SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મન, શાંતિની વાટે... કરવાનું શું હોય ? પરમેનન્ટ (કાયમી) જોઈએ. કોઈ પણ એડજસ્ટમેન્ટ હોય તો પરમેનન્ટ જોઈએ કે ટેમ્પરરી ચાલે ? આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એ તો ફસામણ. ૩ સ્વ સ્વરૂપતી ભજતા... પ્રશ્નકર્તા : મનની વધુ શાંતિ મેળવવા માટે એવો કયો જપ વધુ કરવો કે જેથી મનની વિશેષ શાંતિ થાય અને ભગવાન તરફ લક્ષ વધે ? દાદાશ્રી : મનની વિશેષ શાંતિ સ્વરૂપનો જપ કરે તો થઈ જાય. પ્રશ્નકર્તા : સહજાત્મ સ્વરૂપ પરમગુરુ ? દાદાશ્રી : ના, એ સ્વરૂપનો જપ નથી. એ તો ભગવાનની ભક્તિ છે. સ્વરૂપ એટલે તમે કોણ છો ? એ જાણો અને જાપ કરો ને, તો પૂરી શાંતિ મળી જાય. તે આનો જાપ કેમ નથી કરતાં ? પ્રશ્નકર્તા ઃ મનનો પ્રશ્ન ઘણા વખતથી મૂંઝવતો હતો કે કઈ જાતના જાપ કરવાથી શાંતિ મળે ? દાદાશ્રી : તો સ્વરૂપનો જાપ કરો ને ! પ્રશ્નકર્તા ઃ પોતાનું સ્વરૂપ શું ? દાદાશ્રી : એ જાણતા નથી. જુઓને, આ બધી ફસામણ ! શી રીતે શાંતિ થાય ? જુઓ, આ માજી કહે, “મારે શાંતિ ખસતી જ નથી.' કારણ કે સ્વરૂપના જાપ કર્યા કરે છે નિરંતર, એક ક્ષણેય દુઃખ ના થાય, ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, કશું જ થાય નહીં. તમારા સ્વરૂપને એ દેખી શકે પાછાં. એ દિવ્યચક્ષુવાળાં છે. આ બધાંય દિવ્યચક્ષુવાળાં બેઠાં છે. તેની શાંતિ છે ને આ બધાંને. માટે અમે પહેલું સ્વરૂપનું જ્ઞાન આપીએ, પછી તમારે કાયમની શાંતિ થઈ જાય. બાકી ‘સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ' મંત્ર એ તો ભગવાનનો મંત્ર બોલ્યા આપણે, તે આપણને થોડી હેલ્પ કરે. થોડી હેલ્પ જોઈએ છે કે વધુ શાંતિ જોઈએ છે ? આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : વધુ શાંતિ જોઈએ છે. દાદાશ્રી : વધુ શાંતિ જોઈતી હોય તો, આ માજી શું કહેતાં હતાં ? મારે શાંતિ જતી નથી કોઈ દહાડોય. બે વરસથી આ સ્વરૂપનું જ્ઞાન લીધું પછી જતી નથી. શાંતિ જાય નહીં ને અશાંતિ થાય નહીં અને નહીં તો શાંતિ નામ પાડશોને છોડીનું તોયે નહીં વળે કશું. એને માટે જ્ઞાની પુરુષની પાસે કૃપાપાત્ર થવું જોઈએ. એટલે તમે ફરીવાર આ લાભ ઊઠાવવાનો પ્રયત્ન કરો હવે. અને આજે તમે શું બોલતા હતા વિધિ કરતી વખતે ? દાદા ભગવાનને નમસ્કાર કરું છું એવું બોલતા'તા ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે હવે હમણે એ બોલવાનું ચાલુ રાખજો. એનો અત્યારે જાપ કરજો. તે હમણે હેલ્પ બહુ સારી રહેશે. પણ દાદા ભગવાનનું આ યાદ રહેશે બધું નિદિધ્યાસન કે નહીં રહે ? તમારા પોતાથી ના રહે એવું હોય તો હું મારી મેળે પેસી જાઉં તો તમને દેખાયા જ કરે બધું. આ બધાં એક ક્ષણ ભૂલતાં નથી. આ વર્લ્ડનું અગિયારમું આશ્ચર્ય છે. મહાવીર ભગવાન સુધી દસ થઈ ગયા છે, આ અગિયારમું આશ્ચર્ય છે. કલાકમાં પરમેનન્ટ (કાયમી) શાંતિ અને એક અવતાર પછી મોક્ષ થાય. મોક્ષમાં જવું છે કે પછી એમ ને એમ રઝળવું છે ? રઝળવું નથી હવે ? પ્રશ્નકર્તા : રઝળીએ છીએને. દાદાશ્રી : હા. પણ હવે થાક્યાં હોય ને ! થાકેલા હોય જ ને ! થાક્યા ના હોય તો અહીં આગળ અવાય ? આ રઝળપાટનો થાક લાગે ને ! મતતી શાંતિ એ જ આત્મજ્ઞાત ? પ્રશ્નકર્તા : મનની શાંતિ એને સેલ્ફ રિયલાઈઝેશન (સ્વઓળખ) કહેવાય ?
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy