SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ ! ૧૯૫ ૧૯૬ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) સંસારમાં જ ભટકાવે એનું નામ બુદ્ધિ. હાયર પોસ્ટ (ઊંચી પદવી) અગર તો લોઅર પોસ્ટ (નીચી પદવી), પણ બુદ્ધિ ભટકાવે બધે. અને હૃદયના વિચાર, હૃદયની વાણી, હૃદયનું વર્તન, એ તો ભગવાન બનાવે. હાર્ટિલી ! તેથી લોકોએ કહેલું ને કે હાર્ટમાં મહીં ભગવાન છે. પણ એવું કશું છે નહીં, ભગવાન તો આખા શરીરમાં છે. હૃદયસ્પર્શી વાણી, તારે ! હૃદય પરિવર્તન થાય એ જ ધર્મ છે. બાકી, ધર્મ બીજી જગ્યાએ હોતો જ નથી. જ્યાં બુદ્ધિ હોય ને, ત્યાં આગળ ધર્મ શબ્દ હોતો નથી, ત્યાં સંસાર છે. કોઈ પણ પ્રકારનો સંસાર જ ઊભો રહ્યો છે. અત્યારે હિન્દુસ્તાનમાં જેટલા બુદ્ધિના ધર્મ છે, એમાં કોઈ મોક્ષનો માર્ગ નથી. બુદ્ધિ એટલે મોક્ષથી છેટા અને મોક્ષમાં ક્યારેય ના જવા દે એનું નામ બુદ્ધિ. પ્રશ્નકર્તા : બુદ્ધિ એ વધારે બંધાવાનો માર્ગ છે. દાદાશ્રી : બુદ્ધિ સંસારમાં ફર્સ્ટક્લાસ રૂપાળું કરી આપે. પણ તે ત્યાં મોક્ષમાં ના જવા દઉં, એમ કહેશે. એટલે આ બાજુ બુદ્ધિની ખેંચ છે અને આ બાજુ પ્રજ્ઞાની ખેંચ છે. પ્રજ્ઞા કહે છે, હાર્ટિલી માણસો હોય તેને હું હેલ્પ કરીને ઉપર લઈ જઈશ, ઠેઠ લઈ જઈશ. બુદ્ધિ જતી રહી તેથી અમારું હાર્ટ આટલું બધું પ્યૉર હોય ને ! ન હતા કહેતા કે હાર્ટિલી વાણી. એટલે શું કહ્યું, “હૃદય સ્પર્શી સરસ્વતી આ, વાણી લહાવો અનોખો છે !' પ્રશ્નકર્તા: આ વાણીની એવી અસર છે. બુદ્ધિ જે પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે છે. દાદાશ્રી : એ હૃદયસ્પર્શી વાણી ને ! હૃદયે સ્પર્શી વાણી તો ગજબની કહેવાય ! જો બાપ છોકરાને કહે તો એ ઊંધો ચાલે. એટલે આપણે કેવા ફાધર કહ્યા છે ? પ્રશ્નકર્તા : અનસર્ટિફાઈડ (સર્ટિફીકેટ વગરના). દાદાશ્રી : તે પેલો સર્ટિફાઈડ ફાધર કહેવાય. હૃદયસ્પર્શી વાણીથી જો બાપ છોકરાને કહે, તે બધા સર્ટિફાઈડ ફાધર, જ્યારે બીજા બધા અનસર્ટિફાઈડ ફાધર ! પ્રશ્નકર્તા : આપની વાણીમાં પણ આપ જોઈને બોલો છો એટલે અથડામણ થતી નથી. દાદાશ્રી : વાણી તો મહીં ટેપરેકર્ડમાંથી નીકળે છે ને ! હું જોઉં છું એટલે તે વખતે વાણીને મારે ટચ રહે નહીં. એટલે એ જ હાર્ટિલી વાણી, જોઈને નીકળે એ ! બહાર બીજાને તો બુદ્ધિ પકડે એને કે આમ બોલવા જેવું છે ને તેમ. અમારી પાસે આવીને તો અહીં તો હૃદયમાં જ પેસે. સમ્યક બુદ્ધિ થઈ કે હૃદયમાં જ પેઠી હડહડાટ. કારણ કે અમારી વાણી કેવી હોય ? હૃદયને સ્પર્શતી. પ્રશ્નકર્તા ઃ હૃદય સુધી પહોંચવા માટે સંત પુરુષનાં કે જ્ઞાની પુરુષનાં સત્સંગ અને દર્શન એની જરૂર છે ને ? દાદાશ્રી : હા, દર્શન ને સત્સંગની જરૂર. એ દર્શન તો કામ કાઢી નાખે. દર્શન જો કરે ને તો બહુ કામ કાઢી નાખે. સત્સંગમાં તો પછી મહીં બુદ્ધિને હક્ક મળી જાય, પણ દર્શનમાં તો બુદ્ધિનેય હક્ક મળે નહીં. બુદ્ધિના અંતિમ લેયરે બુદ્ધ ! પ્રશ્નકર્તા: ગૌતમ બુદ્ધ જે થઈ ગયા, એ તો પ્રખર બુદ્ધિશાળી હતા. દાદાશ્રી : બુદ્ધિના ટોપ લેયર (પડળો)માં હતા. તેથી બુદ્ધ ભગવાન કહેવાયા. બુદ્ધ ભગવાન બુદ્ધિના છેલ્લાં લેયર્સમાં હતા. બુદ્ધ ભગવાને મનનાં લેયર્સ એટલે ચંદ્રનાં લેયર્સ બધા ઓળંગ્યાં, એકેએક અનુભવપૂર્વક. પછી બુદ્ધિના લેયર્સમાં પ્રવેશ કર્યો. બુદ્ધિનાં લેયર્સ એટલે સૂર્યનાં લેયર્સ, બધા અનુભવ કર્યા અને છેલ્લાં લેયર્સમાં બુદ્ધ હતા અને એની આગળ એક જ સ્ટેપ હોત તો પોતે જ્ઞાની થાત.
SR No.008833
Book TitleAptavani 10 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2005
Total Pages319
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy