SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અહંકારનો ભોગવટો ૪૬૫ ૪૬૬ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) અજ્ઞાનતા છે. પણ અજ્ઞાનતા તો જાણે છે જ, આખી દુનિયામાં પ્રસરેલી. માટે ક્રોધ-માન-માયા-લોભનો આધાર શું? અહંકાર. જગતનો આધાર કોણ ? અહંકાર ! અહંકાર કાઢી લે તો ક્રોધ-માન-માયા-લોભ કશું કરનાર નથી. બધાં મડદાલ થઈ ગયાં. એટલે આ જ્ઞાન મળ્યા પછી અજ્ઞાન ગયું. એટલે અહંકાર ગયો. તેથી ક્રોધ-માન-માયા-લોભ ના થાય, અગર થતાં હોય તેને “આપણે” દેખીએ. આપણે દેખ્યા એટલે આપણને થતાં નથી. કારણ કે જોનારને થાય નહીં. આ બહાર હોળી સળગતી હોય તો આંખો દાઝે ખરી ? એટલે જોનાર દાઝે નહીં. અને આ અહંકાર જેને થાય છેને, તે તો ક્રોધ-માન-માયા-લોભ જોડે હોય, એ તો આંખો હઉ દાઝે. કારણ કે ત્યાં જોનાર નથી. પોતે અહંકારનો કર્તા છે. પ્રશ્નકર્તા : જોનાર થાય તો જુદો પડી જાય ? દાદાશ્રી : હા, જુદો પડી જાય. મન ક્રોધે ભરાયું હોય તેની મહીં અહંકાર ભળે ત્યારે એ ક્રોધ કહેવાય, નહીં તો ગુસ્સો જ કહેવાય. આપણે ‘બધા'નો અહંકાર કાઢી લીધો. ‘આ’ લોકોને ક્રોધ-માન-માયાલોભ કશું કરે નહીં. નોધારા થઈ ગયાને, ને આધાર વગરનું થાય પછી પડી જાય. જ્યાં સુધી અહંકાર છે, ‘હું જ છું, હું જ છું', ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ એકય પડે નહીં. વ્યા છે, અહંકારી ગુણ ! પ્રશ્નકર્તા : દયામાં અહંકાર હોય છે ? દાદાશ્રી : દયા એ અહંકારી ગુણ ! દ્વન્દ ગુણો બધા અહંકારી ગુણો. દ્વન્દ્ર ગુણો બધા અહંકારી, દ્વતય અહંકારી ગુણ ને અદ્વૈતેય અહંકારી ગુણ. આ લોકો અતની દુકાનો કાઢે છે, એમાં કશું વળે નહીં. કારણ કે એ દ્વન્દ્ર ગુણ છે, ક્રેત-અદ્વૈત. એટલે દયાવાળો હોય, એને નિર્દયતાના વિકલ્પો આવે. પ્રશ્નકર્તા : દયા અને કરુણા, આમાં દયાનું સ્થાન જ નથી. પ્રેમ છે, મહાવીર ભગવાનનો પ્રેમ છે, બુદ્ધ ભગવાનની દયા છે. દાદાશ્રી : અમે એ સ્વરૂપમાં છીએ, પ્રેમ સ્વરૂપમાં છીએ. અમારે કોઈની જોડે મતભેદ નથી. મને ગાળો ભાંડે તોય મારે મતભેદ નથી. પ્રશ્નકર્તા : એ શું ભાવ કહેવાય ? એને કરુણા કહેવાય કે દયા કહેવાય ? દાદાશ્રી : દયાનું સ્ટેજ પૂરું થયું. દયા હોયને ત્યાં નિર્દયતા હોય. તે નિર્દયતા એમનામાં નથી, નિર્દયતા છૂટી ગઈ. દયા છૂટી ગઈ ને કરુણા આવી. પ્રશ્નકર્તા : તે કરુણામાં પણ અહંકારનો ભાગ રહ્યો ખરો ? દાદાશ્રી : ના, અહંકાર નહીં. પ્રશ્નકર્તા : પ્રેમ અને કરુણામાં ફેર કેમ રહ્યો ? દાદાશ્રી : પ્રેમ તો હજુ આગળનું સ્વરૂપ છે લ્પ, વિલ્પ, સંકલ્પ તે નિર્વિકલ્પ ! પ્રશ્નકર્તા : જેનો અહંકાર ગયો હોય, જેના સંકલ્પ-વિકલ્પ ગયા હોય, નિર્વિકલ્પ દશામાં આવ્યો હોય, એના બાહ્ય લક્ષણ શું હોય ? દાદાશ્રી : નિર્વિકલ્પ હોય નહીં કોઈ. એ નિર્વિકલ્પમાં રહી શકે નહીં. પ્રશ્નકર્તા : અહંકાર શૂન્ય હોઈ શકે ? દાદાશ્રી : અહંકાર શૂન્ય થાય નહીં. એટલે જેનો થયો હોય એ મને કહો, મારે એના દર્શન કરવા જવું છે. નિર્વિકલ્પ થઈ શકે નહીં માણસ. એને માટે તો જ્ઞાન જોઈએ. જ્ઞાન વગર નિર્વિકલ્પ થઈ શકે નહીં. વિકલ્પીને નિર્વિકલ્પ બનાવવાનું સાધન, એ બીજ જ જુદું છે. વિકલ્પી બીજેય જુદું છે, નિર્વિકલ્પી બીજેય જુદું છે. જ્ઞાની પુરુષ પાસે જાય તો વળે, નહીં તો કશું ઠેકાણું પડે જ નહીં.
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy