SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં... વહુ કહેશો તો હું તમને મારીશ.’ તે આપણે કહીએ, ‘માજી કહું છું ને, બે વખત માજી.’ ફાધરના વાઈફ તો ના જ કહેવાય ને ! કહેવાય કંઈ ? ૧૮૯ પણ આપણે તો પછી સાચું ના હોય તો આ બનાવટી કરે. અને તેય સારું છે. એવું એવુંયે લોકોને ઠંડા પાડે છે ને દુકાન ચાલ્યા કરે છે ને ? ખોટું કશું નથી. લોકોને ઊંધા જતા રોકે છે ને ! નહીં તો લોકો ૨મી રમવા જતા રહે. એના કરતાં આ દુકાનવાળા વધારે સારા છે. ત્યાર પછી પ્રગટે સ્વયં પ્રકાશ ! એવું છે ને, રામકૃષ્ણ પરમહંસનું કેટલાક લોકોને સારું લાગે. કેટલાક લોકોને વિવેકાનંદનું સારું લાગે. કેટલાક લોકોને રમણ મહર્ષિનું સારું લાગે. એમ બધાને જુદું જુદું હોય છે. એમાં સત્ય કોનું ? પ્રશ્નકર્તા : મનની અવસ્થા ઉપર આધાર રાખે છે. જે જે સીટમાં હોય, એને એ સારું લાગે. દાદાશ્રી : એની મનની જે અવસ્થા છે, તે અવસ્થાને મળતી આવે, એટલે એક જ લેયરમાં આવી જાય. એટલે એ લેયરવાળાં બધાં ભેગાં થાય. એમાં જ ગમે એને. મનનાં લેયર્સ એટલાં બધાં છે કે પાર વગરનાં મનનાં લેયર્સ છે. ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર, પછી મનનાં લેયર પૂરાં થાય પછી બુદ્ધિનાં લેયર શરૂ થાય. પ્રશ્નકર્તા : જો માણસ મનની અવસ્થાથી ઉપર જાય તો એને સાથે સાથે વીતરાગ અવસ્થા પ્રાપ્ત થાય ને ? દાદાશ્રી : ના. મનથી ઉપર જાય તો બુદ્ધિ પજવે. મનનાં લેયર્સ એટલાં બધાં છે કે પહેલા લેયર્સમાં જાય ત્યાં ખૂબ આનંદ હોય તો ત્યાં ને ત્યાં જ રહ્યા કરે. પછી બહુ વખત થાય એટલે એ લેયર પાછું ગમે નહીં. પાછું બીજા લેયરમાં જાય. પછી ત્રીજા લેયરમાં જાય. મનનાં એટલાં બધાં લેયર્સ છે. અનંત અવતારે એ લેયર્સમાં અનુભવ કરતો કરતો મનનાં લેયર્સ પૂરાં કરે. કેટલા અવતાર પૂરાં કરે ત્યારે મનનાં આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) લેયર પૂરાં થાય. પછી મનનાં લેયર્સમાં ગમે જ નહીં બિલકુલેય ત્યારે બુદ્ધિના લેયરમાં પહોંચે. બુદ્ધિના લેયર્સમાં પહેલાં લેયરમાં જાય, બીજા લેયરમાં જાય, ત્રીજા લેયરમાં જાય, પછી કંટાળો આવે એટલે પછી એથી ઉપરનાં લેયર્સમાં જાય. પછી છેવટે બુદ્ધિનાં લેયર્સ પૂરાં થાય ત્યારે સ્વયં પ્રકાશમાં આવે પછી સાચી વાત જાણવા મળે. લેયર્સમાં છે ત્યાં સુધી કશું સાચું મળે નહીં. ૧૯૦ ભગવાત બુદ્ધ અને મહાવીર ભગવાત ! એ મન-બુદ્ધિનાં લેયર્સ પૂરાં કરી અને બુદ્ધ ભગવાન બુદ્ધિના છેલ્લા લેયરમાં રહીને બોલે છે કે મેં હવે આગળની વાત જાણી નથી. આગળની વાત જાણવાની બાકી રહી. એટલે એ બુદ્ધ થયા. જ્ઞાની ના થયા. બુદ્ધિ આખી ઓળંગીને છેલ્લા લેયર્સમાં આવ્યા, બુદ્ધિનું એક જ જો લેયર ઓળંગ્યું હોત તો ભગવાન મહાવીરને અને એમનામાં થોડોક જ ડિફરન્સ રહેત, પણ એ જ્ઞાનીપદમાં આવી જાત. પણ બુદ્ધ કહે છે કે મેં જે વસ્તુ જોવાની હતી, તે જોઈ નહીં. એ બુદ્ધેય ભગવાન કહેવાય. છેવટે સરવૈયું કશું કાઢ્યું કે જ્યાં જાય ત્યાં દુઃખ જ દેખાય છે, એવું બધું સરવૈયું કાઢ્યું. એટલે એ નવી શોધખોળ કરવા માગે છે કે સુખ ક્યાં આગળ છે ? જેને દયા હોય, તેને દુઃખ પ્રાપ્ત થાય. બુદ્ધને દુઃખ થતું હોય તે ઘડીએ ! જો દુખિયાને જોઈને દુ:ખી થયા આ અને મહાવીરને દુખિયાને જુએ તોય સુખ છે એમને. અને એ દુખિયો તે મહાવીરને જુએ તો પોતે સુખી થાય. કારણ કે સુખિયા છે ભગવાન મહાવીર. પરમાનંદમાં રહેનારા અને સુખનું ધામ છે એ. નામ સાંભળતાં જ સુખી થઈ જવાય. વિચારોનું એકત્રીકરણ ! પ્રશ્નકર્તા : વિશ્વના મનુષ્યો જે વિચાર કરે છે, તે વિચારોનું એકત્રીકરણ કોઈ કુદરતી શક્તિથી થઈ શકે ? દાદાશ્રી : એકત્રીકરણ એટલે શું કહેવા માંગો છો ?
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy