SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ ઉપયોગ ૨૫૧ ૨પર આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એનો જીવ ત્યાં છોકરામાં જ હોય. દાદાશ્રી : એવું જોઈએ ! અમે ક્ષણવાર આત્માને વીલો નથી મૂકવા દીધો. આ જ્ઞાન થતાં પહેલાં છેલ્લાં બે-પાંચ વર્ષમાં વીલો નથી મૂકવા દીધો, તેથી જ મેં છોકરીનો દાખલો આપ્યો કે વીલો મૂકે ? પૂછી જોજે કોઈ છોકરીને કે વીલો મૂકે છે ? નહીં તો તમે જાતે છોકરી હો તો કેવું મૂકો તે તપાસ કરો તો તમને ખબર પડશે કે વીલો ના મૂકે ! પ્રશ્નકર્તા: એ તો કોઈ પણ માતાની ચેષ્ટામાં જોઈએ તો તરત જ ખબર પડી જાય. દાદાશ્રી : માટે એવી રીતે આત્માને વીલો મૂકવાનો નથી. ત્યારે એમાં અઘરું શું છે ? પેલી આ કેટલાંય છોકરાં થાય છે, એને વીલા મૂકતી નથી તોય એનું ઇનામ મોટું મળતું નથી. તો આ તો મોટું ઇનામ મળવાનું. આ તો મોક્ષરૂપી ફળ મળવાનું. એટલે એક અવતાર આત્માને વીલો ના મૂકીએ. પ્રશ્નકર્તા : દાદાજી, આ જે મા છોકરાનું ધ્યાન રાખે છે તો એની સુરક્ષાનું ધ્યાન રાખે કે ક્યાંક વાગી ના જાય, ક્યાંક દાઝી ન જાય. ક્યાંક ખોટું કરી ન બેસે, તે આત્મામાં એવું શું ધ્યાન રાખવાનું આપણે ? દાદાશ્રી : એ આમ ના થાય, આમ ના થાય, એવી રીતે પણ છોકરાંનું ધ્યાન રાખે છેને, એવું આત્માનું ધ્યાન રાખવાનું. આત્માને દાઝી જવાનું તો છે જ નહીં. આત્માનું જ ધ્યાન એટલે આત્માની જાગૃતિ છે. એવી રહેવી જોઈએ, ચૂકવું ના જોઈએ કોઈ પણ પ્રયોગમાં. પ્રશ્નકર્તા : દાદા, પેલામાં તો માનાં લક્ષમાં હોય છે, છોકરાંની એક વસ્તુ જુદી પણ અહીંયા અમને બધાને એવું લક્ષમાં હોતું નથી, કે આત્મા ક્યાં ચૂકી જવાય છે ? આત્માનું ધ્યાન અમે ક્યાં નથી રાખતા ? ક્યાં સ્લીપ થઈએ છીએ ? તો એ કહો તો ખ્યાલમાં રહે. દાદાશ્રી : આ છોકરાંનું જેમ રાખીએ છીએને એવી રીતે આ રાખવાની જરૂર છે. વીલો ના મૂકવો જોઈએ અને શાથી એ થઈ જાય છે? એ તમને બીજાં લપકાં ખાવાની ટેવ પડેલી છે એટલે. આ જોઈએ ને તે જોઈએ ને બધી ભૌતિક ઇચ્છાઓ. ઇચ્છાઓ કશી હોવી જ ના જોઈએને ? આ બધી ઇચ્છાઓ બંધ થઈ ગઈ, જે આવે તે ખરું, એમ કરીને રહેવું. પ્રશ્નકર્તા : એટલે બીજામાં તન્મયાકાર થઈએ ત્યારે આત્મા વીલો મૂક્યો કહેવાય ? દાદાશ્રી : વીલો મૂક્યો જ ને, ત્યારે શું? પણ બીજી ઇચ્છાઓ એવું હોવું જ ના જોઈએને ! જે પ્રાપ્ત થાય એ ભોગવો. મારું કહેવાનું છે કે અહીં બેઠાં બેઠાં આઇસ્ક્રીમ ખાવને, હું ક્યાં ના પાડું છું ! પણ પાછું બીજી ને ત્રીજી માંગ માંગ કરે એ ખોટું ! પણ તારા હાથમાં આવેલું છોડે નહીંને પછી ! અને આત્મા લક્ષમાં રહેતો હોય તો બધી એવી દશ ડીશો ખાવને !! પણ આત્મા લક્ષમાં રહેતો નથી ને પછી ડિશો ખાવ એ કેમ પોસાય તે ? પ્રશ્નકર્તા : દાદા, આ કિંમત નહીં સમજાઈ હોય એટલે ધ્યાન નથી રહેતું ! અત્યારે ધ્યાન કેમ નથી રહેતું ? દાદાશ્રી : કિંમત સમજાઈ હોય તો પછી આપણે હીરો જ્યાં મૂક્યો હોય ત્યાંને ત્યાં ચિત્ત હોયને આપણું. એ અબજ રૂપિયાનો હીરો આમ આઘોપાછો થઈ ગયો હોય તોય પાછો જોવા આવે અને પાંચસો રૂપિયાનો હોય તો ! એવું કિંમત તમને સમજાઈ છે, પણ આ પહેલાંની આદતો જાય નહીં. પૌગલિક આદતો ખરીને ! ફાઈલને નહાવું-ધોવું પડે, કાં તો નોકરી ના કરવી પડે ? નોકરી કરતી વખતે ય આત્માને વીલો નહીં મૂકવાનો. પ્રશ્નકર્તા : એટલે ‘હું શુદ્ધાત્મા છું' લક્ષ રહેવું જોઈએ ? દાદાશ્રી : હા. એ ચૂકવું ના જોઈએ. આપણે આ જે નોકરી કરીએ છીએને, તો આપણે આત્મા જ છીએ એ ભાન ચૂકવું ના જોઈએ. વીલો. ના મૂકાય. પ્રશ્નકર્તા : એટલે દાદા પાસેથી આપણે જઈએ ત્યારે દાદાને છૂટા
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy