SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) (૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ ૩૯૧ પ્રશ્નકર્તા : હા, એ તો બધાને આવડે. દાદાશ્રી : તો અહંકાર વધારવાનો જે રસ્તો છે તેનાથી વિરુદ્ધનો અહંકાર ઓગાળવાનો રસ્તો છે. પ્રશ્નકર્તા : એ જરા સમજાવોને. કારણ કે એ જાણીએ કે આ રીતે અહંકાર ઓગળે તો એ રીતે હવે અહંકાર ઘટાડીએ, પણ એ ખબર નહીં પડે ? દાદાશ્રી : ના, એ ઊંડો ઉતરે નહીંને ! આમાં એને ઊંડા ઉતરવું પડે. અહંકાર ઘટાડવાનો રસ્તો એ કંઈ લાડવા ખાવાના ખેલ નથી. અહંકારતે દબાવાય ? પ્રશ્નકર્તા : અહંકારને દબાવી દઈએ, બધામાં શુદ્ધાત્મા સ્વરૂપનું દર્શન કરે, તો એ બરોબર કે નહીં ? દાદાશ્રી : અહંકારને દબાવાય નહીં, નહીં તો ભડકો થાય પાછો. એ અહંકારે તો તમને આ વકીલાત કરાવડાવી. અહંકારને દબાવીએ તો અહંકારને દબાવનાર કોણ ? પ્રશ્નકર્તા : આપણો અહંકાર જ છે પાછો. દાદાશ્રી : અને એને દબાવનાર કોણ ? પ્રશ્નકર્તા : એ પાછો અહંકાર. એટલે અહંકારને દબાવાય તો નહીં, તો શું અહંકારને ઓગાળી નાખવાનો ? દાદાશ્રી : ઓગાળનાર કોણ પણ ? પ્રશ્નકર્તા : એ પણ અહંકાર. તો ગુરુના ચરણમાં મૂકી દઈએ ? દાદાશ્રી : ‘દાદા ભગવાન, આ બધું તમને સોંપું છું, સાહેબ. મને તો કંઈ સમજણ પડતી નથી.” તો ઉકેલ આવે, નહીં તો ઉકેલ ના આવે. આ દબાવનાર કોણ નીકળે ? લોકો, આખું જગત અહંકારને દબાવવા ફરે છે. આમ કોને દબાવે છે ? નહીં સમજણ પડવાથી પાછળ પડ્યા છેને ? હેય, હિમાલયમાં બધા બાવાઓ અહંકારને દબાવ દબાવ દબાવ કરે છે અને નિર્માનીપણું રાખે છે. નિર્માનીપણું એ જ અહંકાર છે. પેલા માનીપણાના અહંકારને દબાવનાર કોણ ? નિર્માનીપણાનો અહંકાર. પાછું નિર્માનીપણાનું કોણ દબાવે ? એ જ, જે છેલ્લો અહંકાર હોયને, સૂક્ષ્મતર, જે ભગવાનથી પણ છૂટે નહીં અને નિર્માની અહંકારવાળો હોયને, તેને તમે જોયેલા ? તમે ગાળો ભાંડોને, તોય હસે એ અહંકારને પોતે શી રીતે દૂર કરી શકે ? પોતે તો અમથો ગા ગા કરે કે નિર્માની, નિર્માની, એ પછી બીજો અહંકાર ઊભો થાય. નિર્માનીપણાનો અહંકાર ઊભો થાય. એ કહે કે હું નિર્માની છું. આ કેટલાક સાધુઓ શું બોલે છે કે અમે નિર્માની છીએ. મેં કહ્યું, ‘પેલો અહંકાર સારો હતો, આ નિર્માનીપણાનો અહંકાર કોણ ધોઈ આપશે તને ?” એ બહુ સૂક્ષ્મતર અહંકાર હોય. આ અહંકાર તો સારો, ખબરેય પડે, ભોળો હોય, કે ચંદુભાઈ છાતી કાઢીને ફરે છે. પેલો ખબરેય ના પડે. એટલે અહંકાર જ્ઞાની પુરુષ કાઢી આપે, એમને કહો કે હું આ તમને સોંપી દઉં છું, તો એનો ઉકેલ આવે. બીજું કોઈ કાઢી ના આપે. હમ' જ પરણે તે રાંડે ! પ્રશ્નકર્તા : એમ ને એમ અહમ્પણું જાય નહીંને ? દાદાશ્રી : હા, એ અહમ્પણું જાય નહીં, ત્યાં સુધી ભટક ભટક કરવાનું. જ્યાં જાય ત્યાં એનું એ જ જોડે ને જોડે. આ ‘હમ' તો મોક્ષે જવા જ ના દેને ! આટલા બધા લોક છે, એ હિમાલયમાં ફર્યા કરે છે પણ તોય ‘હમ” ના જાય, બળ્યું ! મોલમાં જવાની તો ક્યાં વાત, પણ ‘હમ' જ ના જાયને ! આખો દહાડો હમ, હમ, હમ. જ્યાં ‘હમ’ છેને. ત્યાં બધા પ્રકારનો સંસાર ઊભો છે. એ “હમ' જ પરણે છે અને એ જ રાંડે છે પાછો. એ જ ત્યાગી થાય છે અને એ જ પાછો સંસારી થાય છે. એ ‘હમ” જ છે બધું. એ ‘હમ’ ગયું
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy