SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ના ગમતા વિચારો સામે... ૩૧૭ ૩૧૮ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) ઊભી થાય છે. ત્યારે હું એમ સમજું છું કે મનને સાંભળવું નહીં જોઈએ અને સ્વસ્થ બુદ્ધિથી વિચાર કરવો જોઈએ. એમાં તમારું શું માનવું છે ? દાદાશ્રી : જેને સાચો માર્ગ ના મળ્યો હોય, તેને રસ્તામાં આ ગડું કામ લાગે. ગપ્યું છે પણ કામ લાગે. પ્રશ્નકર્તા : ગપ્યું છે ? દાદાશ્રી : છે જ ગપ્પાં, તે બધાં ગપ્પાં જ છે. બીજું શું છે ? પણ કામ લાગે કે ભઈ, મનનું બહુ સાંભળવું નહીં, બુદ્ધિની કસોટીએ ચડાવી જોવું. મનનું સાંભળી સાંભળીને તો લોક ગાંડા થઈ જાય. બુદ્ધિની કસોટીએ ચઢાવે ત્યારે આપણને ખાતરી થાય કે આ સાંભળવા જેવું છે ને આ નથી સાંભળવા જેવું. એટલે આ ગપ્યું છે પણ સારું, હિતકારી છે, જ્યાં સુધી માર્ગ ન મળે ત્યાં સુધી. માર્ગ મળ્યા પછી તો રાજધાની એક્સપ્રેસ, પણ ત્યાં સુધી ખાડા-ખબડામાં ભટક ભટક કરે. તો સાધન તો જોઈએ ને ? સાધન ખોટું નથી, સારું છે. આત્મા ઉપર આવવાની ઇચ્છા નહીં ? સાધન બરોબર છે. અત્યારે તમે જ્યાં આગળ ફરો છો, વિચરો છો ત્યાં આગળ આ સાધન બરોબર છે પણ રાજમાર્ગ ઉપર વિચરવાની ઇચ્છા નહીં ? પહેલાં મનની કૂદાકૂદ બંધ કરવી જોઈએ. મન, બુદ્ધિ, બધાની કૂદાકૂદ થાય, આવું હશે કે તેવું હશે, તે બધું પૂછીને આપણે મનને કૂદાકૂદ કરતું બંધ કરી દેવું પડે. અને ત્યાર પછી જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાથી, એમનો રાજીપો લેવાથી મોક્ષ થઈ જાય. પ્રશ્નકર્તા : મનને સ્થિર કરવા માટે શું કરવું ? દાદાશ્રી : તમારે સ્થિર કરવાનું ? સ્થિર હું કરી આપીશ બધું, પણ અત્યારે તમારા મનમાં કૂદાકૂદ છે ને, સંદેહો ને શંકાઓ, તે તમારે રજૂ કરીને, એકવાર આપણે મનનું સમાધાન કરાવી લેવું. જ્ઞાની પુરુષમાં હજુ તમને સંદેહ ઉત્પન્ન થાય. મન સ્થિર તો પહેલું થાય નહીં. સ્થિર તો જ્ઞાની પુરુષની કૃપાથી જ થાય. પ્રશ્નકર્તા : આનંદઘનજીએ એવું કહ્યું છે કે જેણે મન સાધ્યું, તેણે સઘળું સાધ્યું. તો આ એક પ્રશ્ન ઊભો થાય છે. તમે કહો છો ને કે હું તમને મન સાધી આપીશ. જ્યારે આનંદઘનજી એમ કહે છે કે સ્વપુરુષાર્થથી થાય. દાદાશ્રી : હા, પણ અહીં સ્વપુરુષાર્થનો જ રસ્તો હતો બધો. આનંદઘનજી કહે છે એ સ્વપુરુષાર્થનો જ રસ્તો હતો. કૃપાળુદેવ કહે છે એ સ્વપુરુષાર્થનો રસ્તો હતો. ચોવીસ તીર્થંકરો કહેતા હતા, એ સ્વપુરુષાર્થનો રસ્તો હતો. અત્યારે એ કાળ નથી કે સ્વપુરુષાર્થ થઈ શકે માણસથી. એક પણ માણસ એવો નથી કે જે સ્વપુરુષાર્થ કરી શકે. ખુલાસા થયા વગર મન સ્થિર ના થાય. અને મન સ્થિર ના થાય, ત્યાં સુધી વીતરાગનો માર્ગ મળે નહીં. એટલે વીતરાગનો માર્ગ એડજસ્ટ (માફક) ક્યારે થાય ? મન સ્થિર થાય તો. વીતરાગોનું મન બહુ સ્થિર રહેતું હતું. એટલે ગમે તે ટાઈમે, એટ એની ટાઈમ, એની મોમેન્ટ અને ગમે તે થાય તોય પણ સમાધાન રહે. સર્વ સમાધાની જ્ઞાન કહેવાય આ, કોઈ પણ સંજોગોમાં ! હવે એ તો દુનિયામાં બનતું નથી, એવું આ બન્યું છે. લોકો તો લાભ લઈ ગયા, દસ-બાર હજાર લોકો તો લાભ લઈ ગયા. આમ મતનું સમાધાત ! પ્રશ્નકર્તા : મનનાં સમાધાન વિશે દાખલો આપી સમજાવો. દાદાશ્રી : આપણે તો પળે પળે આ મનનું સમાધાન થાય છે. માટે આ જ્ઞાન સાચું છે એવું આપણને ખાતરી થાય. અમે તૈયાર થઈને બેઠેલા. ત્યારે મેં કહ્યું, ‘આજ ગાડી કોની આવવાની છે ?” ત્યારે કહે, ‘પેલા ભાઈ આવ્યા છે, તે આવશે બનતા સુધી.” એટલે પછી અમે બેસી રહ્યા. અમે જાણ્યું કે ‘વ્યવસ્થિત’ છે. હિસાબ આવ્યો તે ઘડીએ ‘વ્યવસ્થિત.” એટલે અમારે મન સમાધાન જ હોય. હજુ સાડા આઠ થાય ત્યાં સુધી અમારે કશું પેટમાં પાણી-બાણી હાલે નહીં.
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy