SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૪ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) ૪૫૫ સંસારસંબંધનો વિચાર જ નહીં, આભાસંબંધી જ વિચાર. પ્રશ્નકર્તા: એક જ ધારા. દાદાશ્રી : એક જ ધારા ને તે દિવસોના દિવસો નીકળે. એને આ લોકોએ જ્ઞાનાક્ષેપકવંત દશા કહી. તે પછી મને ખબર પડી ગઈ કે આ જ્ઞાનાક્ષેપકવંત દશા આવી છે. ત્યાર પછી આ જ્ઞાન થયેલું. પણ તે વિચારો એ અમારું કાર્ય નહોતું. અમે વિચાર શું ધૂળ કરીએ ? એ વિચારો આવતા હતા, એવું એની મેળે આવેલું, એ પદ. પ્રશ્નકર્તા : પણ આપનો આગલા ભવનો પુરુષાર્થ ખરોને એ તો ? દાદાશ્રી : એ પુરુષાર્થ ખરો પણ અત્યારે ફિલ્મ આવી. તે અત્યારે ફિલ્મ આવી તેમાં અમારો પુરુષાર્થ નહીં. તેથી અમે કહીએ છીએ ને કે ધીસ ઈઝ બટ નેચરલ (આ કુદરતી રીતે બન્યું). લોકો શું જાણે કે આ બધું એમણે કર્યું. મેં કહ્યું, ‘કશું કર્યું નથી.’ પ્રશ્નકર્તા : પણ એ આગલા ભવમાં તો કરેલું હોય ને ? દાદાશ્રી : એ કરેલું પણ આજે નહીં ને ! એટલે અમે કહીએ છીએ કે પહેલાંનું બધું પરિણામ છે આ. પહેલાંનો હિસાબ છે આ. ઓપન માઈડ ! જેટલું ઓપન માઈન્ડ (ખુલ્લું મન) રાખે એ સમજ્યા કહેવાય. જેટલું ઓપન માઈન્ડ થાય એ સમજણ કહેવાય. અને ઓછી સમજણવાળો સંકુચિત થતો જાય. જેટલું માઈન્ડ સંકુચિત, તે કહેશે, હું સમજું છું પણ એ માણસ કશું સમજતો નથી. પણ જેનું ઓપન માઈન્ડ હોય ને, તે સમજ્યા કહેવાય. એક ભાઈ આવ્યા'તા, ઓપન માઈન્ડવાળા. ત્યારે આ બધા કહે છે, ‘તમે કોઈનેય અત્યાર સુધી સંત પુરુષ નથી કહ્યા ને આમને સંત પુરુષ કહ્યા.’ મેં કહ્યું, ‘સંત પુરુષ હતા. હું એનું માઈન્ડ જોઈ લઉં છું, કે શું માઈન્ડ છે આ ભાઈનું. આત્મા તો સરખો જ છે, મારો ને મનની મૂંઝવણનો ઉકેલ તમારો, બધાનો. ત્યારે શું જોવાનું રહ્યું ?” પ્રશ્નકર્તા : માઈન્ડ. દાદાશ્રી : તે જેટલું ઓપન માઈન્ડ ને, એટલે એ બહુ ઊંચી વસ્તુ કહેવાય. હવે મુસલમાનને અજ્ઞાનતામાં ઓપન છે અને તમારે સમજણપૂર્વક ઓપન જોઈએ. વચગાળાનું માણસનું મન સંકુચિત જ હોય. આપણે માઈન્ડ શેમાં છે, એટલું સમજવું જોઈએ. આપણને ઠોકર ના વાગે ને ઓપન માઈન્ડ થાય, તો આપણે જાણવું કે કેવું ઓપન માઈન્ડ રાખ્યું છે. શા સારુ તને કહું છું આ ? અત્યારે નાની લાઈન છે પણ માઈન્ડ આવું સંકુચિત થઈ ગયું છે. ભવિષ્યમાં તારે સંકુચિત રહેશે તો બિડાઈ જશે. પછી કોઈ મહીં કશું સારી વસ્તુ નાખેને તોય મહીં પેસે તો ને ? એટલે માઈન્ડ ઓપન કરી નાખજે. છતાંય તે ઓપન રહેશે નહીં. પાછા મહીંવાળા શું કરશે ? પ્રશ્નકર્તા : ઉછાળો મારશે. દાદાશ્રી : મહીંવાળા તને કહેશે કે શું સાંભળવા જેવું છે ? ત્યારે આપણે એવું કહીએ, ‘અહીં ચુપ બેસો.” મહીંવાળા તારાથી જુદા છે. એ બધા ‘ક’વાળા છે. શું શું નામ છે ? એ ‘ક’ વાળાનું ? મહીં ક્રોધક છે તે તને ક્રોધ કરાવનાર છે, લોભક છે તે લોભ કરાવનારા છે. ચેતક છે. તે ચેતવનારા છે. ભાવક એ તને ભાવ કરાવનારા છે. મહીં હશે ખરા ? પ્રશ્નકર્તા : હોયને, દરેકમાં હોય જ છે. દાદાશ્રી : એ હોય જ બધા. તે એ બધાથી ચેતવાનું છે. એ એમને કાઢતાં કાઢતાં તો મારો દમ નીકળી ગયેલો. કેટલો વખત થયેલો ત્યારે નીકળેલા એ આડવંશ છે. પોતાની વંશાવળીનો માલ નથી એ. બહારથી આવીને પેસી ગયેલાં છે. લોક જાણતાંય નથી કે મારે મહીં કોણ બોલે છે. મારે કાર્ય કરવું હોય અને મહીંથી ત્રીજી જાતની સલાહ આપે તો આપણે ના સમજીએ કે આ કોઈ ત્રીજું છે ? એવું બને ખરું ? અનુભવમાં આવ્યું તને ?
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy