SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ - ૬૫ આપ્તવાણી-૮ ‘ડેવલપમેન્ટ’ થાય. પંચેન્દ્રિયમાં આવ્યા પછી ‘ફોરેન’માં મનુષ્ય થાય છે, અને પાછો મનુષ્યમાં ડેવલપ થતો, થતો, થતો, થતો હિન્દુસ્તાનમાં આવે. હિન્દુસ્તાનમાં આવેલા અધ્યાત્મમાં ઊંચામાં ઊંચા ‘ડેવલપ’ થઈ ગયેલા બધા જીવો છે, અને તે જ બધા મોક્ષના અધિકારી છે. ‘ફોરેન’વાળા કોઈ મોક્ષના અધિકારી નથી, એ લોકો હજી ‘ડેવલપ’ થઈ રહ્યા છે ! જે ‘ફૂલ” ડેવલપ’ થઈ ગયો ત્યારે એ અહીંથી મોક્ષે જાય છે ! વ્યવહારમાંથી જેટલા જીવો ત્યાં મોક્ષે જાય, સિદ્ધક્ષેત્રમાં જાય, એટલા જીવો અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે, એટલે વ્યવહાર શેનું નામ કહેવાય ? કે વ્યવહારમાં જેટલા જીવો છે, એમાં એક જીવ ક્યારે ય ઓછો થતો નથી કે વધતો નથી, એનું નામ વ્યવહાર ! વ્યવહારમાં એક જીવ ઘટ-વધ થઈ જાય ને તો આખી વ્યવસ્થા જ તૂટી જાય ! પ્રશ્નકર્તા: કાં તો એક જીવ ઘટી જાય ને કાં તો એક જીવ વધી જાય, તો શું થાય ? - દાદાશ્રી : કુદરતનું આખું પ્લાનિંગ જ તૂટી પડે ! આ સૂર્ય આજે ગેરહાજર થઈ ગયો હોય તો કાલે ચંદ્ર ગેરહાજર થઈ જાય, અગર તો કેટલાક તારાઓ પણ ના હોય, પછી કોઈક દહાડો ફલાણો ગ્રહ ના હોય. કારણ કે કહેશે, ‘એ તો મોક્ષે ગયા.’ તો અહીં અંધારું ઘોર થઈ જાય ! એટલે એક જીવ વધઘટ થાય તો આખું પ્લાનિંગ જ તૂટી જાય. પણ આ બધું તો પૂરી ડીઝાઈન, બધું એક્ઝક્ટ રહેવાનું. સુર્ય-ચંદ્ર-તારા હજી અબજો વર્ષો પછી ય આવો ને આવો જ દેખાશે. એનો એ જ શનિનો ગ્રહ ને એનો એ જ શુક્રનો ગ્રહ, પણ મહીંથી જીવ બદલાયા કરે. ફક્ત ખોખાં તેનાં તે જ રહે, બિંબ રહેવાના, અને મહલો જીવ ચવીને બીજી જગ્યાએ જાય. સૂર્યનારાયણે ય ચ્યવવાના ને બીજા જીવો ય અવવાના. પણ એ ચ્યવીને જાય તે ઘડીએ જ બીજો જીવ ત્યાં એની જગ્યાએ આવી જાય. એનું નામ ‘વ્યવસ્થિત’ ! એ કેવી સુંદર ગોઠવણી છે !! ત્રણ વાગીને ત્રણ મિનિટે પેલો જીવ આવી જાય, તે ઘડીએ જ પેલાનું નીકળવાનું થાય. હા, નહિ તો આપણને ખબર પડી જાય કે આમ કેમ ‘અંધારું થઈ ગયું આ ? પણ આવું કશું થાય નહિ. એટલે એક જીવ આઘોપાછો ના થાય અને બધા એકેએક જીવ પોતપોતાની ‘સર્વિસમાં રહેવાના ! જેટલા જીવ અહીંથી મોક્ષે ગયા તો તેટલાં જ જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં આવી જાય. તે વ્યવહારમાં વધઘટ ના થાય, વ્યવહાર તેટલો ને તેવો જ રહે છે. એટલે કોઈએ ચિંતા ના કરવી કે કોઈ વખતે ફળફળાદિ આ જાતનાં જતાં રહેશે તો શું કરીશું ? આ અમુક જાતનાં ફળફળાદિ જતાં રહે તો બીજી જાતનાં ઉત્પન્ન થાય, પણ એ વ્યવહાર તો ઠેઠ સુધી રહેવાનો જ ! પ્રશ્નકર્તા : એવું કહે છે કે આત્મા નિગોદમાંથી આવે છે. પહેલાં બધા આત્મા નિગોદમાં હોય છે, તો નિગોદ એટલે શું ? દાદાશ્રી : નિગોદ એટલે એક દેહમાં બધા કેટલાંય જીવો હોય. જેમ એક બટાકામાં ઘણાં બધા હોય છે ને ? એવું નિગોદમાં બહુ વધારે પડતા જીવો હોય છે. એ જીવોનું નામ ના અપાયેલું હોય. આ બટાકાને તો નામ અપાયેલું હોય છે. પ્રશ્નકર્તા: તો શરૂઆત નામ આપે ત્યાંથી થાય છે ? દાદાશ્રી : ના. શરૂઆત તો એથી આગળથી છે. એ અવ્યવહાર રાશિ કહેવાય છે કે જે જીવો હજુ વ્યવહારમાં આવ્યા નથી. પ્રશ્નકર્તા : એ નિગોદનો આત્મા હોય એનો પ્રદેશ ક્યાં ? દાદાશ્રી : આ જ ભૂમિકા બધી ! આકાશમાં બધે ય પડેલું છે !! આખું લોકાકાશ નિગોદથી જ બધું ભરેલું છે ! પ્રશ્નકર્તા : અવ્યવહાર રાશિમાં ય જીવોની ઉત્પત્તિ તો ખરી ને ? દાદાશ્રી : ના. ત્યાં ઉત્પત્તિ ના હોય. ત્યાં તો અનંતા જીવો છે. એટલે અનંતમાંથી ગમે એટલું ઓછું થાય તો ય અનંતપણું જતું નથી. એટલે એ બુદ્ધિથી માપવા જેવું નથી, આમાં બુદ્ધિ પહોંચી શકતી જ નથી. અનંતમાંથી ઓછું થાય જ નહિ. અનંતમાંથી ગમે એટલું કાઢી લો તો ય અનંત જ
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy