SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ચંદુ’ શું કરે છે, ‘જોયા' કરો ! ૧૮૫ ૧૮૬ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) જોયા કરો, પૂરણતું ગલત ! જ્ઞાતા-દ્રષ્ટા આપણે થયા અને ચાલશે શી રીતે ? તો કહે છે, ‘વ્યવસ્થિત’ શક્તિ મહીં પ્રેરણા આપશે. તે આધારે ચંદુભાઈનું ચાલ્યા કરશે. ચંદુભાઈ ગાળાગાળી કરે, મારામારી કરે તો ય એ આપણે ‘જોયા’ કરવાનું. આટલું જ આપણું વિજ્ઞાન છે આ. પૂરણ કરેલું ને એ ગલન થાય છે. જે પૂરેલું તે ગલન તો થયા વગર રહે જ નહીં ને ! એનો વાંધો નહીં રાખવાનો, તમારે ‘જોયા’ કરવાનું. જેવું પૂરણ કર્યું હોય તેવા પ્રકારનું ગલન થશે. બહુ કડક કર્યું હોય તો કડક નીકળશે, ઠંડું કર્યું હશે તો ઠંડું નીકળશે. પણ એ ગલન તો થયે જ છૂટકો છેને, ટાંકીનો ભરેલો માલ હતો ! ભૂલ ના થાય આવી, નહીં તો બહુ ઊંચું આ જ્ઞાન છે, પછી બફાઈ જશે કેસ આખો. ક્રિયા જૂની આપણે આવી કરેલી હોય, તેનું ફળ આવ્યું. તે ‘જોયા’ કરવાનું. ફરી નવો વેપાર કરીએ ત્યારે વાંધો આવે ને ! કાણ અને વાજાં બેઉ સરખા ષેય ! અમે તો અમારી જાતને શું માનેલું, અમે જે છીએ એ છીએ, અંતઃકરણમાં બીજા કોઈનું સાંભળેલું જ નહીં. આમાંથી મન-બુદ્ધિ-ચિત્તઅહંકાર આ બધા બોલે, કોઈનું સાંભળેલું નહીં. ત્યારે સ્થિર રહેલાને ! આ તો કેટલા બધા બહુ સરસ બોલે, બેન્ડવાજાં વગાડે અને કેટલાંક તો કાણ કરવા આવે. અલ્યા, બેન્ડવાજા વગાડ્યા કરતા હતા, હવે કાણ કરવા આવ્યા છો ?! તમે કોણ, અલ્યા મૂઆ ?! એ બેન્ડના વાજાં મને ગમે તો કાણવાળાનું મને વાંધો આવેને ?! આ મારું અને આ પરભાયું, સ્વ-પરની ભેદરેખા દેખાડે છે, તે લાયક સમકિત કહેવાય. સમ્યક્ દર્શન બેઉ ભેદરેખા ના બતાવે. સમ્યક્ દર્શન એટલે શું કે આ હું છું એવું મને હવે ભાસે છે એમ. એટલે થોડી થોડી પ્રતીતિ બેસતી જાય. પછી ઊઠી જાય, થોડીવાર પછી ઊઠે-બેસે, પાછી ઊઠે-બેસે અને આ ક્ષાયક સમકિત કાયમ પ્રતીતિ રહે અને આ જ હું અને આ જુદું, આ હું અને આ જુદું. હવે જુદામાં બે પ્રકાર, ઘડીકમાં છે તે બેન્ડવાજાં લઈને આવે ને મોટા મોટા શણગાર કરીને આવે અને ઘડીકમાં કાણ કાઢવા તૈયાર થાય. તે પેલું બેન્ડવાજાં આવે ત્યારે ખુશ થઈ જઈએ અને પેલું કાણ કાઢવા આવે ત્યારે ડિપ્રેસ થઈ જઈએ. અને આ હવે ખુશ થવાનું ને ડિપ્રેસ થવાનું નહીં, એને ‘જોયા’ જ કરવાનું. એટલે આ વાજાં વાગે તેને ય ખાલી ‘જોવાનાં’ છે. પછી આ જો આમાં વાજાં વગાડ્યામાં એનો રસ ચાખીશું તો કાણ કાઢશે તેનો પાછો રસ ચાખવો પડશે. તે વખતે ગમશે નહીં. એના કરતાં કાણ કાઢે, તે રસ ના ચાખવો હોય તો પહેલાં ચાખશો જ નહીં, ‘જોવાનું’ છે. આ ચાખવા માટે નથી. ક્ષાયક દર્શન કોનું નામ ? પોતાનું એ પોતાનું અને પારકું એ પારકું. પારકું લેવા-દેવા નહીં, આપણે જે પોતાના ‘જાણીએ” એ તો શેય વસ્તુઓ છે, ‘જાણવાની’ જ જરૂર છે, ચાખવાની વસ્તુઓ હોય. બન્ને દેખાય ખરાં, વાજાંવાળો હોય તે ય ને કાણવાળું હોય તે ય, દેખાય ખરું ને ? કારણ કે એક જ પ્રકારનું ના હોય પુદ્ગલ. પુદ્ગલ હંમેશાં વિરોધાભાસ અને જાતજાતનું હોય. જોવા-જાણવાથી થાય નિર્જરા પૂર્ણ ! એ તમને ખબર પડે કે આમ થાય છે, તેમ થાય છે. એટલું તો ખબર પડે અને પેલું ખબર ના પડે, બેભાનપણું છે. પ્રશ્નકર્તા : પણ એ જે ખબર પડે, તે આપણે ‘જોયા’ કરીએ છીએ કે આ ચંદુભાઈને થઈ રહ્યું છે. દાદાશ્રી : એને ‘જોયા’ કરવાનું. આપણને ખબર પડવી જોઈએ કે ભઈ, આ શું થઈ રહ્યું છે ? બસ. પ્રશ્નકર્તા : પણ એ પરિણામ એ આવ્યું છે અત્યારે, એ કંઈક આગલા ભવની ભૂલનું પરિણામ છે ને ? દાદાશ્રી : એ હિસાબ તો આપણા કરેલા, આગલા ભવના. આગલા કર્મના ફળ છે આ. આગલા ભવનાં કર્મ તો યોજના રૂપે હોય છે અને પછી અહીંયાં રૂપકમાં આવ્યાં હોય, તેનું આ ફળ છે.
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy