SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ ૨૦૯ જ્યારે ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી ડખલ રહી. કારણ કે એ ક્રમિક એ શુદ્ધ સમકિત નથી. એમાં હજુ આત્મા કેવો હશે ? એવો એનો મોહ છે એ જાણવાનો. સંપૂર્ણ મોહ પૂરો થાય, આ તો સંપૂર્ણ મોહ પૂરો થયો. પછી શુદ્ધાત્મા બનાવ્યો છે તમને. હવે શુદ્ધાત્મા કેમ કહેવાની જરૂર પડી ? જ્ઞાન આપતી વખતે શુદ્ધાત્મા કેમ આપીએ છીએ ? પ્રશ્નકર્તા : એટલે શુદ્ધપણું પોતાનું છે એવું ટકી રહે એટલા માટે છે ને ? દાદાશ્રી : શુદ્ધ થઈ ગયેલો છે હવે. હવે કોઈ જાતનો આત્મા સંબંધી વિચાર કરીશ નહીં અને મારી આજ્ઞામાં રહે હવે. રહેવાય કે ના રહેવાય ? પ્રશ્નકર્તા : રહેવાય. દાદાશ્રી : ત્યારે કહે છે ‘ચંદુભાઈના(પોતાનું જ નામ) (ફાઈલ નંબર ૧) હાથે ગમ્મે તેવું ભયંકર કાર્ય થઈ જાય, ખૂન થઈ જાય તો ?” ત્યારે કહે ‘તો ય તું પોતે શુદ્ધ છું. તારું શુદ્ધપણું ચૂકાવું ના જોઈએ’. ચૂકયો કે બગડ્યું ? પ્રશ્નકર્તા : ત્યાં શુદ્ધપણું જાગ્રત કેવી રીતે રાખવું ? દાદાશ્રી : શુદ્ધ જ છું, તું પોતે શુદ્ધ છું, આ તો જે બની ગયું એ ગયું, અને એ વ્યવસ્થિતને તાબે હતું તે. પણ તે ઘડીએ શુદ્ધપણું રહે નહીં ને શંકા પડે. એટલે આપણે શુદ્ધાત્મા આપેલો કે ગમે તેવી સ્થિતિમાં તું શુદ્ધ જ છું, એવું આ માનજે. એટલે બધું સમજી કરીને શુદ્ધાત્મા થયેલો છું તું. એમ ગપ્પુ નથી માર્યું આ. પ્રશ્નકર્તા : ના, ગપ્પુ નથી. આમ એક્ઝેક્ટનેસ છે આમાં તો. આમાં તો આટલાં બધાં તાળા મળી શકે એવું છે, બધી રીતે તાળા આપેલા છે આપે. હવે આ જે જ્ઞાન આપ્યું, હું શુદ્ધ જ છું. હવે એથી આગળનું સ્ટેપ પેલું એને વર્તે જ એવું... આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હવે આજ્ઞામાં રહેવાનું, બીજું કશું નહીં. અમે શું કહીએ છીએ, તું શુદ્ધ જ છું, એ રાઈટ બિલિફ અને હવે આજ્ઞામાં રહે એ બીજું. બસ, એનું ફળ એની મેળે આવશે. ૨૧૦ પ્રશ્નકર્તા : એટલે જે પેલું વર્ત્યા કરે, એ દશા જ વર્તે, એ... દાદાશ્રી : વર્ત્યા કરે એ જરૂર જ નહીં, આપણે તો આજ્ઞામાં રહે, એટલે વર્તવું જ જોઈએ. લોકો કહે છે, મને વર્તાતું કરતું નથી, તો શું કરવું ? પ્રશ્નકર્તા : હા, એવું જ થઈ જાય. દાદાશ્રી : તું હવે પુરુષ થયો છું, માટે પુરુષાર્થ જોઈએ. આજ્ઞા એ પુરુષાર્થ ! એ છે કેવળ દર્શત ! આ તો શું કહેવા માંગે છે, જાણો : ‘આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે, તે જગતને પોષાય યા ન પણ પોષાય, છતાં હું કંઈ જ કરતો નથી, એવો નિરંતર ખ્યાલ રહેવો તે કેવળદર્શન છે.' આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે, ખરું-ખોટું, ગમે તે કરવામાં આવે, તે જગતને પોષાય એટલે આ ચાલીના આ બાજુના કહેશે, ‘ના નથી પોષાતું' અને આ બાજુવાળાને આપણું પોષાય, તે એનો વાંધો નહીં આપણને. જગતને પોષાય યા ન પણ પોષાય, છતાં ‘હું કંઈ જ કરતો નથી’, એવો ખ્યાલ રહેવો, નિરંતર ખ્યાલ રહેવો એ જ કેવળ દર્શન છે. છૂટો રહે તો પંદર ભવે મોક્ષ ! કંઈ પણ કરે ત્યાં સમતિ પ્રાપ્ત ના થાય. જ્ઞાતા-દ્રષ્ટા થયો કે સમકિત થઈ ગયું. શું શું થઈ રહ્યું છે એનો જ્ઞાતા-દ્રષ્ટા થયો, કર્તાપણું છૂટવું ને જ્ઞાતા-દ્રષ્ટા થયો એટલે થઈ ગયું. મહીં છૂટેલું ને છૂટેલું જ રહેવું જોઈએ. ફરી પાછો લબદાવો ના જોઈએ. છૂટેલો રહે એટલે પંદર ભવે
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy