SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અંતઃકરણ સામે જાગૃતિ ૬૧ પ્રશ્નકર્તા: પણ વારંવાર પાછું એ અમારું અવલંબન લેવાની અનાદિની ટેવ એટલી બધી ગાઢી છે. દાદાશ્રી : અધ્યાસ થઈ ગયેલો ને ? એ અધ્યાસ છૂટે ત્યારે ને! પ્રશ્નકર્તા : જાગૃતિ એટલી રહેતી નથી. દાદાશ્રી : અધ્યાસ થઈ ગયેલો છે પણ તે અધ્યાસની પાછળ છે તે આ જાગૃતિ છે ને તે તમે છો. અને આ અધ્યાત છે તે અધ્યાસ છે. તમે તમારું કામ કરો, એ અધ્યાસ અધ્યાસનું કામ કરે. પ્રશ્નકર્તા : બરોબર છે. અમે અમારું કામ કરીએ ને અધ્યાસ અધ્યાસનું કામ કરે. તો એ અધ્યાસવાળો જ મોળો પડી જાય. દાદાશ્રી : આપણું જ્ઞાન જ એવું કહે છે ને ! પ્રશ્નકર્તા : આપણું જ્ઞાન તો એવું સ્પષ્ટ કહે છે કે “આપણે કશું કરવું નહીં, કશું અનુમોદવું નહીં પણ તોય અંદર પેસી જવાય આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) આમ જનરલી ડખો પંજો ચાલ્યા કરે છે. એમાં શેયનો જ ફાંટો જ્ઞાયક થઈને કામ ચલાવે છે. દાદાશ્રી : પણ એ તો આપણી માન્યતા છે, આપણે એ શેયને જ્ઞાયક છે એવું માનીએ જ કેમ કરીને ? પ્રશ્નકર્તા : જોય ને શુદ્ધ ચેતન બે જ છે. જ્ઞાયક પણ શેય છે. વચ્ચે જો જ્ઞાયક ઊભો થયો, તેય પણ એ શેયનો ભાગ છે ? દાદાશ્રી : ના, જ્ઞાયક એ જ્ઞાયક છે. પ્રશ્નકર્તા : હવે એ સંગીક્રિયાઓની પેદાશ તો નહીં ને ? તમે જે જ્ઞાયક કહો છો એ સંગીક્રિયાની નિષ્પતિવાળો નહીં ને ? દાદાશ્રી : એને લાગે-વળગે નહીં ને ! પ્રશ્નકર્તા : એ વાત બરોબર છે. હવે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ શેય સ્વરૂપ છે ? દાદાશ્રી : હા, એ જોય સ્વરૂપ છે. પ્રશ્નકર્તા અને એમાંથી જે જ્ઞાયક ઊભો થયો, ‘હુંપણું’ ઊભું થયું તે શું છે ? દાદાશ્રી : હા, એમાંથી ‘હુંપણું’ એનું નામ ભ્રાંતિ ને ! પ્રશ્નકર્તા : હા, એ ભ્રાંતિવાળો જે જ્ઞાયક છે એ પજવે છે વધારે. દાદાશ્રી : એ જે ભ્રાંતિવાળો છે ને, તે કહે છે, ‘હું જાણું છું ને હું કરું છું.’ એ છે તે ચેતનમાંય ના હોય અને જડમાં પણ ના હોય. એટલે એ તો આપણને ભાસે છે એવું કે આપણે આની મહીં પેસી ગયા છે. ‘હું ચંદુભાઈ છું’ એ બધું આખું શેય છે, આખું ડિપાર્ટમેન્ટ. પ્રશ્નકર્તા : પણ હજુ અનાદિના અધ્યાસથી એ જે જ્ઞાયક થઈ દાદાશ્રી : હા. પસી જવાય છે તેય હજુ પેસી જતાં નથી પણ ભાસે છે. પેસી જવું એ જુદી વસ્તુ છે અને ભાસવું એ જુદું છે. એવું આપણને ભાસે છે એટલે આપણે એ બાજુ સહીઓ કરી આપીએ છીએ. એ ભાસે કહીએ તોય આપણે સહી ના કરી આપીએ કે ઓહો. આ તો ભાસે છે, આવું બને જ કેમ કરીને ? જ્ઞાયક જોય રૂપે થાય શી રીતે ? જે જ્ઞાયક છે તે જોય રૂપે કેમ કરીને થાય તે ? પેસી જાય છે એ જોય છે. જ્ઞાયક શેય થઈ જાય છે, તમે કહો છો, પેસી જઈએ છીએ. એટલે આ જ્ઞાયક પેસી જાય છે એમાં. એટલે જ્ઞાયક શેય થઈ જાય. પણ ના, જોય ને જ્ઞાયક એક ના હોય, જુદા જ હોય. પ્રશ્નકર્તા : તમે કહો છો તે વાસ્તવિક રીતે જુદાં હોય. પણ
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy