SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) શક્તિઓ, ચિતતી ! શરીરમાં જ્યાં કંઈ પણ દુખતું હોય, ત્યાં ચિત્ત હાજર કરીએ તો તરત જ દુખાવો મટી જાય. ચિત્તનો સ્વભાવ જ છે કે, જ્યાં કંઈ પણ ઉપાધિ, દુઃખ આવી પડે, તો ત્યાં તરત જ એ હાજર થઈ જાય ને દર્દ મટાડવાની પ્રક્રિયા શરૂ થઈ જાય. ચિત્તની જોડે, મન પણ ત્યાં હોય, તો મટાડવામાં એ પણ મદદરૂપ થાય. મનના યોગીઓ, શરીરમાં પાછળ ચક્કરો ઉપર ચિત્તને મૂકે પછી મનને ત્યાં સ્થિર કરે, એટલે શ્વાસોશ્વાસ ત્યાં જાય, એકાગ્રતાની જગ્યાએ ને દર્દ મટી જાય. રાત્રે બે મચ્છરાંય હાહાકાર મચાવે. કરડે ત્યાં ચિત્ત દોડી જાય. ચિત્તને બીજે ગોઠવી દઈએ, તો પછી ત્યાં ચિત્ત ન જાય. જીભ કેટલી ડાહી છે ! બત્રીસ દાંત વચ્ચે રાતદા'ડો કામ કરે છે, ને લડતી-ઝઘડતી નથી. આમાં આપણે ઓર્ગેનાઈઝર વાંકા છીએ ? ચિત્ત ખેંચાયા કરે, તેનું કારણ શું ? પૂર્વકર્મ. કર્મની શુદ્ધિની રીતિ શું? ચિત્તની શુદ્ધિ થઈ કે, થઈ કર્મની શુદ્ધિ ! વ્યવહાર શુદ્ધિ કઈ રીતે કરવી ? દગો નથી દેવો કોઈને, તો તે થઈ ગયો વ્યવહાર શુદ્ધ. ચિત્તથી જ ઊભાં થયાં બધાં દ્રવ્યકર્મ. ચિત્ત ઠરે એટલે પ્રગતિ થાય. ચિત્ત ચોંટે ત્યાં નજર લાગી કહેવાય. ચિત્તને એકાગ્ર કરે તો, ચમચા ય વાંકા વળી જાય ! (૪.૭) ઈન્ટરેસ્ટવાળી અટકણો ! જ્યાં સરસ લાગે ત્યાં ચિત્તવૃત્તિઓ તણાય. ઉદાસીનતા થાય તો તે વળી પાછી. ચિત્ત અને વૃત્તિમાં શું ફેર ? ઘરમાં હોય તે ચિત્ત ને બહાર ભટકવા જાય તે વૃત્તિ. તમામ શાસ્ત્રોનો સાર શું ? ચિત્તવૃત્તિઓને નિજઘેર લાવવી તે. વૃત્તિઓ પાછી ક્યારે વળે ? વસ્તુમાંથી ઈન્ટરેસ્ટ જાય ત્યારે. સ્ત્રીનું સાડીમાં ચિત્ત ચોંટી જાય, તે ઘેર આવે તોય ખોવાયેલી (૪.૮) અતૃપ્ત ચિત અનાદિથી, વિષય સુખથી ! વિષયમાં ચિત્ત જબરજસ્ત ચોંટી જાય છે. એક ફેરો વિષયમાં પડ્યો, કે પછી ચિત્ત ફરી ફરીને ત્યાં જ જાય. ‘વિષય’ ભોગવ્યા પછી ધ્યાન બરોબર રહે નહીં. વિકારમાં જે થયો નિર્વિકાર, તો વીર્ય થયું ઊર્ધ્વગામી ! દાદાશ્રી કહે, અમારા ચિત્તનું વર્લ્ડમાં કોઈ હરણ ના કરી શકે ! તેથી થયા સંપૂર્ણ સ્વતંત્ર ‘અમે'. વિષયનો આનંદ મનમાંય નથી ને ચિત્તમાંય નથી, એ ભોગવે છે અહંકાર. ચિત્તને ડગાવે એ બધા વિષય. જ્ઞાનની બહાર જાય એ બધા વિષય. સૌથી વધારે ચિત્તની ફસામણ શેમાં ? વિષયમાં. (૪.૯) આત્મઐશ્વર્ય, અક્રમ થકી ! ચિત્તવૃત્તિઓ વિખેરી નાખી વિવિધ વસ્તુઓમાં ! ઘડિયાળ, દાગીના, કપડાં, સાડીઓ, ખાવામાં, વિષયમાં, કંઈ કેટલીય જગ્યાએ ખોવાય ચિતવૃત્તિઓ ! જેટલી વિખરાઈ વૃત્તિઓ, એટલું “આપણે” ભટકવાનું. જ્ઞાન મળ્યા પછી મહાત્માઓની વિખરાયેલી ચિત્તવૃત્તિઓ, કેન્દ્રિત થાય છે આત્મામાં. અક્રમ માર્ગ, કેવો સરળ, સહેલો ને સુંદર ! નહીં કરવાના જપ, તપ કે ત્યાગ, નહીં ઉપવાસ કે નહીં વૈરાગ્ય, વૈભવ ભોગવતાં મોક્ષ ! અહો ! અહો ! અક્રમનું ઐશ્વર્ય તો જુઓ !!! દાદાનાં સંપૂર્ણ સ્વરૂપનાં દર્શન ક્યારે થાય ? ગુરુપૂર્ણિમા, જન્મજયંતિ અને બેસતા વર્ષના દિવસે. વેરવાની ઈચ્છા હતી, તેથી વિખરાઈને વૃત્તિઓ ! વૃત્તિઓ વહેંચાઈ, હિમાલય ને ટેકરી વચ્ચે. વચ્ચે જે આવ્યું ત્યાં વેરાણી. ચિત્ત જેટલું વિખરાય, ઐશ્વર્ય એટલું ઘટે. ચિત્તની સંપૂર્ણ એકાગ્રતા એ પરમાત્મા. જ્યાં જ્યાં ચિત્ત લિકેજ થાય, ત્યાં ત્યાં દાટા મારવા પડે કે નહીં ? જીવનમાં જરૂરી ને બિનજરૂરી કેટલું ? જરૂરિયાત પૂરતું જ વસાવવું. અપરિગ્રહથી વૃત્તિઓ વિખરાય ઓછી. ચિત્ત બહુ વિખરાય તો, માણસ થઇ જાય બે ચિત્ત ! દાદાઇ અગિયારસ કરે, તેનાથી થાય એક ચિત્ત. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો ને અગિયારમું મન, આ અગિયાર રસોને નિરાહારી રાખવાના.
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy