SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) (૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ ૪૧૯ અમારાં જેટલાં સાધનો છે, એને તો અમે પૂરેપૂરાં વાપરીએને ? દાદાશ્રી : વાપરો પણ રીત બદલો, એમાં સમજણ ફેર કરી નાખોને ! પ્રશ્નકર્તા : કઈ જાતની રીત કરીએ ? દાદાશ્રી : કે આ ખાલી ડ્રામેટિક જ કરવાનું છે. ધીસ ઈઝ નોટ રિયલ, બટ ઑલ્યો નોટ અનૂરિયલ ! આ અનૂરિયલ પણ નથી ! પ્રશ્નકર્તા : પણ અમે નાટકના રાજા થઈએ તો એટલા ભાગનું તો કામ કરવું પડશેને જે રાજાનો રોલ છે તે ? દાદાશ્રી : એ તો એની મેળે થઈ જ જાય છે. તમારે ગોઠવણી કરવાની, યોજના કરીને મૂકી દેવાની. એટલે એ એની મેળે થઈ જ જાય. પ્રશ્નકર્તા : સજીવ અહંકાર આવતો ભવ બાંધે છે ? દાદાશ્રી : હા, સજીવ અહંકાર આવતો ભવ બાંધે છે. પ્રશ્નકર્તા : મારે ત્યાં બધા મહેમાન આવ્યા. હું બધાને જમાડું છું અથવા હું કહું કે બધાને હું જમાડું છું તો ? દાદાશ્રી : તેનો વાંધો નહીં પણ એ નિર્જીવ અહંકાર હોવો જોઈએ. પ્રશ્નકર્તા : પણ એ ધારો કે સજીવ અહંકાર થઈ ગયો તો ? દાદાશ્રી : સજીવ અહંકાર થાય જ નહીંને ! જમાડવામાં તો કેટલી ચીજ હોય ? ઘી હોય, તેલ હોય, ખાંડ હોય, તેલ જ ના મળે તો શાક શી રીતે બનાવો ? પ્રશ્નકર્તા : અત્યાર સુધી અમે એવું સમજ્યા કે કામ કરવા માટે અહંકાર કરવાનો પણ અહંકારી નહીં થઈ જવાનું. દાદાશ્રી : પણ અહંકાર કરે એ અહંકારી જ છેને ! પ્રશ્નકર્તા : પણ આપ કહો છો કે અહંકાર કર્યા વગર તો પગનું મોજુંય ના પહેરાય. દાદાશ્રી : એ તો નિર્જીવ અહંકાર છે. અને નિર્જીવ અહંકાર તો છે જ ને ! આપણે આ જ્ઞાન આપીએ છીએ, ત્યારથી પછી નિર્જીવ અહંકાર કાર્ય કર્યા જ કરે છે. આ સંસાર ચલાવે છે, એ નિર્જીવ અહંકાર છે અને સજીવ અહંકાર આવતો ભવ બાંધે છે. નિર્જીવ અહંકાર એટલે આ ડ્રામેટિક, આપણે બોલવાની જરૂર કે મારે હવે નાહી લેવું છે. એટલે બધું ભેગું થશે. પાણી ભેગું થાય, બીજું ભેગું થાય, ત્રીજું ભેગું થાય, હાથ રેડે-કરે. મન ને બીજા બધું કામ કર્યા કરે. પ્રશ્નકર્તા ઃ આ નક્કી કરે કે આ કરવું છે અગર તો મુંબઈ જવું છે, તો પછી બધી ક્રિયાઓ સહેજે થઈ જાય ? દાદાશ્રી : હા, એની મેળે થયા જ કરે. પ્રશ્નકર્તા : પણ નક્કી કરતી વખતે ત્યાં અહંકારનું બટન દબાય ખરું? દાદાશ્રી : ના, એ અહંકાર કશો હોતો જ નથીને ! એ નિર્જીવ અહંકાર જ કાર્ય કર્યા કરે છે. એ નક્કી કરનારોય નિર્જીવ અહંકાર છે. આ સંસારીઓનેય નિર્જીવ અહંકાર નક્કી કરે છે પણ એ પોતે એને સજીવ કરે છેને, એટલે એ આવતો ભવ બાંધે છે જોડે. પ્રશ્નકર્તા : સજીવ એટલે કેવો અહંકાર ? દાદાશ્રી : સજીવ એટલે મારા વગર ચાલે જ નહીં, ‘હું જ કરું છું', નહીં તો કોણ કરી શકે ? કોઈ ના કરી શકે. એ ઇગોઇઝમ કરે છેને, એ સજીવ અહંકાર છે. પ્રશ્નકર્તા : જ્યાં એને એમ લાગે કે મારા વગર ન ચાલે, તેને તમે સજીવ અહંકાર કહો છો ? દાદાશ્રી : આ દરેક ક્રિયા કરે છે, તે ‘હું કરું છું એવું ભાન
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy