SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ આપ્તવાણી-૧૧ ચેતન કહે છે. એ લોકોને સમજણ પડતી નથી. એટલે આને જ ચેતન કહે છે. પણ જ્ઞાનીઓ, તીર્થંકરો આને નિશ્ચેતન ચેતન કહેતા ગયા છે. આ મિશ્ર ચેતન લોકોને સમજણ ના પડે એટલે નિશ્ચેતન ચેતન કહ્યું, એ ખરેખર ચેતન નથી આ. પ્રશ્નકર્તા : તો વ્યવસ્થિત શક્તિ જડ પણ કેવી રીતે કહી શકાય ? દાદાશ્રી : એ તો કોમ્પ્યુટર જેવું છે. આપણે જડ જો કહીએને તો લોકો સમજે નહીં. એટલે કોમ્પ્યુટર જેવું કહેવું પડે. સ્વયં સંચાલિત. પ્રશ્નકર્તા : સમજવાનો સવાલ નથી, હકીકતમાં શું છે ? દાદાશ્રી : હકીકતમાં બીજું કશું નથી. આખું કોમ્પ્યુટર જ છે. એમાં ચેતન નથી. જો જડ હોય તો સંચાલિત ના હોય. સ્વયં સંચાલિત છે છતાં ચેતન નથી. છતાં જડ કહેવાય નહીં. એવું છે આ બધું. પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ એટલે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' કહ્યું છે. દાદાશ્રી : એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, વ્યવસ્થિત શક્તિ, એ છે તે દેખાવ કરે છે. આપણને ઓળખવી હોય તો શી રીતે ઓળખીએ. ત્યારે કહે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થવા માંડ્યા એટલે હવે કોનું કામ ? ત્યારે કહે વ્યવસ્થિત શક્તિનું. એ વ્યવસ્થિત કરી આપે. પ્રશ્નકર્તા : આપને પ્રશ્ન પૂછ્યો હતો પહેલાં કે વ્યવસ્થિત શક્તિ એ અચેતન-ચેતન છે ? તો આપે યું, ‘હા’ પણ....... દાદાશ્રી : એ તો સહુ સહુની ભાષાના, દરેક માણસના હિસાબે બોલાયું હોય. તેને કશું લેવા દેવા નથી. પ્રશ્નકર્તા : પણ એ જરા એમાં સિદ્ધાંતમાં લોચા પડી જાય ને ? દાદાશ્રી : ના, સિદ્ધાંતમાં ના ગણાય. ગણાય નહીં ને ! એ તો હજુ ય કહેવાય એવું. કો'કને સમજાવવા માટે એના મનને ફીટ થવા માટે આપ્તવાણી-૧૧ કહેવું પડે. અચેતન ચેતન કહો, એનું નામ જ જડ કહેવાય. એટલે એને સામાને ફીટ થવા માટે બોલીએ. તેથી કરીને એને એવું ના બોલાય. બધાને સહુ સહુની ભાષામાં બેસી જાય. પ્રશ્નકર્તા : પણ ઊંધું બેસી જાય તો ? દાદાશ્રી : ઊંધું બેસે જ નહીં. સહુ સહુની ભાષામાં બેસે. સમજી જાય એ. કોઈ આને ચેતન સમજે નહીં. ઊંધું ક્યારે બેઠું કહેવાય ? ચેતન સમજી જાય તો ? ૨૦૧ પ્રશ્નકર્તા : તો વ્યવસ્થિત શક્તિ એ નિશ્ચેતન ચેતન છે ? દાદાશ્રી : ના. એવું નહીં, કોઈને નિશ્ચેતન ચેતન કહીએ, આ આમને કહ્યું, એવી રીતે કોમ્પ્યુટર કહીએ. પ્રશ્નકર્તા : હકીકત શું છે ? દાદાશ્રી : એ જ હકીકત, તમને તમારી ભાષામાં સમજાય એ હકીકત. અમે જોયેલું છે. વર્ણન થાય નહીં. એનું શબ્દમાં વર્ણન થાય નહીં. એનું શબ્દમાં ના હોય વર્ણન. સાકર ગળી છે એમ કહે, તો ગળી એટલે શું ? એમ પૂછે તો શું કહેવું આપણે ? એના જેવી બીજી ચીજ વસ્તુ ના હોય તો શું કહેવું ? તે એવી રીતે જ કહીએ, નહીં તો તો પછી, એક વાત પેલાને માન્યામાં ના આવેને, સમજણ ના પડે ને એને. એને સમજણ પડે તે ભાષામાં કહેવું પડે. થોડું થોડું રૂપિયે બે આની સમજાયું આપને ? શુદ્ધાત્મા, કંઈ ખરેખર શુદ્ધાત્મા છે ? તમારી ભાષામાં તમને સમજાવવા. તમે તમારી ભાષામાં સમજી ગયા. ખરેખર તો વસ્તુ જુદી જ છે, પણ એ મોઢે બોલી શકાય એવું નથી, શબ્દથી. પ્રશ્નકર્તા : આ વ્યવસ્થિતનું ય એવું જ છે દાદા. દાદાશ્રી : એવું છે, એટલે દરેકને એની ભાષામાં સમજાય છે. પેલો ઈનડાયરેક્ટ પ્રકાશ, શી રીતે મેળ પડે ? એટલે આ સહુ સહુની ભાષામાં
SR No.008834
Book TitleAptavani 11 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1996
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy