે. અત્યારે કોઈની જોડે છે તે લેવડ-દેવડનો હિસાબ કરતો હોય, તે વખતે લક્ષ ના રહે કોઈ દા’ડોય. તે ઘડીએ શું રહે ? આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : તે વખતે કમ્પ્લિટ ધ્યાન એ લેવડ-દેવડમાં જ હોય. દાદાશ્રી : તે ઘડીએ લક્ષ ના રહે એટલે તમને એમ લાગે કે આ મહીં એકાકાર થઈ ગયું, પણ પ્રતીતિ જતી નથી. નિરંતર પ્રતીતિ રહે જ ! પ્રશ્નકર્તા : એટલે પાછું એ કામકાજ દૂર થાય એટલે ફરી મૂળ સ્વરૂપમાં આવી જવાય ? ૨૭૬ દાદાશ્રી : નિરંતર પ્રતીતિનો તાર છે માટે એ મૂળ સ્વરૂપમાં અવાય છે, નહીં તો ના અવાય. નિરંતર તાર છે એ નિરંતર પ્રતીતિ એટલે ક્ષાયક સમકિત કહેવાય. તે આ નિરંતર પ્રતીતિને લઈને એની જોડે ભાંજગડ પૂરી થઈ કે પાછો ‘હું શુદ્ધાત્મા' થઈ ગયો, એ જ લક્ષ. પછી લક્ષમાં અવાય અને લક્ષમાં આવ્યા પછી જો કદી એકાંત મળી ગયું કોઈ જગ્યાએ, તો અનુભવમાં ય અવાય. અનુભવ રસ ચાખે એટલે પોતાનો જે આત્મસ્વભાવ છે એનો અનુભવ વર્તે, લક્ષ વર્તે, પ્રતીતિ વર્તે. આ ત્રણ પગથિયાથી નીચે ઊતરે નહીં. નિરંતર પ્રતીતિવાળું છે આ. ક્રમિકમાર્ગમાં તો પ્રતીતિ ક્ષયોપશમ હોય. ઘડીમાં પ્રતીતિ હોય, ઘડીમાં ઊડી ગયેલી હોય. ઘડીમાં ઉપશમ થયેલી હોય, ઘડીમાં એ ક્ષય થયેલી હોય અને આ તો નિરંતર ક્ષાયક પ્રતીતિ કહેવાય. ચોવીસ કલાક પ્રતીતિ જાય નહીં. નિરંતર, આખી જિંદગી સુધી ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ જાય નહીં. અને પહેલાં ચોવીસે ય કલાક ‘હું ચંદુભાઈ છું' એ પ્રતીતિ જાય નહીં. પહેલાં તમારે ચોવીસ કલાક ‘હું ચંદુભાઈ છું’ એવી પ્રતીતિ રહેતી હતી ? પ્રશ્નકર્તા : હા, પહેલા એવું જ હતું. દાદાશ્રી : નિરંતર, ચોવીસેય કલાક ? થોડીવાર ‘આત્મા છું’ આવતું હશે ? પ્રશ્નકર્તા : ના રે ના. જનરલ મેનેજર છું ને આ છું ને તે છું બધું એવું રહેતું હતું. દાદાશ્રી : એ પ્રતીતિ એટલે રોંગ બિલિફ, એનું નામ મિથ્યાત્વ. અને આ પ્રતીતિ એ રાઈટ બિલિફ, એનું નામ સમ્યક્ દર્શન. જો આ સમ્યક્ દર્શન ઉત્પન્ન થયું છે, વળી ક્ષાયક !
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy