SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ના ગમતા વિચારો સામે... રહે. એનો એ લોકોને સ્કોપ ના મળે કે ખાવાનું જ નથી, બંધ જ થઈ ગયું. ૩૨૩ દાદાશ્રી : સંયમમાં સ્કોપ ના રહે એટલે જ એડવાન્સ (પ્રગતિ) થાય ને ! મનને આમ ઘડીમાં જલેબી ખાવાની ઇચ્છા થઈ જાય, જો કાલે ખાધી હોય તો, કંઈ ભજીયાં ખાવાની ઇચ્છા થઈ જાય, ફલાણી ઇચ્છા આમ થઈ જાય, તેમ થઈ જાય. એટલે એ સ્કૂલમાં બેઠો. એટલે આ પ્રગતિ માંડે છે હવે. હા, તે પ્રગતિ માંડતી વખતે દુઃખ તો હોય જ ને ! પ્રશ્નકર્તા : સહન કરે તો જ પ્રગતિ મંડાય ને ? દાદાશ્રી : સહન કરે તો જ આગળ કોલેજ થાય ને ! આ બધાં જે આગળ ગયેલાં, તે સહન કરાવડાવીને ગયેલાં, એ એકલું ભેગું કરીને ખાઈને ગયેલાં નહીં. ભેગું કરીને ખાય, એમાં પ્રગતિ શું મંડાઈ ? એને આનંદ બહુ રહે, સારો રહે, શાંતિ રહે આખો દહાડો. આપણને એમ લાગે કે જુઓ ને, મોઢાં પર નિર્વિકલ્પ જેવા દેખાય છે ને ! અત્યારે જો કદી બીજી જગ્યાએ સાધન ના હોય તો કેટલાક ધર્મના સાધુઓને જોઈ આવવું. એમનો કાયદો છે કે ભેગું કરીને ખાવું. એમના ધર્મમાં મોટામાં મોટી વસ્તુ એમની પાસે એ છે કે સ્ત્રીઓનો વિચાર સરખો નહીં. ત્યારે એ કંઈ જેવી તેવી વાત કહેવાય નહીં ને ! પ્રશ્નકર્તા ઃ સ્ત્રીનો વિચાર નહીં, એવું એ લોકો રહી શકે ખરા ? દાદાશ્રી : હા. કારણ કે એમના આ ખોરાકના જે બંધારણ છે ને, એમાં મન એડવાન્સ ના થાય. પણ આના આધારે આજે બીજી કમાણી કરી શકે એ લોકો. મનને જો કદી સ્કૂલમાં મૂક્યું તો જે સ્વાદ મળે છે તે તેના આધારે સ્રીઓ તરફ દૃષ્ટિ જાય છે. પેલું તો બહેરું જ કરી નાખવાનું બધું. ઇન્દ્રિયો જ બહેરી. આ ઇન્દ્રિયો ખુલ્લી કરી કહેવાય આપણે ને પછી સંયમ કર્યો અને ખુલ્લા કર્યા વગર મોક્ષે જવા દે કે ? એ સાધુઓ પાસે મોટામાં મોટી કળાઓ એ કે નિર્માનીપણું આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) હોય, નિસ્વાદીપણું હોય, બ્રહ્મચારીપણું હોય. હા, પાંચેય વ્રત ધરાવડાવે એ લોકો પહેલેથી. હવે આમને કાઢી નાખો એવું કહે છે ? ના, એ માર્ગ જ છે, શરૂઆત છે, બિગિનિંગ છે, મોટામાં મોટું બિગિનિંગ છે. અરે, એમને ત્યાં જઈને જુએ, એમના બ્રહ્મચારીઓ તો કેવાં સરસ લાગે છે, પણ એ મન-વચન-કાયાનું બ્રહ્મચર્ય નહીં. શુદ્ધ સંયમ, અક્રમ થકી ! અહીં સંયમ પરિણામ ઊભું થાય અને જેને સંયમ કહેવામાં આવે છે એવો શુદ્ધ સંયમ, એ આ અક્રમ વિજ્ઞાનના આધારે કરી શકે. ક્રમિક માર્ગમાં તો કોઈ દહાડો શુદ્ધ સંયમ થાય જ નહીં, અશુદ્ધ જ સંયમ હોય. પ્રશ્નકર્તા : વાણીને, દેહનો સંયમ આવી જાય પણ મનનો સંયમ કેવી રીતે આવે ? ૩૨૪ દાદાશ્રી : મન તો અવળું ખોળે. તે આપણે એ સંયમ કરતાં કરતાં, મનને કંઈક કહેવું પડે ને, આ તો મહાન ઉપકારી છે. અને તમે તો કહો, ‘આ નાલાયક છે.' તે મન અવળું ફરે. એટલે ત્યાં ‘મહાન ઉપકારી છે આ તો, આ ઉપકાર તો ભૂલાય એવા નથી. માટે ચૂપ રહેને' એવું કહેવું. એવું કોઈ દહાડો કહ્યું નથી ? સાવ નાલાયક હોય તોય આપણે મનને કહેવું કે જબરજસ્ત ઉપકારી છે અમારો ! તો મન ચૂપ ! દેહ ને વાણીને તો બધાય નથી બોલતાં, કોણ બોલે છે ? આ સંસારી લોકો બધાય નથી બોલતાં. મહીં અંદર ચાલ્યા કરે. અને બધું મનનું જ છે ને ! અને વખતે દેહ-વાણી બોલી જાય તેનો વાંધો નથી, મન ના બોલવું જોઈએ. દેહ-વાણી બોલી જાય, તેનો તો નિકાલ થઈ જાય કે ફાઈલનો નિકાલ થઈ ગયો. મન હોય તો ફાઈલનો નિકાલ ના થાય. તા પડાય મત પર બારી ! આ જગતના લોકો મન ઉપર કોઈ વાત ના લે, એવું કરી શકે.
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy