SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ ઉપયોગ ૨૨૩ ૨૨૪ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ખરો. આપણે ત્યારે ચંદુલાલને કહેવું કે બાબાને વારો, કષાય નહીં કરવાના. ઇમોશનલ નહીં થવાનું. વિશેષ ફોડ શુદ્ધ ઉપયોગતા ! પ્રશ્નકર્તા : અહીં આપના સાનિધ્યમાં બેઠા હોઈએ અને મનમાં શક્તિઓ માગીએ કે દાદા, મને પાંચ આજ્ઞા નિરંતર પળાય એવી શક્તિઓ આપો, એ શુદ્ધ ઉપયોગ ગણી શકાય ? દાદાશ્રી : શુદ્ધ ઉપયોગની નજીકનું કહેવાય. શુદ્ધ ઉપયોગનું ખરું સાધન એ કહેવાય. શુદ્ધ ઉપયોગ તો શુદ્ધ જ હોયને ! તું શું શક્તિઓ માગ્યા કરે ? શુદ્ધ ઉપયોગનું સાધન કહેવાય છે. આ સાધનથી શુદ્ધ ઉપયોગ ભણી જઈ શકાય આપણાથી. શુદ્ધ ઉપયોગ તો નીવળ શુદ્ધ જ હોય. કશું માંગણી કરવાની ના હોયને ! ત્યાગ કરવાનું, છોડવાનુંય ના હોય. કશું ડખો-ડખલ હોય જ નહીં, શુદ્ધ ઉપયોગ જ. આખા જગતને શુભાશુભ ઉપયોગ છે અને આ શુદ્ધ ઉપયોગ છે. પ્રશ્નકર્તા : દાદા, સ્વપરિણામ અને પરપરિણામ જુદાં પાડવાં એ ઉપયોગ કહેવાય, એક્ઝક્ટલી ? દાદાશ્રી : પોતાના હોમ ડિપાર્ટમેન્ટના દરવાજે ઊભા રહીને, બીજું બધું જે હોમ કે ફોરેનનું આવે તો, હોમનું આવે તો અંદર, ફોરેનનું આવે તો અંદર નહીં એવું રાખો. પ્રશ્નકર્તા : એટલે એ એક્કેક્ટ ઉપયોગ કહેવાય ? દાદાશ્રી : એ છેને, એ શરૂઆતનો એકઝેક્ટ ઉપયોગ, એ સ્થળ ઉપયોગ. પ્રશ્નકર્તા : એ પણ સ્થળમાં જ જાય ! દાદાશ્રી સૂક્ષ્મની તો એ તમને ખબરેય ના પડે. સૂક્ષ્મ તમને સમજાવું તોય ના સમજણ પડે. કારણ કે શબ્દથી પકડાય એવું નથી એટલે એ તમારી જાતને અનુભવ થાય ત્યારે ખરું એ સમજાય. બહુ આપણે તો જાણવાની જરૂરેય નથી. આપણે અહીં એ સ્થૂળ સુધી આવે તો ય બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : સ્થૂળનું પરિણામ પછી સૂક્ષ્મ તરફ જાય ? દાદાશ્રી : એ જ સૂક્ષ્મ તરફને ! અહીં જ ચોખ્ખું કરવાનું. આટલું ચોખ્ખું કર્યું તો સૂક્ષ્મ તો એની મેળે આવે, આપણે કરવા ના જવું પડે. એ તો એની મેળે આવે. આ આનું પારાયણ થયું નથી એટલે પેલું નથી આવતું. પ્રશ્નકર્તા : આ અભ્યાસથી આવી શકેને ઉપયોગ ? દાદાશ્રી : માણસને અભ્યાસ તો જોઈએને ? અભ્યાસ એટલે જાગૃતિની અંદર પોતે તૈયાર રહેવું. પ્રશ્નકર્તા : એ શું કહ્યું? દાદાશ્રી : જાગૃતિ એમ ને એમ વહી જાય. ખોટું થયું, ખોટું થઈ રહ્યું છે પણ કશો અભ્યાસ કરે નહીં. જાગૃતિ દેખાડ્યા જ કરેને, ખોટું થઈ રહ્યું છે. તારે જાગૃતિ દેખાડે કંઈ ? પ્રશ્નકર્તા : દેખાડે એવું બધું. દાદાશ્રી : આખો દહાડોય ? કેવડી ઊંચી થઈ જાગૃતિ ! દુનિયા ખોળે છે, પણ આ જાગૃતિ ના રહે. એ જાગૃતિ નિરંતર રહે એવી જાગૃતિ મેં તમને આપેલી છે. એ જાગૃતિનો ઉપયોગ કરવાનો છે. જરા પહેલાંની ટેવ પડેલીને, તે ત્યાં લીસી જગ્યાએ લપસવાની ટેવ પડેલી છે. પ્રશ્નકર્તા : ખરી વાત છે, હા. દાદાશ્રી : તે જરાક ત્યાં જાગૃતિ રાખી કે આ લીસી જગ્યા છે ને લપસી જવાય એવું જેવું છે અને છતાં ઉદયમાં આવ્યું છે, એટલે આપણે કહેવું કે ચંદુભાઈ તું લપસે છે ને ‘હું જોઉં છું'. વાંધો ખરો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : પણ આ તો લપસી જ જાય. એ પોતે હઉ ચંદુભાઈ જોડે લપસી જાય. એટલે ત્યાં ઉપયોગ રાખવાનો. જેમ કૂવા ઉપર ગયેલો. માણસ એની વાઈફને યાદ કરે, છોકરાંઓને યાદ કરે કે કૂવાને યાદ કરે ? કૂવા ઉપર બેસવાનું થાય તો ચેતેને ?
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy