SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ગરીબાઈ આવી જાય ! પ્રશ્નકર્તા : સંસારનું પૂછો છો ને ? એટલે સંસાર માટે તો ત્યાગ જ જરૂરનો ! ગ્રહણ વસ્તુ જે કરવાની હોય તે તો આપણે કરીએ જ. દાદાશ્રી : ગ્રહણ વસ્તુ જ અઘરી છે. બાકી, ત્યાગ તો બધો થઈ શકે. પ્રશ્નકર્તા : ત્યાગે ય ના થઈ શકે. ત્યાગ કેવી રીતે થઈ શકે ? ઉપરનો ત્યાગ જુદો, અંતરનો ત્યાગ જુદો. ત્યાગ તો અંતરથી જોઈએ ને ? ૨૩૭ દાદાશ્રી : અંતરનો ત્યાગ જોઈએ, તો એ થઈ શકે બધો. એ તો બહુ જણ કરનારા છે. ગ્રહણ શું કર્યું એ જોવાનું છે, ત્યાગ થાયને, તો એ જગ્યામાં વેક્યુમ રહે, તો ત્યાં મૂકવું શું ? પ્રશ્નકર્તા : ત્યાં એક જ ‘સર્વ ખલ્વિદમ્ બ્રહ્મ.’ બીજું શું હોય ? દાદાશ્રી : પણ બ્રહ્મ એટલે શું ? પ્રશ્નકર્તા : બ્રહ્મ એટલે આત્મા. દાદાશ્રી : બ્રહ્મ શી રીતે થાય ? બ્રહ્મ પ્રગટ ના થાયને ! કારણ કે બ્રહ્મ તો પ્રગટ ક્યારે થાય ? ક્રોધ-માન-માયા-લોભ ને મમતા જાય ત્યારે બ્રહ્મ પ્રગટ થાય, નહીં તો ત્યાં સુધી પ્રગટ જ ના થાય ને ! ત્યાં સુધી દેહાધ્યાસ છૂટે નહીં ને ! પ્રશ્નકર્તા : હવે મારામાં શું ઉણપ છે એ તમે જોઈ શકો છો, હું શી રીતે કહી શકું ? દાદાશ્રી : ના, ઉણપ અમે શું કરવા જોઈએ ? ઉણપ તમને પોતાને જ દેખાવી જોઈએ કે હજુ મને કંઈક લોભ છે કે મને ક્રોધ છે, એવું તમને પોતાને જ દેખાય. તમને ક્રોધ-માન-માયા-લોભ કશું છે નહીં ને ? હમણે કોઈક છંછેડે તો ? એવું છે, કોઈ માણસ ઉધના સ્ટેશને બેસી રહેલો હોય અને કહે કે મારે આ વેસ્ટર્ન રેલવેના જે છેલ્લા સ્ટેશને જવું હતું, તે પહોંચી ગયો આપ્તવાણી-૮ ૨૩૮ છું. તો હું કહું કે, “ભઈ, અહીં ના બેસી રહીશ. આગળ બહુ જવાનું છે.’ અને હું કહું કે ‘ગાડીમાં ચઢી બેસ, છાનોમાનો !' એટલે મારો ધંધો શો ? કે જ્યાં ને ત્યાં બેસી રહ્યા હોય ત્યાં ઉઠાડીને પછી બેસાડું એને. આ મારો ધંધો છે. બધું મનમાં માની બેસીએ એમાં કશું વળે નહીં. પ્રશ્નકર્તા ઃ મારે હવે નિવૃત્તિમાં જવાનો વિચાર છે, તો તે માર્ગે તેના ઉપર મને સ્થિર કરો. એ સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી. દાદાશ્રી : બરોબર છે. એ તો કરી આપીશું. તમારી વાત સાચી છે. સંસાર રોગ જાય તો જ કામનું ને ! એવું છે ને, સંસાર રોગ જાય એવો નથી આ ! આ સંસાર રોગ એવી વસ્તુ નથી કે જાય. આ બાજુનો રોગ ઓછો થાય ત્યારે પેલી બાજુનો રોગ ભેગો થાય. પ્રશ્નકર્તા : એ તો જિંદગીમાં આ બધું ચાલ્યા જ કરવાનું. દાદાશ્રી : હા, ચાલ્યા જ કરવાનું, તે જ કહું છું ને ! એટલે આ તો નામ છૂટે નહીં, મમતા છૂટે નહીં. ત્યાં મૂક્યું હોયને, તો તે યાદ રહ્યા કરે. યાદ રહે છે, એનું શું કારણ ? ત્યાં તાર જોઈન્ટ કર્યો છે ? તાર જોડ્યો છે ? પણ ના. વગર તારે યાદ રહ્યા કરે, લક્ષમાં રહ્યા કરે. ફલાણી જગ્યાએ આ મૂક્યું છે, ફલાણી જગ્યાએ આ મૂક્યું છે. પ્રશ્નકર્તા : પણ મૂકે તો યાદ કરે ને ? મૂકે જ ના, તો પછી યાદ શું કરવાનું તે ? દાદાશ્રી : ના, એવું હું તમને નથી કહેતો. આ તો બધી સાહિજક વાત કરું છું. કોઈ એક જણને અમારાથી કહેવાય નહીં. પણ આ બધું તપાસ કરવું પડે. અને ઉધના સ્ટેશને ત્યાં આગળ બેસી રહીએ અને માનીએ કે વેસ્ટર્ન રેલવેનું છેલ્લું સ્ટેશન આવી ગયું, એટલે પૂરું થઈ ગયું એવું માનીએ તો કંઈ દહાડો વળે ? પ્રશ્નકર્તા : પણ ક્યાં જવું એ નક્કી હોવું જોઈએ ને ? દાદાશ્રી : એ તો બધા લોકો જાણે છે કે અમારે મુક્તિ જોઈએ છે, અમારે મોક્ષ જોઈએ છે. એ શબ્દોથી જાણે છે. લોકો જાણે કે અમારે
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy