SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ૨૧૦ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં.... દાદાશ્રી : એલી નિર્વિચાર દશા જ નહીં, નિર્વિકલ્પી એ જ નિર્વિચાર દશા. વિચર્યો એ વિકલ્પ ! એટલે આ તો હોતું જ નથી કોઈ વખત. આ તો કો'ક જ વખત હોય. નહીં તો નિર્વિકલ્પી શબ્દય લખવાનો રાઈટ નથી કોઈને. આ તો લોકો લઈ પડ્યા છે બાવા બધા કે નિર્વિકલ્પી હો ગયા, નિર્વિકલ્પી હો ગયા. અરે, ક્યા નિર્વિકલ્પી હો ગયા ? કરોડ અવતાર થશે તોય નહીં ઠેકાણું પડે. મનનો ધર્મ જ વિચાર કરવાનો છે. તે એથી કરીને સંકલ્પવિકલ્પ કહેવાતા નથી. પણ મનના ધર્મને જો આપણો ધર્મ માનીએ કે, મને વિચાર આવ્યા, તે એ સંકલ્પ-વિકલ્પ કહેવાય છે. હવે એ વિચર્યો તે ઘડીએ વિકલ્પ કહેવાય. તન્મયાકાર થયો કે એની સાથે વિકલ્પ, બીજો વિશેષ કલ્પ કર્યો આ. પોતે કલ્પસ્વરૂપ તેને બદલે આ વિકલ્પ કર્યો. વિશેષ કલ્પ કર્યો. અને વિચર્યો નહીં ને મનને જોયું એ નિર્વિકલ્પ. જેટલો વખત વિચર્યો એટલા વિકલ્પ. વિકલ્પનો અર્થ સમજાયો ને ? તમારે નિર્વિકલ્પ થવાનું છે. તમે નિર્વિકલ્પી થયા એટલે મનમાં શું થાય છે, એ અધ્યવસાન દેખાયા કરે. બસ, એને જોયા કરો. પ્રશ્નકર્તા : એટલે જોયા કરે, એને જ નિર્વિકલ્પી અવસ્થા સમજવી ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : નિર્વિકલ્પી એટલે બિલકુલ વિચારશૂન્યતા નહીં ? દાદાશ્રી : ના, વિચાર તો ભલેને રહ્યા. છોને રહ્યા. મન કૂદાકૂદ કરે. મન એક્ઝોસ્ટ થયા જ કરે છે. મન જીવવું છે ને, તે આ દેહ છે ત્યાં સુધી મન જીવ્યા કરે. ભગવાન મહાવીર છેલ્લી દિશામાં હતા તો ય પણ એમનું મન જીવતું જ હતું. સંકલ્પ- વિલ્પ કાઢે જ્ઞાતી ! પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જલેબી ખાવાનો વિચાર આવે છે. એ અહંકારને ગમ્યો એટલે અહંકાર સંકલ્પ કરે છે કે આમ જ હોવું જોઈએ ? દાદાશ્રી : હા, તે ઘડીએ સંકલ્પ કહેવાય. પ્રશ્નકર્તા: તો વિકલ્પ કોને કહેવાય ? દાદાશ્રી : હું માલિક છું, હું શેઠ છું એ વિકલ્પ અને મારું છે એટલે સંકલ્પ. પ્રશ્નકર્તા : તો મનમાં એકલા વિકલ્પ નથી ? દાદાશ્રી : મનમાં કશું છે નહીં બિચારું. પ્રશ્નકર્તા : અહંકાર જ સંકલ્પ-વિકલ્પ કરે છે ? દાદાશ્રી : હા. અહંકાર એ જ સંકલ્પ-વિકલ્પ કરે છે. તે જગત આખું એમ સમજે છે કે મનમાં વિચાર આવે છે, એ જ સંકલ્પ-વિકલ્પ છે. અલ્યા, એ ન હોય ! જ્ઞાની પુરુષની પાસે ઓળખ. ઊલટાં આ તારાં મા-બાપ મૂકી, પારકાં મા-બાપને શું કામ મા-બાપ, મા-બાપ કર્યા કરે છે ? તે પોતાનાં મા-બાપ રખડી મર્યા એવું થઈ ગયું આ. મહીં પ્યાલા ફૂટી જાય તો “શું ફૂટ્યું ?” કહેશે. પ્યાલા ફૂટી જાય તો મન ચંચળ થાય ને ? પ્રશ્નકર્તા : ક્ષણિક થાય. દાદાશ્રી : અને અમારે તો ક્રોધ-માન-માયા-લોભનો સંપૂર્ણ ત્યાગ, રાગ-દ્વેષનો સંપૂર્ણ ત્યાગ. એટલે અમને વિચાર ના આવે કોઈ જાતનો, નિર્વિચાર દશા. એક કલાક તમે એવી દશામાં આવી તો કેટલી મજા આવે ? અમારે નિર્વિકલ્પ દશા. અમને વિકલ્પય ના આવે ને સંકલ્પય
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy