SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર ૪૯૧ ૪૯૨ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : હું એની પાસે જતોય નથી. મારે એની પાસે જવાની જરૂર નથી પણ આ ફાઈલ રૂટીનમાં આવે છે. દાદાશ્રી : એનો વાંધો નથી. પ્રશ્નકર્તા : પણ એ અહંકારી ઓફિસર હોય તો મને કંઈ કરી ન શકે ? દાદાશ્રી : એને સંડાસ જવાની શક્તિ નથી તો તમને શું કરે ? તમારું ક્યારે કરે કે તમે કહો કે એવા ઓફિસરને હું જોઈ લઈશ. પ્રશ્નકર્તા : એવું તો કોઈ કરે નહીં. દાદાશ્રી : હા, તમે સહજ છો, નમ્ર છો, તો તમને કંઈ ન થાય. તમે કંઈ ગોદા મારતા નથી, ત્યાં વ્યવસ્થિતમાં કોઈ ફેરફાર ના થાય. એની શક્તિ જ નથી બિચારાની ! પ્રશ્નકર્તા : હવે એક તરફથી એની સંડાસ જવાની શક્તિ નથી કહો છો અને બીજી તરફથી કહો છો એને અહંકાર છે. દાદાશ્રી : એ તો ગોદો મારીએ તો, એ સામો ગોદો મારવાની એ એની શક્તિ છે. એટલે કોઈ શબ્દને આપણે ઉછાળવા ના જોઈએ. અમે પહેલાં એટલું બધું અપમાન કરતા, અહંકારને લઈને કે દુનિયામાં કોઈ કશું કરી શકે એમ નથી. કોની તાકાત છે, એવું બધું બોલતા. તે એવું બોલતા હવે બંધ થઈ ગયા ! એવું બોલવામાં શું થાય ? કોઈ દેવના મનમાં ખટકે, કે હૈ, તાકાતની વાતો કરે છે, હવે હું જોઈ લઉં, કહેશે ! એ સામાને છંછેડ્યો કહેવાય. એ બોલાય નહીં. પ્રશ્નકર્તા ઃ એટલે જ્યાં સુધી આપણે છંછેડીએ નહીં ત્યાં સુધી આપણા વ્યવસ્થિતમાં કંઈ ડખોડખલ ના થાય ? દાદાશ્રી : ના, કોઈના અહંકારને આપણે કશું પણ ન કરીએ તો કોઈ કશું કરે નહીં. કોઈના અહંકાર જોડે આપણે શું લેવાદેવા ? નહીં તો અમે તો બહુ બોલતા'તા આવું. અરે, હું તો એટલો બધો અજ્ઞાન દશામાં હતો કે કોની તાકાત છે ? વર્લ્ડમાં કોઈ તાકાત નથી આમ કશું કરી શકે ! પણ એ તો બધું સમજાયું કે આ તો દેવલોકો સાંભળે તો એમને થાય કે આ વળી બબુચક શું બોલી રહ્યો છે, આ બધો અહંકાર છે. જ્યાં જુઓ ત્યાં, દેવગતિમાં અહંકાર છે, બધે અહંકારથી જીવન છે અને મોટા માણસને અહંકાર ચઢ્યા વગર રહે નહીં. એટલે આપણાથી કંઈ ના બોલાય. વિનયમાં રહો, અવિનય નહીં કરો તો કોઈ તમારું નામ લેનાર નથી. પ્રશ્નકર્તા : વ્યવહારમાં સામેના માણસનો ઇગોઈઝમ જ્ઞાન લેતાં પહેલાં આપણાથી પુષ્ટ નહોતો થતો. હવે જ્ઞાન લીધા પછી તેમ કરવામાં આપણને કોઈ વાંધો આવતો નથી. દાદાશ્રી : પોતે અહંકાર ભૂખ્યો હોય તો સામાને પોષે નહીં અને તો કામ થાય નહીં. ઊલટા તણખા ઝરે. તમારે તણખા ઝરતા હતા કે નહોતા ઝરતા ? પ્રશ્નકર્તા : હા, વીજળી થતી હતી, કડાકા ભડાકા સાથે ! દાદાશ્રી : અહંકાર તો એવી વસ્તુ છે, જેમ ૪% વોલ્ટ પાવર હોય તે શું કહે છે ? અહીં અડશો નહીં, જોખમ છે. એવું અહંકાર વસ્તુ જોખમ છે. એ તો ૪00 વોલ્ટ જેવું છે. એને છંછેડશો નહીં. છંછેડીને શું સ્વાદ કાઢવાનો ? પ્રશ્નકર્તા : ફ્લેશ, ક્લેશ, ક્લેશ ! દાદાશ્રી : ફ્લેશ ! અને બચકું હલ ભરે સાપની પેઠે. જેમ સાપ ફૂંફાડો મારીને બચકું ભરી લેને ? મનુષ્ય જુદી જાતનું બચકું ભરે, પણ બચકું ભરી લે ! માતીતે માત આપે. અહીં આગળ આ મોટો છે ને આ નાનો છે, ને આ પૈડા છે એવું વિશેષ ભાવમાં નહીં. હા, વ્યવહારમાં અમે રહીએ પાછા. અમુક માણસો આવે, અહીં આગળ વડાપ્રધાન આવે તો અમે ઊભા થઈને
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy