SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) સૂઝ, કુદરતની એક અનોખી દેણ ! દાદાશ્રી : હા, એ બુદ્ધિની પેદાશ છે. પ્રશ્નકર્તા : અને સમજણ એ કોનો ભાગ છે ? ૨૧૩ દાદાશ્રી : સમજ તો દિલમાંથી ઊભી થનારી ચીજ છે. દિલ્લગી શબ્દ તને સમજણ પડે ? દિલ્લગી હો ગઈ ! દિલ લાગેલું, ચોંટેલું ઊખડે ખરું ? એ સમજપૂર્વકને દિલ્લગી કહે છે. પ્રશ્નકર્તા : દિલ એની મેળે લાગી જાય કે સમજી-બૂઝીને લાગે ? દાદાશ્રી : દિલ્લગી એ સમજની લાગી જાય છે, બુદ્ધિથી નહીં. પ્રશ્નકર્તા : સમજ હોય તો જ દિલ્લગી થાય ? દાદાશ્રી : હા. એટલે સૂઝથી, સૂઝના આધારે. સૂઝ પડી જાય, નહીં તો દિલ લાગે નહીં. પ્રશ્નકર્તા : તો એ બુદ્ધિનું માધ્યમ નથી ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા ઃ તો એ સૂઝ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? દાદાશ્રી : હાર્ટમાંથી ઉત્પન્ન થાય છે. પ્રશ્નકર્તા : હાર્ટમાંથી એટલે ક્યાંથી આવે છે ? એક પુદ્ગલનો ભાગ છે ? એક આત્માનો પર્યાય છે, એમ તો ખરું જ ને ? દાદાશ્રી : ના, આત્માનો કોઈ પર્યાય નહીં. પ્રશ્નકર્તા : તો એ સૂઝ કેવી રીતે છે ? દાદાશ્રી : એ સૂઝ ધીમે ધીમે ફૂલ સ્કેલમાં થાય ત્યારે દર્શન થાય. ત્યાં સુધી તો પુદ્ગલ જ કહેવાય. પ્રશ્નકર્તા : સૂઝ એ પુદ્ગલ ગણાય કે આત્માનો ભાગ છે ? દાદાશ્રી : પુદ્ગલ, પુદ્ગલ. મિત એ પુદ્ગલ કહેવાય અને જ્યારે સૂઝ ફૂલ થાય, ત્યારે આત્મા કહેવાય. આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : આત્મા પર જવા માટે સૂઝમાંથી જ આત્મા ઉદ્ભવે ? દાદાશ્રી : નહીં, સૂઝ છે તે જુદી વસ્તુ છે. એ પુદ્ગલ કહેવાય. પણ એ સો ટકા થાય ત્યારે દર્શન થાય. ૨૧૪ પ્રશ્નકર્તા : આત્મા પ્રત્યે જવા માટે સૂઝનો ઉપયોગ કરવાનો. એનો અર્થ એ થયો ને બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો ? સૂઝથી તમે જેમ કરો તેમ આત્મા પ્રત્યે જવાય. દાદાશ્રી : સૂઝથી કરે તો બહુ સારું. પણ સૂઝનો અમલ લેતા નથી ને દાબી દે છે, ને પછી આ બુદ્ધિ જ ચલાવી લે છે. અમે જોડો મારીએ, તે બુદ્ધિથી માપે તો શું થાય એનું ? પ્રશ્નકર્તા : અવળું થાય, ડખો થાય. દાદાશ્રી : બુદ્ધિવાળો માર્યો જાય બિચારો ! અને હૃદયથી માપે તેને ? પ્રશ્નકર્તા : બહુ આનંદ થાય, ઉલ્લાસ થાય. દાદાશ્રી : આ બધું માપતાં આવડવું જોઈએ. પ્રશ્નકર્તા : દાદા, હૃદયનો અર્થ શ્રદ્ધા કરી શકાય ખરો ? દાદાશ્રી : ના, શ્રદ્ધા નહીં. પ્રશ્નકર્તા : એ હૃદય એટલે ખરેખર ક્યું કહ્યું ? દાદાશ્રી : હૃદય એટલે સેલ્ફ (પોતે). હંમેશાંય તે મૂળ સેલ્ફ, એ સેલ્ફ છે. શુદ્ધાત્મા એ મૂળ સેલ્ફ છે. પણ ‘પેલી' સેલ્ફ ડેવલપ થતી થતી, આવરણરહિત થતી થતી થતી ઉપર આવે છે ને આ મૂળ સેલ્ફ જોડે ને જોડે રહે છે. પ્રશ્નકર્તા : એ ડેવલપ થતી સેલ્ફને આપણે શું કહી શકીએ ? દાદાશ્રી : એને જ અંતઃકરણ કહ્યું.
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy