SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) (૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ ૨૭૯ જોયા કરવું, ચિતતે.. પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા ચિત્તને પણ જોઈ શકે ? દાદાશ્રી : હા, ચિત્ત ક્યાં ફરે છે એ શુદ્ધાત્મા જોઈ શકે છે. પોતાને ખબર પડે કે ચિત્ત અત્યારે અહીં આમાં છે નહીં, આ પેલા મકાનમાં જોવા ગયું છે. પ્રશ્નકર્તા : શરીરની અંદર અશુદ્ધ ચિત્ત હોય કે જે શુદ્ધાત્મા છે એ જ હોય ?, દાદાશ્રી : અશુદ્ધ ચિત્ત તો ખરુંને. અશુદ્ધ ચિત્ત છે તેથી તો બહાર ભટકે છે, નહીં તો ભટકે નહીં ને ! પ્રશ્નકર્તા : એટલે પહેલાં અહીંયાં શરૂઆત થાય છે. દાદાશ્રી : અહીંથી શરૂઆત થાય છે એ અશુદ્ધ ચિત્ત તદન નાશ થઈ જાય એટલે કશું ભટકે નહીં, અંદર નાશ થઈ જાય. એ અશુદ્ધ ચિત્ત રહે નહીં, ખલાસ થઈ જાય, શુદ્ધ થઈ જાય. આત્મા શુદ્ધ થયો, ચિત્તશુદ્ધિ કરવાની છે હવે. પ્રશ્નકર્તા : કેટલીક વખત હું બધી વાર જ્ઞાતા-દ્રષ્ટા હોઉં, પણ તોય એટ-એ-ટાઈમ નથી રહેતું. દાદાશ્રી : પણ ચિત્ત જતું રહે ને બહાર ? પ્રશ્નકર્તા : ચિત્ત જતું રહે છે. દાદાશ્રી : તે અશુદ્ધ છે. એ અશુદ્ધિ જવી જોઈએ હવે. તમારે શું કરવાનું ? એ અશુદ્ધિ એટલી જ બંધ કરવાની. પ્રશ્નકર્તા : પણ એ જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી જશે ને ? દાદાશ્રી : એ તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો તો એ એની મેળે ઊડી જાય, અને નહીં તો પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા: હમણાં ચિત્ત વિશે ઘણાં પ્રતિક્રમણ કર્યા ને તો મારા દર્શનમાં આખો ફેર પડી ગયો. દાદાશ્રી : હા, પ્રતિક્રમણથી બધો ફેર પડી જાય. તેય આપણે જોયા કરવાનું. તું જોયા કરું છું ને ? પ્રશ્નકર્તા : જેમ મનને જગત કલ્યાણમાં પરોવી દઈએ તો ઠેકાણે રહે, તેમ ચિત્તને ઠેકાણે રાખવા શું કરવું ? દાદાશ્રી : ચિત્તને ઠેકાણે રાખવા માટે તો અમારી કૃપા પ્રાપ્ત કરવી, ત્યાર વગર ચિત્ત ઠેકાણે ના રહે. ચિત્ત જ્ઞાની પુરુષની કૃપાથી ઠેકાણે રહે. આ ચિત્ત એકલું બહાર ભટકે, એ જો કદી ઠેકાણે આવ્યું તો પછી કશું કરવાનું રહેતું જ નથી. પ્રશ્નકર્તા : શુદ્ધ ચિત્ત એટલે આપણે શુદ્ધ જ્ઞાન-દર્શનથી પોતામાં રહેવું અને સારું સંગીત વાગતું હોય તે વખતે તો એને જાણવું ? દાદાશ્રી : બેઉ કામ સાથે જ થાય, તો જ કેવળજ્ઞાન કહેવાય. તિરોધ, ચિતતો કે મતતો ? પ્રશ્નકર્તા : પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે યોગસ્થ ચિત્તવૃત્તિ નિરોધ, એ બરોબર છે ? દાદાશ્રી : એવું છે ને કે, ચિત્તવૃત્તિને નિરોધ કરવી એના કરતાં ચિત્તવૃત્તિને શુદ્ધ કરવી સારી. એ ચિત્તવૃત્તિ નિરોધ થતી નથી, એ મન નિરોધ થાય છે. અને આપણને એમ લાગ્યું કે ચિત્તવૃત્તિ નિરોધ થઈ. એટલે આપણે છેતરાઈએ છીએ. પ્રશ્નકર્તા : એટલે ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એ નેગેટિવ એટીટ્યુડ (ઊંધું વલણ) છે ? દાદાશ્રી : વસ્તુસ્થિતિમાં એ વાત, આમ શબ્દમાં ખોટું દેખાય છે. બાકી માને છે કે ચિત્તવૃત્તિનો નિરોધ કર્યો છે, પણ ખરેખર થાય છે તો મનનો નિરોધ.
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy