SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ ૩૯૯ ૪00 આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : આ શું કહે છે ? ‘શક્યો પાપડ ના ભાંગે, મારો અહમ્ તે ભાંગે'. એ શું કહે છે ? શેક્યો પાપડ ભાંગે નહીં, પણ મારો અહંકાર તોડી નાખે છે. આ બધામાં કર્તાપણું નામેય નથી. અને તે બીજાને કર્તા ના દેખે. પેલો માણસ એમ માનતો હોય કે હું કરું છું, પણ તેનેય આ લોકો કર્તા માને નહીં. કારણ કે બીજાને કર્તા માનવા તેય ભ્રાંતિ છે. સાહેબની ઇચ્છા છે, અહંકાર કાઢવાની કે રહેવા દેવાની ઇચ્છા છે? પ્રશ્નકર્તા : કાઢવો છે. દાદાશ્રી : તે એક ફેરો મારી પાસે આવો, અહંકાર કાઢી આપીશ. આ પેલા ભઈ આવ્યા, તે કહે છે, “મારે અહંકાર કાઢવો છે.” મેં કહ્યું, ‘આવો અહીં આગળ.” તે એ ભઈનો અહંકાર કાઢી આપ્યો. હવે અહીં આગળ તમને જ્ઞાન મળશેને, તો ચોખ્ખું થઈ જશે, ઇગોઇઝમ જતો રહેશે. પ્રશ્નકર્તા : સૂક્ષ્મ અહંકાર તો જાય જ નહીં ? દાદાશ્રી : બધી જાતનો અહંકાર જવો જોઈએ, સૂક્ષ્મ ને સ્થળ. સ્થળ અહંકાર સારો, સૂક્ષ્મ અહંકાર તો બહુ ખોટો ! ક્રમિક માર્ગ એટલે અહંકાર શુદ્ધિ ! ક્રમિક માર્ગ એટલે શું ? શી રીતે શુદ્ધાત્મા પ્રાપ્ત થતો હશે ? ત્યાં અહંકાર જ શુદ્ધ કર્યા કરે. ક્રમિક માર્ગ એટલે અહંકારનું શુદ્ધિકરણ. અહંકાર શુદ્ધ બનાવે. ત્યાં ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે. પ્રશ્નકર્તા : એ આજ્ઞા જરા કહોને, એ શું જિન આજ્ઞા હોય છે ક્રમિક માર્ગમાં ? દાદાશ્રી : એ આજ્ઞા એટલે શું કે આ જે સ્વરૂપ છે, તે આ રીતે સ્વરૂપ છે અને તેને પામવાને માટે આ રસ્તા છે, અને એ રસ્તા અમે તને બતાડીએ, તે રસ્તા ક્લીઅર રાખજે. પ્રશ્નકર્તા : એ પાંચ આજ્ઞા ? દાદાશ્રી : ના. આ તો જુદું, અહીં તો તમે નિર્અહંકારી થયા અને પેલા લોકોએ તો અહંકાર શુદ્ધ કરવાનો બાકી રહ્યો. એ લોકો અહંકારનું શુદ્ધિકરણ કરે છે. એ ક્રિયા બહુ કઠણ ક્રિયા છે. અહંકારનું શુદ્ધિકરણ કરવાનું એટલે શું કે એમાં ક્રોધ-માન-માયા-લોભના જે પરમાણુઓ બધા ભર્યા છે તે ખેંચી ખેંચી ખેંચીને અહંકાર બિલકુલ પ્યૉર રાખવાનો. જ્યારે અહંકાર સંપૂર્ણ પ્યૉર થાય ત્યારે એ અને શુદ્ધાત્મા એક થઈ જાય, તે છેલ્લો અવતાર. એ કાયદો ક્રમિક માર્ગમાં. પ્યૉર અહંકાર એટલે શું કે જ્યાં કર્તાપણું હોય નહીં, જેમાં કિંચિત્માત્ર ક્રોધનું, માનનું, લોભનું, કપટનું પરમાણુ નથી, એ પ્યૉર અહંકાર. તો ક્યારે એ પરમાણુ બધા ખલાસ થઈ જાય ? આ તો સમકિતનું સ્ટેશન આવતું નથી ને આ કરોડો અવતારોથી ફર ફરી કરે છે. સમકિતનું સ્ટેશન આવ્યા પછી થોડોઘણો અહંકાર શુદ્ધ થવા માંડે, શુદ્ધ થવાની શરૂઆત થાય. નહીં તો અહંકાર ઊલટો રખડાવે ને વધુ વધ થાય. પ્રશ્નકર્તા : શુદ્ધ જ્ઞાન વગર અહંકાર જાય નહીં ? દાદાશ્રી : ના જાય. અહંકાર જાય તો એક બાજુ શુદ્ધ જ્ઞાન ઉત્પન્ન થાય અગર તો અહંકાર હોય પણ અહંકાર શુદ્ધ કરવો પડે. પ્રશ્નકર્તા ઃ અહંકાર શુદ્ધ કરવો પડે એટલે આપ શું કહેવા માગો છો ? દાદાશ્રી : એમાંથી કોઈ પણ રસ્તે, ગમે તે રસ્ત, અહંકારમાં ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ કોઈ મિલ્ચર ના હોવું જોઈએ. અહંકાર મિલ્ચર વગરનો હોય. એ ‘પ્યોર' (શુદ્ધ) અહંકાર કહેવાય. પ્રશ્નકર્તા : આ મિલ્ચર દૂર કર્યા પછીનું જ સ્વરૂપ રહે છે, એ જ શુદ્ધ સ્વરૂપ છે કે પાછું બીજું કંઈ છે ? દાદાશ્રી : ના, એ શુદ્ધ સ્વરૂપ જે છે, તે મૂળ જે સ્વરૂપ છે,
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy