SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ઘ ઉપયોગ ૨૫૯ પ્રશ્નકર્તા : બહુ સુંદર ! દાદાશ્રી : મહીં ચોખ્ખું, બીજું કશી ઇચ્છાઓ નહીં બધી બહુ ને શ્રુતજ્ઞાન ભેગું થયું. પ્રશ્નકર્તા : એ તો મુખ્ય કારણને, દાદા. સંજોગો બધા મળી આવ્યા. દાદાશ્રી : વ્યવહાર વસમો છેને પણ. એ મિકેનિકલ થતો હતો ત્યાંથી જ સમજી ગયો હતો કે આનો વ્યવહાર બરોબર સારો ના કહેવાય. ખુશેય થાય કે મેં કેવું સરસ મશીન ગોઠવી દીધું. એટલે મહીં છૂપો કર્તાભાવ રહે. મશીન ગોઠવ્યા પછી ખુશ ના થાય માણસ ? પ્રશ્નકર્તા : થાયને, દાદા. દાદાશ્રી : એ ચાલુ નથી થતું તો પાછો ટાઢો પડી જાય. આમ ગર્વરસ છેને હજુ. એટલે આ બહુ ઝીણી બાબતો આમને લક્ષમાં ના આવે. એને તો રાત-દહાડો સત્સંગમાં પડી રહે તો કામ હેંડે. અક્રમ જ્ઞાન એટલે એનું આરાધન પદ્ધતિસર હોવું જોઈએ. છતાંય આ જાગૃતિ, એની આ જે સ્વરૂપની જાગૃતિ એ હિસાબે તો એને ઉપયોગ કહેવાય. અમે ઉપયોગ કહીએ એને. હવે એ ઉપયોગ મશીનરીનું આ કામ આવ્યું એ કામ તેની સાથે જ ઉપયોગ રહે તો એ કામ કાઢી નાખે. પણ મશીનરીનો સ્વભાવ જ એવો છે એ ઉપયોગ રહેવા જ ના દે. કારણ કે શરૂઆત જડભક્તિથી થઈને ! પ્રશ્નકર્તા : આ જમતી વખતેય આખી જડભક્તિ જ હોય છેને ? દાદાશ્રી : ના. એ તો એ ઉપયોગ રાખનારા અમુક માણસોને બહુ સરસ રહે છે. પણ સામાન્યપણે ખાતી વખતે ચંચળ સ્થિતિ થઈ જાય, એટલે ઉપયોગ રહે નહીં જલદી. મશીનરી રિપેરમાં બે-ત્રણ કલાક થાય તો શું થાય ? આખી જાગૃતિ ઊડી જાય. હવે એની ભક્તિ મટે, તો રિપેર થાય નહીં. પ્રશ્નકર્તા ઃ ભક્તિ તો કરવી જ પડે, તે વખતે. દાદાશ્રી : એની ભક્તિ મટે કે રિપેર બંધ થઈ જાય. એટલે અમે આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પૈસા ગણવાની બાબતમાં ધ્યાન નથી આપતા. આ તમને કહ્યું, એના ઉપરથી એવું સમજી જવાનુંને ! મારો ઉપયોગ બધો ધોવાઈ જાય એ પૈસા ગણવામાં બે કલાક જાય તો ! આ દેહમાં ધ્યાન નથી રાખ્યું મેં, બે-ત્રણ મિનિટથી વધારે. દાક્તરો કહે છે, તમે ધ્યાન રાખો તો વહેલું મટી જાય. મેં કહ્યું, ધ્યાન રાખું તો મારું શું થાય ? આ જગ્યાએ દુખતું હોય તો હું ધ્યાન મૂકું તો વહેલું મટી જાય, તરત મટી જાય. ધ્યાન મૂકે એટલે ઉપયોગ ત્યાં ગયો એટલે મટે જ. સામું બેલેન્સ લેવાઈ જાયને ! તરત લઈ લેને ! અને અજ્ઞાનીનેય છે તે દુખતું હોય ત્યાંને ત્યાં જ રહે છે ને ધ્યાન, એટલે જ મટે છે. દવા-બવા બધું નિમિત્ત છે. અજ્ઞાનીને ત્યાંથી ધ્યાન ખસે નહીં. પ્રશ્નકર્તા ઃ ઉપયોગ વપરાઈ જવાથી શું પરિણામ ? અને ઉપયોગ જળવાઈ રહેવાથી શું પરિણામ ? ૨૬૦ દાદાશ્રી : ઉપયોગ જ નથી ત્યાં પછી ધોવાવાનો ક્યાં સવાલ છે ? ઉપયોગ તો એ મશીનરી જે રિપેર કરનારા છેને, તેમને ઉપયોગ રહેવાનો પણ અહંકારી ઉપયોગ રહેવાનો. અને તારે આત્માને આવરણ લાવીને ઉપયોગ રહેવાનો. એનો અહંકાર ખપવાનો ને તારો આ આવરણ લાવીને અહંકાર ખપવાનો. ખપવાનો તો બેઉ સરખું જ છેને ! અધવચ્ચે અટવાય ઝાંખરામાં ! પ્રશ્નકર્તા : જીવનમાં જુદા જુદા પ્રસંગમાં ક્યાં ક્યાં ઉપયોગ તૂટવાના ભયસ્થાન છે ? એને ત્યાં કેમ અટકાવી શકાય એ તૂટવામાંથી ? કારણ કે ઉપયોગ સરકી જવાની ઘણી જગ્યાઓ છે. દાદાશ્રી : ના, આ છટકીય જતું નથી. છટકી જતું હોય તો તો લાય બળે તો પાછો આવે. અને પરઉપયોગય થઈ જતો નથી. સ્વઉપયોગના નજીકના ઝાંખરામાં બધે ફર્યા કરે છે. પરઉપયોગ તો તે મહીં બળતરા ઊભી કરે. એ થતો નથી. સ્વઉપયોગના ઝાંખરામાં જરાક મહીં પેસે એ પાછલી ડખલો બધી. આગલી-પાછલી ડખલ, એમાં ચીકાશ નરી. પરઉપયોગમાં હોય તો ધક્કો વાગે. સ્વઉપયોગમાં હોય નહીં ને પરઉપયોગમાં જાય નહીં એવું વચ્ચે પેલો ગૂંચાય.
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy