SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : જેનામાં ઉપયોગ મૂકે એ બધાને જાણેને ? દાદાશ્રી : એમણે વસ્તુ જોઈ કે બધા પર્યાય કહી આપે, હવે પહેલા કેવા પર્યાય હતા ને હવે પછી ! ઉપયોગ જ હોય, કેવળજ્ઞાન એટલે શુદ્ધ ઉપયોગ, કમ્પ્લીટ શુદ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા : પણ એ તો બીજા ઉપર તો ઉપયોગ ના હોય ને ? પોતાના સ્વભાવમાં હોય. દાદાશ્રી : એ જ સ્વભાવ ! પ્રશ્નકર્તા : પણ એ બધાના પર્યાય પ્રતિબિંબ થાય ? દાદાશ્રી : પણ એ જ કેવળજ્ઞાન સ્વભાવ, સર્વ પર્યાયને જાણવા એનું નામ શુદ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા ઃ એ ખરું બરાબર, પણ કોના જાણે, ક્યા વખતે ! દાદાશ્રી : એ જાણવાનો પ્રયત્ન ના હોય એટલે એ જાણે ફક્ત. સહજસ્વભાવે બધાં પર્યાય આમ હતા એવું જાણે ને આમ થશે એવું જાણે પછી બીજો એનો અર્થ કરવા જઈએ, તો બધો ઊંધો થઈ જાય. દેખાય બધું જ કેવળજ્ઞાત આધારે ! પ્રશ્નકર્તા ઃ તીર્થંકરો ભાખે છે કે અમુક વ્યક્તિ આટલા ભવો પછી આ જન્મમાં આવો થશે તો એ ક્યાં આધારે ભાખે છે ? દાદાશ્રી : સમક્તિનો સિક્કો વાગ્યા પછીની વાત છે. સમકિતનો સિક્કો ના વાગે ત્યાં સુધી કશું વળે નહીં. સમકિતનો સિક્કો વાગ્યો હોય તેનું ડિસાઈડેડ થઈ જાય પછી. થોડું સમજાય છે ? તીર્થંકરો એ કેવળજ્ઞાનના આધારે કહે છે અને તે કેવળજ્ઞાની એકલા જ કહી શકે. બીજા કોઈ કહી શકે નહીં. અને તે સમ્યક્દર્શન ઉપરનાનું જાણી શકે. બીજાનું ના જાણી શકે. બીજું તો અંધારું જ છેને, અહંકારનું અંધારું છે. પ્રકાશને જ જોઈ શકે, અંધારાને જોવાનું રહ્યું જ નહીં ને ! આપ્તવાણી-૧૧ ૨૫૩ સમ્યક્દર્શનવાળાનું તો અમુક અમુક આવું થઈ જાય એ વાત બધી કહી આપે કે અમુક અવતાર આ થશે. આટલા અવતાર થશેને આટલા અવતાર પછી મોક્ષે જશે. એ બધું કહે. પણ પેલા અજ્ઞાનીનું ના કહેવાય. છતાં પણ જગત નિયમથી વ્યવસ્થિત રૂપે છે એટલે એવું કહી શકે આમ હતું અને આમ થશે. પ્રશ્નકર્તા : એ અજ્ઞાનીનું પણ કહી શકે. દાદાશ્રી : હા, આમ હતું ને આમ થશે, એવું અજ્ઞાનીનું પણ જાણીને કહી શકે અને પરદેશનો જીવ હોય તો ના કહે, ફોરેનનો હોય તો, કારણ કે એને તો પુનર્જન્મ ખ્યાલમાં નથી આવ્યો એટલે તો એને અભવ્ય કહ્યા. પ્રશ્નકર્તા : અભવ્ય જીવનું કંઈ નક્કી ન હોય ? દાદાશ્રી : એ ય ડેવલપ થવાના ધીમે ધીમે, બધું ડેવલપ જ થઈ રહ્યું છે. આ જગત જ આખું ડેવલપ થયા કરે છે અને આગળ વહ્યા કરે છે. નવા જીવ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવ્યા કરે છે અને વ્યવહારથી આગળ નીકળ્યા કરે છે એવું પ્રવાહ રૂપે ચાલ્યા જ કરે છે. પ્રશ્નકર્તા : પણ એ પ્રવાહ કેવળજ્ઞાનીને તો દેખાય ને ? દાદાશ્રી : હા, પણ એ પ્રવાહને જાણે. દેખાય નહીં, પણ જાણે અને આ સમ્યક્દર્શનથી આગળના ભાગનું દેખાય. પ્રશ્નકર્તા : આ દેખાય અને પેલું જાણે ? દાદાશ્રી : પેલું જાણે એ દેખાય નહીં. અને આ દેખાય. પ્રશ્નકર્તા : કારણ કે આને લાઈટ થઈ ગયું છે. દાદાશ્રી : હા, સમ્યક્દર્શનવાળાને લાઈટ થઈ ગયું છે એટલે આગળ એનો હિસાબ ચોક્કસ થઈ ગયો. આટલો જ હિસાબ થશે. એ દ્રવ્યનો હિસાબ ચોક્કસ થઈ ગયો.
SR No.008834
Book TitleAptavani 11 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1996
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy