SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ આપ્તવાણી-૧૧ નિયતિ દ્રશ્ય છે. તિયતિ છે નિશ્ચિત, પણ તેથી બધાં માટે ! ૨૮૦ આપ્તવાણી-૧૧ કોઈની જોડે આ સરખામણી કરવા જેવી વસ્તુ જ ન હોય. આ સીમીલિમાં લેવા જેવી વસ્તુ જ ન હોય. સહુ સહુની ભાષામાં બોલે. સમજણ ના પડે એટલે બધું બેસાડી દે છે કે આના જેવું છે, આના જેવું છે. આ પુસ્તકમાં આવ્યું તેના જેવું છે. હોય નહીં આ તો, આ તો અપૂર્વ વાણી. પૂર્વે પરંપરામાં આવી ના હોય એવી આ વાણી ! જગતમાં કોઈ જગ્યાએ હોય જ નહીં. એક અક્ષરે ય ના હોય આમાંનો. વન પર્સેન્ટ ના હોય ! અહંકારીઓથી ન બોલાય નિયતિ ! નિયતિ હોયને તો પછી બંધ આંખે ગાડીઓ ચલાવામાં વાંધો નથી. અને વ્યવસ્થિત શું કહે છે ઉઘાડી આંખે ગાડીઓ ચલાવો અને સાવધાનીપૂર્વક ગાડી ચલાવો અને પછી એક્સિડન્ટ થયો તે વ્યવસ્થિત. અને નિયતિવાળો શું કહે છે, નિયતિ જ છે બધું. એટલે બધાં નિયતિવાળાને હું કહું છું કે બંધ આંખે ચલાવોને ભઈ ! પ્રશ્નકર્તા : આ નિયતિ છે તે એમ જ કહે કે આમ બનવાનું જ, એમાં તમારે કંઈ ચિંતા કરવાની છે જ નહીં. તમારે કશું કરવાનું નથી. અને દાદા જેને વ્યવસ્થિત કહે છે, એટલે આમ સરખાપણું લાગે. દાદાશ્રી : ના, નિયતિ એટલે શું, નિયત જ થઈ ગયેલું છે આ, એવું કહેવા માંગે છે. એમાં કંઈ ફેરફાર નથી થાય એવો તો પછી પુસ્તકોની શું જરૂર, જ્ઞાનીની શી જરૂર, દેરાસરની શી જરૂર ? એટલે વ્યવસ્થિત તો શું કહે છે કે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સીસ ભેગા થયા. ત્યાં જે અથડાયું તે ઘડીએ શું ભેગું થયું ? તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સીસ છે. તે કોઈનો દોષ નથી, આ વ્યવસ્થિત છે. કોઈનો દોષ જોઈશ નહીં. નહીં તો વેર વધ્યા કરશે અને તું સંસારમાંથી બહાર નીકળીશ નહીં. પ્રશ્નકર્તા : પણ નિયત એટલે ડિસાઈડેડ ને ! નિયત એટલે શું ? પ્રિડિટરમિન્ટ ? ડિસાઈડડ ઈન એડવાન્સ ? દાદાશ્રી : નિયત થયેલું. ડિસાઈડેડ ! નિયતિ એટલે એની મેળે થયા કરશે, કશું પછી કરવાનું નહીં. આ ટેબલ પર જમવા જઈશ નહીં, કશું કરવાનું નથી. આ તો આપણે કહીએ ને કે ટેબલ ઉપર જમવા ના જઈશ. ત્યારે એ તો ત્યાં જાય છે. એને કહીએ પાણી ના પીશ, ત્યારે ઝટ ત્યાં જઈને પી આવે છે. ત્યારે અલ્યા, આ ઓફીસમાં જવાનું કે નહીં જવાનું ? તીર્થકરોએ સમજણપૂર્વક કહેલું છે, કે અહંકાર છે, ત્યાં સુધી અમારે નિયતિ કહેવાય નહીં. અહંકારથી ત્રણ વસ્તુ રહ્યા કરે છે, સ્વભાવ, પુરુષાર્થ અને પ્રારબ્ધ. નિયતિ ચોથું અને પાંચમું કાળ તો આમ છે તો આ સ્વભાવ, પ્રારબ્ધ ને પુરુષાર્થ ને એ છે તો તેથી કાળ મુકેલો. નહીં તો નિયતિ તો એની મેળે ચાલ્યા જ કરે. પછી રહ્યું જ નહીં ને ! પ્રશ્નકર્તા : ના, પણ એ તો એવી રીતે તો નિયતિ કામ કરે, એવી તો વાત જ નથી. કારણ કે બધુ અંદર ભેગું થાય છે. સ્વભાવ પણ આવેલો હોય છે. એનું પ્રારબ્ધ પણ આવેલું હોય છે. પુરુષાર્થ પણ આવેલો હોય છે. એ પણ બધું ય એક બીજાના આધારે કાર્ય થાય છે, જેમ આપે કીધું છે ને વ્યવસ્થિત છે બધું ! દાદાશ્રી : ના, પણ વ્યવસ્થિત તો આપણે જેને જ્ઞાન મળ્યું છે ને એ કહી શકાય. જેને દ્રષ્ટિ સમ્યક થયેલી હોય તેને કહેવાય જેની મિથ્યા દ્રષ્ટિ હોય તેને કેમ કહેવાય ? એનો ભરોસો શું મિથ્યાદ્રષ્ટિનો ? પ્રશ્નકર્તા: પણ એ કરી શકે કંઈ ? કરવાની તાકાત ખરી એનામાં ? કંઈ પણ કરવું હોય કોઈને, આપે જ્ઞાન ન આપેલું હોય તો ? દાદાશ્રી : મહાવીર ભગવાને કહ્યું કે મિથ્યાદ્રષ્ટિ શું ના કરે, કહે
SR No.008834
Book TitleAptavani 11 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1996
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy