SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : ના થાય. દાદાશ્રી : શું કારણથી ? મહીં ચોખ્ખું કર્યું ને ! આખી રાત મેં ચોખ્ખું કર કર કરેલું. અને સવારના પહોરમાં છૂટું મૂક્યું, તે પછી મેલું થાય જ નહિ ને ! આમ પાસા ફેરવે, તેમ પાસા ફેરવે, ચોખ્ખું કર કર કર્યા કરે. પ્રશ્નકર્તા : કેવી રીતે કર્યું દાદા ? એ શું કર્યું ? દાદાશ્રી : કેટલાય પ્રતિક્રમણ કર્યા. કેટલાં બધા લોકો, એની જોડે મળવાનું, વાતચીત કરવાની. આ બધાં લોકો જોડે રાત્રે મળવા જાઉં, વાતચીત કરું. એના મનનું સમાધાન કરી નાખું, ત્યાં ને ત્યાં. હવે અહીં આવે તો એને સમાધાન લાગે. પ્રશ્નકર્તા : કોઈ વ્યક્તિ જોડેનું મન આપ ચોખ્ખું કેવી રીતે કરો છો ? દાદાશ્રી : હું તો ત્યાં જઈને એકલું પ્રતિક્રમણ નથી કરતો, ત્યાં જઈને બધી વાતચીત કરીને એનું બધું ચોખ્ખું કરી આપીને પછી પાછો આવતો રહું. પ્રશ્નકર્તા : શું વાતચીત કરો ? દાદાશ્રી : કે ‘ભઈ, મારી ભૂલ થઈ છે ને હવે આપણે મોક્ષે જઈએને, આ ભાંજગડમાં શું કામ પડો છો ? આપણે શું લેવાદેવા છે તે ?' એનું મન ખુશ કરી દઈએ. પ્રશ્નકર્તા : એનું મન તમને એક્ઝેક્ટ વંચાય ? એનું મન શું શું બૂમો પાડે છે તે તમને વંચાય ? દાદાશ્રી : હા, હા, બધું સમજી જાય. એની જોડે ત્યાં જઈને કરી આવવાનું. અને અહીં આવ્યો હોઉં પાછો, જઈને પાછો આવું. એનું ચોખ્ખું થઈ ગયું હોય ને અહીં આગળ મને જુએ તો બધું ચોખ્ખું જ દેખાય. મન કા ચલતા તને ચલે... ૪૧૭ નિર્દોષ દૃષ્ટિતી કેળવણી... બધાં માણસને જોઈએ તો ખરાં ને કે ના જોઈએ ? દોષિત તો કોઈ દેખાવો જ ના જોઈએ. મનમાંય ના હોવું જોઈએ. બુદ્ધિમાં તો હોવું જ ના જોઈએ. પ્રશ્નકર્તા : બુદ્ધિમાં પાછું કેવું હોય ? દાદાશ્રી : બુદ્ધિ ક્લીયર હોય. મને બહુ ગાળો દઈ ગયો હોય તેને હું આવું કહું કે ‘એ બહુ સારો માણસ, આના જેવો માણસ મળે નહીં !' પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે એવું કહીએ કે ‘આ બહુ સારો માણસ છે’ પણ પાછું જોડે જોડે ફરી મહીં દેખાડે કે ‘શું સારો છે ?’ આવું તો કરી ગયો, એને કેમનો સારો કહેવાનો ? દાદાશ્રી : એ કહે તો પણ અમે પાછા એને સમજાવીને અમારું એડજસ્ટ કરી દેવડાવીએ. એને સમજાવીએ બધું સારી રીતે. પ્રશ્નકર્તા : એ કઈ સમજણ પાડો એને ? દાદાશ્રી : છેલ્લી રીત એ સમજાવીએ કે ખરી રીતે આત્માએ કરીને, નિશ્ચય કરીને તો શુદ્ધ છે અને વ્યવહારમાં એ બિચારો પરવશતાથી કરે છે, એમાં એનો શો દોષ બિચારાનો ? એવું તેવું બધું સમજાવીને આમ સમજણ પાડીએ પણ છેવટે એની પાસે કબૂલ કરાવીએ. એક જ શબ્દથી ના પતે. બહુ બહુ જાતના શબ્દોથી સમજાવું પડે. પ્રશ્નકર્તા : આપે એક વખત એમ કહેલું કે ‘એ શુદ્ધાત્મા છે’ એટલું કહેવાથી કંઈ એ નિર્દોષ ના દેખાય. મન થોડીવાર આગળ જઈને ચડી બેસે. એટલે એ બધાં પાસાં દેખાડીએ ત્યારે એ નિર્દોષ છે એવું એક્સેપ્ટ કરે. દાદાશ્રી : હા. મન તો એકલું એક્સેપ્ટ કરે જ નહિ ને ! મન જ્ઞાનની વાતેય ના એક્સેપ્ટ કરે. આ જ્ઞાનની જ વાત છે કે, ભઈ,
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy