SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મન, મનના ધર્મમાં.... પ્રશ્નકર્તા : એટલે આત્મામાંથી જ વિચાર નીકળતા હશે ? દાદાશ્રી : એ તો તમને દેખાય છે એવું. તમે આગળ જોઈ શકતા નથી એટલે તમને એમ લાગે છે કે વિચાર આત્મામાંથી જ નીકળે છે. પ્રશ્નકર્તા : એવો અમારો અંદાજ છે. દાદાશ્રી : પણ એ અંદાજ પણ બરોબર નથી. એની આગળ બહુ છે. બહુ લાંબે જવાનું છે. આત્મામાં વિચાર નામનો ગુણ જ નથી. ત્યારે વિચાર એ કર્મ ? પ્રશ્નકર્તા : એક કર્મ એવો છે કે જે મનમાં વિચાર કરવાથી ઉદ્ભવે. દાદાશ્રી : વિચાર એ કર્મ છે ? પ્રશ્નકર્તા ઃ નહીં, વિચાર એ કર્મ નથી, વિચાર દ્વારા કર્મ બંધાય આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : વિચારોને કર્મ ગણી શકાય ? દાદાશ્રી : વિચારોને ક્યારે કર્મ કહેવાય ? એમાં આત્મા તન્મયાકાર થાય એટલે કર્મ કહેવાય. વિચારો એમ ને એમ એક્ઝોસ્ટ (ખાલી) થયા કરતાં હોય તો કર્મ ના કહેવાય. પ્રશ્નકર્તા : એટલે વિચારોમાં તાદાભ્ય થઈ જાય તો જ કર્મ ગયા ? દાદાશ્રી : તો કર્મ બંધાય. નહીં તો કર્મ બંધાય નહીં, નહીં તો એક્ઝોસ્ટ થયા કરે છે, પણ પોતાને ગમતો વિચાર આવે કે આ લોટરી લઈશું તો બે લાખ રૂપિયા મળશે, તો તે ઘડીએ તન્મયાકાર થઈ જાય. પ્રશ્નકર્તા : અમુક વિચારોને કર્મ ગણાય અને અમુક વિચારો કર્મ ન બને એવું હોઈ શકે ? દાદાશ્રી : જે વિચારોમાં તાદાભ્ય ના થાય, એ એમ ને એ ઊડી જાય અને નહીં તો બીજા તાદાભ્યથી કર્મ બંધાયું. આટલો ખુલાસો થઈ ગયો તમારો ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : તો વિચાર એ શું છે ? એ શેનું ફળ છે ? આ વિચાર કોણ કરે છે ? પ્રશ્નકર્તા : આત્મા કરે છે. દાદાશ્રી : પછી આત્મા એ વિચાર કરવાનું ક્યારે છોડી દેશે ? પ્રશ્નકર્તા : આ દેહમાંથી આત્મા નીકળી જશે ત્યારે. દાદાશ્રી : તો મોક્ષ કોઈનો થાય જ નહીં ને ! આત્મા જો વિચાર કરતો હોય તો એ એનો ગુણધર્મ કરે છે અને ગુણધર્મ હોય તો એ પછી ત્યાં મોક્ષમાંય છૂટે નહીં. મોક્ષમાંય પાછો વિચાર કર્યા કરે. એટલે આત્મા વિચાર કરતો નથી. વિચાર એ કર્મફળ છે અને એ કર્મફળને આત્મા ચાખવા જાય છે, તેનાથી નવું બીજ પડે છે.
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy