SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ના ગમતા વિચારો સામે... ૩૧૩ ૩૧૪ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) વસ્તુ થઈ ગઈ છે. મૂડ એટલે કોઈ પણ બાબતમાં જાગૃતિ રમ્યા કરે. જાગૃતિ શેમાં છે? ત્યાં આગળ રમ્યા કરતો હોય એ મૂડ. પ્રશ્નકર્તા : ચિત્ત ઝલાઈ ગયું હોય એવું ને ? દાદાશ્રી : હા, એવું. એને પછી બીજી વાત કરે તો ગમે નહીં. મનમાં થયા કરે, આ ઊઠે તો સારું, આ ઊઠે તો સારું ! કારણ કે જે ગમતું હોય ને, તે બીજી બાજુનું બંધ થઈ ગયું ! ખરું તો ક્યારે કહેવાય કે લાલ ધર્યું કે લાલ થઈ જાય. લીલું ધર્યું કે લીલું થઈ જાય. પીળું ધર્યું કે પીળું થઈ જાય. ધરતાંની સાથે તેવું થાય. આ બહારનું દ્રવ્ય એના જેવું પેલું મહીં થઈ જાય. હોમ'માં રહીને ફોરેકતો તિકાલ ! પ્રશ્નકર્તા: આમાં હોમમાં રહીને એટલે કેવી રીતે નિકાલ કરવો જોઈએ, એ જરા દાખલો આપીને સમજાવો. દાદાશ્રી : હમણે તને કોઈકે ગાળ ભાંડી દીધી. ગાળ ભાંડી એ વ્યવસ્થિત હતું અને તે પાછલો હિસાબ હશે. એવું બધું. ‘હોમ'માં રહીને નિકાલ ના કરીએ તો એ હિસાબે મન પાછું ચાલુ થઈ જાય. પ્રશ્નકર્તા : કોઈકે મને ગાળ ભાંડી તો મારે ‘હોમ'માં રહીને કેવી રીતે નિકાલ કરવાનો ? દાદાશ્રી : ‘હોમમાં રહેવું એટલે શુદ્ધ જ. ‘પોતે’ ‘શુદ્ધાત્મા’ રહે, તો પ્રજ્ઞા એની મેળે નિકાલ કરે, પ્રજ્ઞા તે ઘડીએ કામ કર્યા કરે. મનમાં સમજી જાય કે આ ‘વ્યવસ્થિત” છે, એટલે ગાળ દીધી ! કેમ ચાર જ શબ્દ કહ્યા ? બાર શબ્દો કેમ ના કહ્યા ? ચાર શબ્દોની ગાળ ભાંડે છે, બાર શબ્દોની નથી હોતી ? હોય, પણ ચાર શબ્દ કહ્યા માટે ‘વ્યવસ્થિત છે. એટલે ‘વ્યવસ્થિત કહેવાનું અને આપણો હિસાબ કહેવાનું. આ બધું ભેગું કહીએ એટલે પછી પાછું સમાધાન થઈ જાય. પ્રશ્નકર્તા : એટલે કોઈકે ગાળો ભાંડી તો મન ગૂંચાય છે તે ઘડીએ ? દાદાશ્રી : હા, મન જ ગૂંચાય ને, બીજું કોણ ગૂંચાય ? મનને જ અસર થાય ને, પછી બુદ્ધિ મદદ કરે પાછી. બુદ્ધિ આમ સંકોરે. પ્રશ્નકર્તા : એ એને કઈ રીતે સંકોરે છે ? દાદાશ્રી : બુદ્ધિ જાણે કે આ હમણે ગાફેલ છે, એટલે પછી વાતને સંકોરે. પ્રશ્નકર્તા: મન ગૂંચાય તે ઘડીએ જાગૃતિ હાજર હોય તો બુદ્ધિ સંકોરે નહીં. દાદાશ્રી : જાગૃતિ તો બુદ્ધિને ઓળખે ને કે આ અવળું કહેવાની છે. એવું ના સમજે ? જાગૃતિવાળો તો તરત એ સમજી જાય. પ્રશ્નકર્તા : ગાળ ભાંડી તે ઘડીએ મન કેવા પ્રકારથી ગૂંચાય છે ? દાદાશ્રી : તને અનુભવ નથી ? પ્રશ્નકર્તા : આમ શબ્દમાં કહોને આપ. દાદાશ્રી : ફરી એની એ જ જગ્યાએ ફરે, ફરીને ત્યાં જ જાય, એનું નામ ગૂંચાયું. એની એ જ જગ્યાએ ગૂંચાય. જેમ ગોળ હોય, તેની પર માખ ફર્યા કરે, પાંચ મિનિટ થાય ને ફરી ત્યાં જ બેસે. પ્રશ્નકર્તા : ‘મને શું કામ કહી ગયો ? મેં શું ભૂલ કરેલી ?” એવું થાય. દાદાશ્રી : “એ શું સમજે ? એની મેળે શું સમજે ? એની તાકાત શું છે ?” પછી આ ફોરેનમાં ચાલ્યું ! પ્રશ્નકર્તા : એટલું બધું બોલે એ મનનું ફંકશન છે કે અહંકારનું છે ?
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy