SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ અને આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. એ આપણા મહાત્માઓને બહુ અનુભવ થાય છે. સ૨કમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય તો કામ થાય ને કામ ના થતા હોય તો ય એ સમજે કે હવે એવિડન્સ ભેગા થતા નથી. ૧૨૩ જંક્શનની જાળવણી ! ધંધાની બાબતમાં સિન્સિયર રહેવાનું, પણ થશે હવે, હવે તો ‘વ્યવસ્થિત’ છે ને બધું મોડું થશે તો કશો વાંધો નહીં.' એવું ના હોવું જોઈએ ‘વ્યવસ્થિત’ છે, મોડું થશે, શું વાંધો છે ? આ શબ્દો ના હોવા જોઈએ. ત્યાં ય સિન્સિયારિટી જોઈએ. તમારે ધંધા પર જવાનુ મોડું થઈ જશે. આ સત્સંગની વાતોનો કંઈ પાર આવવાનો નથી. કામ પહેલું કરવું. પ્રશ્નકર્તા : પહેલાનો મેં વધુ મહેનતવાળો ધંધો માથે લીધો છે તેનો નિકાલ કરવો પડે ને ! દાદાશ્રી: ધંધામાં ધ્યાન આપવું એ આપણો હેતુ હોવો જોઈએ અને જંકશન ઉપર આપણી ગાડીના આધારે બીજી ગાડીઓ લેટ ના થાય એ જોવું જોઈએ. જંકશન પર આપણી જવાબદારી છે ! પ્રશ્નકર્તા : બીજાને અગવડ ના પડે એ જોવું પડે. દાદાશ્રી : ના, જવાબદારી એક જંકશનની આપણે કહ્યું હોય કે, ‘ભઈ, તમે ત્યાં આવજો ને હું પણ સાડા આઠ વાગે ત્યાં આવીશ.’ ત્યાં બધી ગાડીઓ ભેગી થવાની હોય ત્યાં આપણે લેટ થઈએ કે ના જઈએ, એ જવાબદારી આપણા પર આવે. બાકી બીજું કંઈ નહીં. જંકશન ના હોય તો બીજા સ્ટેશને તમે મોડા જાવ તો તેનો વાંધો નહીં. જંકશન એકલું જ સાચવજો. હું તો પહેલેથી જંકશન સાચવી લઉં. હું આળસુ સ્વભાવનો તો ખરો જ. પણ જંકશન હોય ત્યાં નહીં. બીજી ગાડીઓ લેટ થાય મારે લીધે તો બધા ય ફજેત કરે પછી ! દરેક ગાડીવાળા કહે કે ‘આ ગાડી વડોદરાથી ના આવી, તેથી આ બધાનું બગડી ગયું !' આપણે આપણા આપ્તવાણી-૧૧ ૧૨૪ પોતાના માટે ફજેત થઈશું. તેનો વાંધો નહીં. પણ જંકશનનું ના જાળવવું પડે ? અને આ જાળવવા જતાં આ દાદાએ આપેલો આત્મા જતો રહેતો નથી. આત્મા દરેકમાં હાજર જ હોય છે. એટલે તમારે વાંધો નહીં. ત્યાં ધંધા ઉપર જવું. તમને મોડું થઈ જશે, આ દાદાની જોડે બેસવું ને, તે એવી લાલચ પેસી જાય છે. તે ઊઠવાનું મન ના થાય. અને બીજી ગાડીઓ ઊપડી જાય. નક્કી કરીને આવ્યો હોય. કોમ્પ્રેશર લેનાર ચાર માણસ હોય, તેને કહેશે કે, ‘આટલા વાગે ઓફિસે આવજે, ત્યાં હું આવીશ.’ તે તમે મોડા જાવ તો પેલો ઊઠીને જતો રહે બિચારો. માટે તમે તમારે ધંધે જાવ. આ તો બધી વાતો છે. પ્રશ્નકર્તા : આ વાતો કરવાથી અમારા લાભનું થાય. દાદાશ્રી : એટલે તમારે ત્યાં ધંધા પર જવું. હું દરેક કાર્ય કરું છું. અરે ! સવારના સાડા છથી શરુ કરું છું. હું આળસ નથી કરતો, કારણ કે હું કહુ કે “મારી તબિયત નરમ છે’. એટલે કેટલી બધી ગાડીઓને પાછું જવુ પડે ? ‘હવે લૈડિયા થઈ ગયા, તે હવે બળ્યું આપણે અહીંયા આગળ બહું આવીએ નહીં તો ચાલે !' એવું કહેશે. એ એમનું હિત બગાડે. સહજ પ્રયત્નો તો કરવાના ! અમે શું કહીએ છીએ, આપણી પુણ્યનું ખાવ ! પુણ્ય કોનું નામ ઘેર સવારનાં સાડા પાંચ વાગે ઊઠાડે કે છે ‘ભઈ, અમારે બંગલો બંધાવવો છે. કન્ટ્રાક્ટ તમને આપવો છે.’ જો ધણી દોડધામ ના કરતો હોય તો વ્યવસ્થિત ધણીને ઊઠાડવા આવે અને ધણી જો દોડધામ કરતો હોય બંગલા હારું તો વ્યવસ્થિત કહેશે, જરા થાય છે હવે ! વ્યવસ્થિતની બહાર કશું થાય એવું નથી, આપણે વ્યવસ્થિતનો અર્થ એવો ના કરવો જોઈએ. વ્યવસ્થિત કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ. પ્રયત્નો તે વ્યવસ્થિત કરાવે એટલો જ. પણ આપણી શું
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy