SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ મન કા ચલતા તન ચલે... ૪૩૧ ૪૩૦ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) તો એને બધું સર્વસ્વ જતું રહેશે. મન વડગાદી જવાનું નક્કી કરે, તો આપણે એને જવા દઈએ. કારણ કે આપણે વડગાદી જવું છે. પણ મન દાદર સ્ટેશને ઉતરી માટુંગા ચાલવા માંડે તો ? પ્રશ્નકર્તા : તો ત્યાં મનનું નહીં સાંભળવાનું. દાદાશ્રી : જ્યાં સુધી આપણા ધાર્યા પ્રમાણે આવે ત્યાં સુધી કરેક્ટ. પછી એનું સાંભળવાનું નહીં અને બુદ્ધિમાં તો આપણું ચાલે નહીં ને ! પ્રશ્નકર્તા ઃ જેવી રીતે મનનું સાંભળવાનું નહીં, એવું અહંકારનું નહીં સાંભળવાનું એવું હોય છે ખરું ? દાદાશ્રી : અહંકારનું સાંભળવાનું નહીં એ ખરું ને પણ એ તો મૂળ અહંકારની વાત જ નહીં ને ! મૂળ અહંકારનું સાંભળ્યા વગર છૂટકો જ ન થાય ને ! આ તો ડિસ્ચાર્જ અહંકારનું નહીં સાંભળવાનું. પ્રશ્નકર્તા : મનથી માણસ ચાલે છે, એ સિવાય બીજા શેનાથી ચાલે ? દાદાશ્રી : બીજાને અહંકારથી ચલાવે છે. આ બુદ્ધિજીવીઓ બધા એ મનને ગાંઠતા જ નથી. એ તો પોતાને કામમાં આવે એટલું જ મન લે. બીજું ગાંઠે નહીં. પોતાના ધ્યેય પ્રમાણે ચાલે. બુદ્ધિજીવીઓ બહુ સરસ કામ કાઢી લે. આ બધા મનના કારખાનાઓ ન હોય. એમાં ધ્યેય પ્રમાણે પોતાને ચાલવું. તોય અહીં આવ્યા વગર તો છૂટકો નથી. પેલો મેળ પડે નહીં ને ! પ્રશ્નકર્તા : મન કા ચલતા તન ચલે કહ્યું છે પણ આ વાણી પણ મોટે ભાગે વિચાર ફૂટે ને તરત બોલાઈ જાય છે એ બધું મનનું કહ્યું કહેવાય ? દાદાશ્રી : બોલાઈ જવાય છે, એ વસ્તુ જુદી છે. અમુક બાબતમાં મન પ્રમાણે થાય છે. પ્રશ્નકર્તા : અમુક બાબત એટલે ? દાદાશ્રી : અત્યારે કો' કે ગાળ ભાંડી, તો મહીંથી મન કહેશે, મારો બે ધોલ તો ?” આ તો પ્રતિક્રમણ કરવું જોઈએ કે આ ભૂલ થઈ. આવું ના હોવું જોઈએ. બધે ચોખ્ખું રાખવું જોઈએ, નહીં તો મનમાં રીસ ચઢતી જાય દહાડે દહાડે ને મન એક દહાડો કૂદાકૂદ કરી મેલે. ધ્યેય એટલું જ ઉતરે “ચંદુ’ ! મનમાં તો ઉતરવાનું જ નથી. આ મનને તો જોયા જ કરવાનું છે. મનમાં જો ઉતરે તો ફરી બગડી જાય. પ્રશ્નકર્તા: આપણું ધ્યેય હોય એટલું તો એને ઉતરવું પડે ને? દાદાશ્રી : આપણે ઉતરવાનું નહીં. પ્રશ્નકર્તા : મનને ઉતરવાનું ? દાદાશ્રી : એ તો ઉતરે છે. ચંદુભાઈ ઉતરે, આપણે શું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈને એટલું ઉતરવાનું ને ? દાદાશ્રી : એ તો ચંદુભાઈ ઉતરે છે, એ પોતાના ધ્યેય પ્રમાણે અને તે અવળું ચાલે તો પાછા હાંકે એને, કે એય એ બાજુ નહીં જવાનું. પ્રશ્નકર્તા : મન વિચાર કરે અને પછી આપણા ધ્યેય પ્રમાણે હોય તો ચંદુભાઈ એટલે એમાં ઉતરે ? દાદાશ્રી : ધ્યેય પ્રમાણે હોય તો જવા દેવાનું. અને ધ્યેયની વિરુદ્ધ હોય, આપણે જવું હોય ઉત્તરમાં ને એ આમ આ બાજુ ફરે, તો આપણે હાંકીને લઈ જવાનું એ બાજુ. આપણા ધ્યેય પ્રમાણે મનને વાળવું. મન આપણા ધ્યેયને અનુસરીને હોય તેટલો વખત એને અનુસરવું.
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy