SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર દાદાશ્રી : આ દેહ હશે ત્યાં સુધી ચાલ્યા કરશે. અગર દેહ પહેલાં, એ ટેપરેકર્ડ ખલાસ થઈ જાય, એટલે મૌન થઈ જાય. પણ આ ડિસ્ચાર્જ છે, એક્ઝોસ્ટ થઈ રહેલું છે. વાણી એક્ઝોસ્ટ થઈ રહેલી છે. અને આ ભવમાં જ્યાં સુધી ‘હું બોલું છું’ એમ કહો છો ત્યાં સુધી પેલું ડિસ્ચાર્જ થાય છે અને નવું ચાર્જ થાય છે. બે બેટરીઓ ચાલ્યા જ કરે છે. પ્રશ્નકર્તા ઃ એનો અર્થ એવો કે આપણે આ જે બોલીએ છીએ તે અહંકાર ઓછો થઈ જાય, ધીમે ધીમે ‘હું બોલું છું' એવું ઓછું થતું જાય, તો પછી એ ટેપ છે તો ચાર્જ ના થાય. ૫૦૫ અહંકાર જીવતો રહેને ! જાય. દાદાશ્રી : આ ‘હું બોલું’ એવું ઓછું થતું જાય, તોય પણ પ્રશ્નકર્તા : અહંકાર ઓછો થઈ જાય તો ? દાદાશ્રી : એ તો બોલવામાં ઓછો થઈ જાય, બીજામાં વધી પ્રશ્નકર્તા : અહંકાર ઓછો થાય જ નહીં ? દાદાશ્રી : ના, અહંકાર ઓછો ના થાય. અહંકાર જ્ઞાની એકલા જ ઓછો કરી આપે. ઊડાડી મેલે હપૂચો, ઓછો કર્યો ન પાલવે. બિલકુલ ફ્રેક્ચર કરી નાખે. વાણી, અહંકાર કાર્ય-કારણ રૂપે ! આપણે કોઇને કહીએ કે ભઈ, ઘડીવાર એક અરધો કલાક એમ ને એમ બેસી રહેજો, કશું બોલશો-કરશો નહીં. તોય બોલ્યા વગર રહે નહીંને ! કારણ કે અહંકાર છે, એટલે બોલ્યા વગર રહે નહીં. પ્રશ્નકર્તા : વાણી એ ખુલ્લો અહંકાર છે, એ જરા સમજવું છે. દાદાશ્રી : વાણી બંધ થઈ જાય તો ખલાસ થઈ ગયું, મોક્ષે જાય. વાણીથી જ બધો અહંકાર ઊભો થયો છે. આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : વાણીથી અહંકાર ઊભો થયો છે કે અહંકારથી વાણી નીકળે છે ? ૫૦૬ દાદાશ્રી : મૂળ શરૂઆત વાણીથી અહંકાર ઊભો થયો છે. પછી એ અહંકાર પાછો વાણીથી બહાર નીકળે છે. કાર્ય-કારણ હોય પાછું એનું ! એને વાણી બંધ થાય એટલે અહંકાર બંધ થઈ જાય, એ એનો તાળો ! પ્રશ્નકર્તા : એટલે વાણી બંધ થાય એટલે અહંકાર બંધ થઈ ગયો પણ અહંકાર પહેલાં ખલાસ થયા પછી એનું પરિણામ વાણી ખલાસ થાય છે ? દાદાશ્રી : ના, વાણી નીકળવાથી અહંકાર શરૂ થાય છે અને વાણી નીકળવાની બંધ થઈ કે અહંકાર બંધ થયો. પ્રશ્નકર્તા : એટલે વાણી નીકળે છે એ બધો અહંકાર નીકળે છે, એવું કહો છો ? દાદાશ્રી : એટલે પછી જ્ઞાનીને એમ કહેવું પડે કે આ ટેપરકર્ડ. હવે મારી ઇચ્છા નથી છતાં નીકળે છે. પ્રશ્નકર્તા : એમાં અહંકાર ના હોય ? વાણી માત્ર અહંકારનું સ્વરૂપ જ કીધુંને ? તો તીર્થંકરોની વાણી કેવી કહેવાય ? દાદાશ્રી : એ દેશના, એટલે આજે અહંકાર નથી એમ. પ્રશ્નકર્તા : આજે નથી માટે દેશના ? દાદાશ્રી : આજનો અહંકાર નથી, આ પહેલાંનો કરેલો છે. પ્રશ્નકર્તા : આપણા જ્ઞાનનું પરિણામ મૌનપણું આવે ? દાદાશ્રી : પછી મૌન જ હોય એને. ભગવાનેય કહે, ‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.' એટલે અંદરથી બોલવાનું બંધ થયું ને બહારથી રહ્યું. પ્રશ્નકર્તા : બહારથી બોલવાનું ખબર પડે એવું છે પણ અંદરથી બોલવાનું કેવું હોય ?
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy