SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર ! દાદાશ્રી : મન રૂપક છે ? પ્રશ્નકર્તા : આ ફાધર-મધર એ રૂપક છે. ૨૧૯ દાદાશ્રી : ના. પણ મનનું જન્મસ્થાન તો હશે જ ને ? આ દુનિયામાં કોઈ પણ ચીજ અજન્મા નથી, એક ફક્ત છ ચીજ સિવાય, ઈટર્નલ (શાશ્વત) સિવાય. બીજી બધી જન્મે છે. એટલે મન-બુદ્ધિ બધું જન્મેલું છે. મેં પુસ્તકમાં લખ્યું છે કે હુ ઈઝ ધી ફાધર ઓફ માઈન્ડ એન્ડ મધર ઓફ માઈન્ડ. એ સાયન્ટિસ્ટોએ જવાબ આપવો પડશે, એવા પાંચ-દસ પ્રશ્નો અમે કાઢી રાખ્યા. એક-બે સાયન્ટિસ્ટ ભેગા થયા'તા, પણ એમને ના ફાવ્યું. એ તથી મા-બાપ એતાં ! પ્રશ્નકર્તા : ઇન્દ્રિયોમાં મન ‘હું' છું, એનો ફાધર-મધર કોણ હોઈ શકે ? દાદાશ્રી : ‘હું’નો પાછો ફાધર જ હોયને. ઇન્દ્રિયોનું ઉપરી મન થયું. એ તો એમ કહેવામાં આવે છે કે, મન એટલે ઇન્દ્રિયોનું ઉપરી. ‘હું’ દરેક બાબતમાં ઉપરી, ‘હું’ છું એમ કહે છે પણ એ ખરેખર પોતે નથી, એનાં ફાધર-મધર છે. ફાધર ના હોય તો આવે ક્યાંથી ? દરેક વસ્તુનાં ફાધર-મધર હોય. પ્રશ્નકર્તા ઃ મનનાં મધર અને ફાધર, બુદ્ધિ અને અહંકાર છે. દાદાશ્રી : એ રૂટ કોઝ (મૂળ કારણ) નથી, રૂટકોઝ હોવું જોઈએ. કોણ ફાધર મૂઓ છે ? પ્રશ્નકર્તા : આપણે પોતે જ. દાદાશ્રી : એવું નહીં. તમે પોતે હોય તો તમારું નામ જ ના દે ને, પજવે જ નહીંને તમને. આ છે, મતતાં ફાધર-મધર ! પ્રશ્નકર્તા ઃ એ કેવી રીતે જાણવું ? આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દાદાશ્રી : કોઈને પૂછવું, કોઈ પુસ્તકમાં ફાધર-મધરનું નામ લખેલું નથી ? ૨૨૦ પ્રશ્નકર્તા : દુનિયાના કોઈ પુસ્તકમાં નથી લખ્યું, દાદા. એ આપની પાસે જ છે. દાદાશ્રી : ફાધર-મધર ના હોય તો માઈન્ડ હોય જ નહીં. ફાધરમધર છે જ. કોણ ફાધર છે તે તમે જાણો છો ? ચા મોળી આવે તો ‘ચા મોળી છે’ એવો અભિપ્રાય આપો કે ના આપો ? પ્રશ્નકર્તા : આપીએ. દાદાશ્રી : એ ઓપિનિયન ઈઝ ધી ફાધર ઓફ માઈન્ડ એન્ડ લેંગવેજ ઈઝ ધી મધર ઓફ માઈન્ડ. (અભિપ્રાય એ મનના પિતા છે અને ભાષા એ મનની માતા છે.) જે લેંગવેજમાં તમે ઓપિનિયન આપો છો એ લેંગવેજ મધર છે અને ઓપિનિયન ફાધર છે. ઓપિનિયન ના હોય તો મન હોય નહીં. આ દુનિયામાં પહેલી વખત બધા ફોડ પડ્યા; એક્ઝેક્ટનેસમાં (યથાર્થતાએ) ! મનના ફાધર અને મધર કોઈને જડ્યાં જ નથી. વર્લ્ડ (દુનિયા) હશે ત્યારથી નથી કહેવાયું. તે આ પહેલી વખત માઈન્ડના ફાધર-મધર કહેવામાં આવે છે. એટલે આ અભિપ્રાય આપે તો મન ઊભું થઈ જાય. અભિપ્રાય આપવાની લોકોને ટેવ હોય છે ? પ્રશ્નકર્તા : હોય છે. દાદાશ્રી : તેનાથી આ મન ઊભું થયેલું છે, બીજું કશું નહીં. ફાધર-મધર છેટાં, તો જન્મે તા બેટા ! અત્યારે આપણે મન બંધ કરવું હોય, બે-ચાર અવતારમાં મન બંધ કરી દેવું હોય, તો એનો રસ્તો હશે ખરો ? પ્રશ્નકર્તા : કોઈ સ્વીચ હશેને, ઑફ કરવાની.
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy