SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મનનું સાયંટિફિક સ્વરૂપ ! મિકેનિકલ. અને વિચર એટલે મિકેનિકલમાં વધારો થયો. ચર એટલે મિકેનિકલ અને સચર એટલે જીવ. તું જેને તારી જાત માનું છું, એ મિકેનિકલ છે. વિચાર એ બધું મિકેનિકલ છે. આત્મા જુદો છે, અચળ છે. ૧૨૯ પ્રશ્નકર્તા : મન શાંત પડી જાય છે, તો પછી ફરીથી એને કઈ બીજી વસ્તુ ચાલુ રાખે ? દાદાશ્રી : ના, ફરી પાછો ઉદય બીજો આવે એટલે મન પછી બીજું વિચારે. એ ઉદય તો આવે જ અને મન નિરંતર ચાલુ જ રહેવાનું. એ વિચારો-બિચારો બધું આવે ને જાય. જે આવે ને, એ જતું રહે એ બધું પુદ્ગલ. ત્યાં આત્મા નથી. વિચાર છે તે ગમે તેટલા આવતા હોય, પણ જતા રહે છે ને પછી ? માટે એ બધુંય પુદ્ગલ. અને આત્મા ત્રિકાળી વાત છે. પહેલું પિછાણ પોતાતા મતને ! પ્રશ્નકર્તા : ભક્તિના પ્રવાહમાં મન અને બુદ્ધિને કોન્ટ્રાવર્સી (વિરોધા-ભાસ) થાય છે, તો એ બન્નેનું કોન્ટ્રાવર્સીમાં સમતોલન ક્યારે આવે ? દાદાશ્રી : એ બધાને જે હરકત કરતા હોય ને, તે હરકત કોણ કરે છે તે, એનું મોઢું જોઈ લેવું જોઈએ, ઓળખવા જોઈએ. તમે તો મનને નામથી જ ઓળખો છો કે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પણ તમને હરકત કોણ કોણ કરે છે, મન કરે છે ? પ્રશ્નકર્તા ઃ મન. દાદાશ્રી : પણ તે મનને ઓળખ્યું તમે ? એને ઓળખો તો ખરા. તમારા મનને ના ઓળખો, તો બીજાનાં મનને તમે શી રીતે ઓળખશો ? તમે જે મન જાણ્યું છે, એવું તો બધા લોકોય, નાના આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) છોકરાંય કહે છે, મારું મન મહીં પજવે છે. આ મુસલમાનોય કહે છે, મન પજવે છે. પણ તમે તો જૈન છો ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો તમારે ઓળખવું જોઈએ એને. ત્યારે કહે, એની ઉંમર કેટલી છે, એની જાતિ શું છે ? બધું ઓળખવું જોઈએ. એને ઓળખીએ તો એ વશ થઈ જાય. તે પ્રયત્ન નથી કર્યો આને ઓળખવાનો ? આપણને હરકત કરનારને, આપણા પર દાવો માંડ્યો હોય તેને આપણે ખોળી કાઢીએ કે ભઈ કોણ છે, એ માણસને ઓળખો તો ખરાં ! ૧૩૦ ...એને કહેવાય વિજ્ઞાતી ! હવે મન શાથી ઊભું થયું છે, એ જો શોધી આપે તો હું એને વિજ્ઞાની કહું. સહુ કોઈ કહે કે મન મારું છે, મન મારું છે. પણ મન શું છે ? શાથી ઊભું થયું છે અને શેનું બનેલું છે ? એટલે ક્રિયેશન (ઉત્પન્ન) કેવી રીતે થયેલું છે ? એને એ ના જડે. નિરંતર ક્રિયેશન બદલાયા કરે છે મનનું. માટે શી રીતે થયેલું છે, એ કોઈ ના કહી શકે. પ્રશ્નકર્તા : મન શું છે ? દાદાશ્રી : હા, આવું પહેલું તમે પૂછ્યું આ. મન આપણો સ્ટોક (જથ્થો) છે. આ દુકાનદારો બધા છે તે બાર મહિનાના સ્ટોક કાઢે છે ને, એવું આ મન આખી લાઈફનો સ્ટોક છે. દુકાનદારો શું કાઢે છે, બાર મહિને ? એવું આ ગઈ લાઈફનો સ્ટોક, એ આ ભવમાં તમને ઉદય આવે, ને આગળ તમને ઇન્સ્ટ્રકશન (સૂચના) આપે. અત્યારે આ જૂનું મન છે ને, તે ડિસ્ચાર્જ થયા કરે છે અને નવું બંધાઈ રહ્યું છે. મન તો ડિસ્ચાર્જ થતું હોય છે. તે જેટલી બૂમો પાડવી હોય તે પાડ્યા જ કરવાનું એ તો. ડિસ્ચાર્જ એટલે બીજા શબ્દોમાં એક્ઝોસ્ટ (ખાલી) થવું. એક્ઝોસ્ટ શબ્દ સમજી ગયાં ને, એ મન એક્ઝોસ્ટ થયા કરે છે.
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy