SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ ! ૧૯૯ ૨૦૦ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) આત્મા માન્યો કે ક્ષણમાં ઉત્પન્ન થાય છે ને ક્ષણમાં વિનાશ થાય છે. અને તીર્થંકરોએ કહ્યું કે, “એ અવસ્થાની દશા છે.” એટલે બુદ્ધ ભગવાન એ અવસ્થાઓ સુધી પહોંચ્યા છે અને એ બુદ્ધિની વાતો છે, એ જ્ઞાનની વાતો નથી. બુદ્ધિના હિસાબે આજે પણ એવું જ નીકળે પણ એ જ્ઞાનની વાત નથી. બુદ્ધિતીય જરૂર ! વ્યવહારમાં તો બધું બુદ્ધિજન્ય ત્યાં (બુદ્ધિ) વપરાય છે. પણ બુદ્ધિજન્યનીય અમુક થરવાળાને બહુ જરૂર છે. ‘આ જ્ઞાન’ કંઈ બધાને કામનું નથી, આ તો અમુક જ માણસોને માટે છે. એટલે આપણે બુદ્ધિજન્યવાળાનેય હેલ્પ કરવી જોઈએ. બુદ્ધિગમ્ય જ્ઞાનથી તો આ સંસાર ઊભો થાય. છતાંય બુદ્ધિ હેલ્પ કરે છે. બુદ્ધિ એ અમારી વાત સારી રીતે સમજી શકે છે. બુદ્ધિ કંઈ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. એટલે અલૌકિક જ્ઞાન ને લૌકિક જ્ઞાનમાં ઘણો ફેરફાર છે. એક જ જાતનું જ્ઞાન ના હોય. લૌકિક જ્ઞાન બુદ્ધિથી સમજાય એવું છે, અલૌકિક જ્ઞાન જ્ઞાનથી સમજાય એવું છે. જ્ઞાની પુરુષનું જ્ઞાન બુદ્ધિજન્ય ના હોય, જ્ઞાનજન્ય હોય. બુદ્ધિજન્ય હોય તો અમુક જ પૂછાય. આ તો ડિરેક્ટ પ્રકાશમાંથી છે. બુદ્ધિ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે. ઈન્ડિરેક્ટ પ્રકાશવાળો અટકી જાય. ડિરેક્ટ પ્રકાશમાં તો બધું પૂછાય આપણે. વેદોતે ક્યા ત્રિગુણાત્મક ! કૃષ્ણ ભગવાની ગીતામાં કહી નાખ્યું કે વેદ ત્રિગુણાત્મક છે. એ તો સારું છે, એટલું ગીતામાં લખ્યું છે, નહીં તો આ તો હુલ્લડ કરે એવા લોક. પછી મેં કહ્યું કે, “ગીતામાં લખ્યું છે આવું ?” ત્યારે કહે, ‘હા, એ લખ્યું છે ?” ત્યારે મેં કહ્યું, “ગીતામાં લખ્યું એ સાચી વાત છે અને ખરેખર વેદ એ તો ત્રિગુણાત્મક જ છે. એટલે બુદ્ધિને વધારનાર છે. સમજણ આપી છે પણ બુદ્ધિને વધારનાર છે. એને પકડી રાખશો નહીં. એમાં મોક્ષમાર્ગ ના હોય અને આત્મા સંબંધી ના હોય. આત્માનો એક ગુણેય ના જાણ્યો હોય. કારણ કે આત્મા સંબંધમાં તો એ વેદ બોલે, કે “ધીસ ઈઝ નોટ ધેટ, ન ઈતિ'. હવે ખોટું પકડી રાખે ને ઊંધું ચાલે છે, પછી માર જ ખાય ને ? પ્રશ્નકર્તા : વેદાંતનો માર્ગ સહેજ લાંબો હશે ને ? દાદાશ્રી : લાંબો એટલે બુદ્ધિને ડેવલપ કરતો કરતો જાય છે. બુદ્ધિને ડેવલપ કરનારો આખી દુનિયામાં જો કોઈ મોટામાં મોટો ધર્મ હોય તો વેદાંત માર્ગ. ભેદ પડાવે બુદ્ધિ ! બુદ્ધિ હંમેશાં ભેદ પાડે, આ અમારું ને તમારું. મતભેદ ઊભા કરે ને પક્ષપાત ઊભા કરે. એવું છે ને, આ તીર્થંકર ભગવાન સીમંધર સ્વામી અત્યારે હયાત છે, માટે એમનાં દર્શન કરવા જોઈએ અને કૃષ્ણ ભગવાનેય હયાત છે અને શિવ તો હયાત હોય છે જ કાયમ, એટલે આ દર્શન કરવાં જોઈએ. એનાથી લોકોના જે મતાર્થ છે તે તૂટી જશે. હું આ માર્ગી છું ને પેલા આ બીજા માર્ગી છું, એ મતાર્થ. ત્યાં લોકો શાંતિ પામશે નહીં. એક પક્ષમાં પડેલો કોઈ સુખી હોતો નથી, હોતો હશે ? જો ખાડા ખોદ્યા, જુદા ખાડા ખોદ્યા, શું થાય ? આ અમારું ને આ તમારું. છતાં કૉલેજ તો આપણી છે એવું ખ્યાલમાં રહેવું જોઈએ. બાળ મંદિરથી કૉલેજ સુધી ધોરણો હોય, ફીફથવાળો (પાંચમીવાળો) ફીફથમાં (પાંચમીમાં) જાય, સિસ્થવાળા સિક્શમાં જાય પણ કૉલેજ આપણી હોય. પણ આ તો આ તમારી ને આ અમારી, ઝઘડા જ ઘાલી દીધા. શું થાય ? અગિયારસેય જુદી. આ અઢી હજાર વર્ષથી કુંદકુંદાચાર્ય જેવા મહાત્મા બે-પાંચ જણા થયા હશે બાકી બધાએ બુદ્ધિના વિલાસ કરાવ્યા છે. આગળ વધે જ નહીં ને ! અને ભગવાન બુદ્ધિથી સમજાય નહીં. બુદ્ધિથી સંસાર એકલો જ ફળે, સંસાર ચોખ્ખો થતો જાય.
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy