SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ જેટલા પ્રશ્નો પૂછવા હોય તેટલા પ્રશ્નો પૂછો, ખુલાસો આપવા અમે તૈયાર છીએ. જે નિર્ણય કરવો હોય તે પણ અહીં થાય એવું છે. પણ તે નિર્ણય પહેલો કરવો, તે વખતે જ ચોકસાઈ કરવાની છે. અને એક ફેરો નિર્ણય કર્યા પછી ચોકસાઈની કંઈ જરૂર રહેતી નથી. એટલે ઉતાવળે નિર્ણય બાંધવાની જરૂર નથી. કારણ કે આ તો અનંત અવતારની ભૂલ ભાંગવાની છે. અનંત અવતારથી જે ભૂલ ભાંગી નથી, તે ભૂલ ભાંગવાની છે અને કઈ ભૂલ થઈ છે અનંત અવતારથી ? અનાદિ કાળથી આત્મસ્વરૂપનો નિર્ણય થવાની ભૂલ થતી આવેલી છે, તે ભાંગવાની છે. એટલે એમાં ઉતાવળ કરવાની હોય જ નહીં ને ! ૨૧૫ એ આત્મસ્વરૂપ એવું છે કે તમારી દ્રષ્ટિમાં આવશે નહીં. હવે તમારું પોતાનું જ્ઞાન અમુક સુધી જાણે છે, તેની આગળ આત્મસ્વરૂપ ઘણું છેટું છે. એટલે તમારું પોતાનું જ્ઞાને ય ત્યાં પહોંચી શકશે નહીં. જ્યાં તમારી દ્રષ્ટિ પહોંચતી નથી, જ્યાં તમારું જ્ઞાન પહોંચતું નથી, એવું ‘પોતાનું’ સ્વરૂપ છે, એ ‘આત્મસ્વરૂપ’ છે ! એટલે ‘હું કોણ છું’ એ જાણવું, એ જ પોતાનું સ્વરૂપ છે. અને એ ‘જ્ઞાની પુરુષ' એકલા જ ‘રીયલાઈઝ’ કરાવી આપે. પછી મરવાજન્મવાનું હોય જ નહીં ને !! પછી મરવાનું તે દેહ મરે, ‘પોતાને’ મરવાનું નહીં. ને એક-બે અવતારમાં મોક્ષ થઈ જાય. સહુ સાધત બંધત બન્યા ! પ્રશ્નકર્તા : આપ એવું સાધન બતાવી શકો કે જેથી આત્મજ્ઞાન થાય ? દાદાશ્રી : સાધન તો ઘણાં જાણ્યાં છે, પણ જીવ સાધનોમાં જ અટવાઈ રહેલો છે. જે સાધન હોય છે ને, તે સાધનમાં જ લોકોને પછી અભિનિવેષ થઈ જાય છે. કોઈ પણ પ્રકારનો રોગ ના પેસે એવો જાગૃત હોય, ‘એલર્ટ’ હોય તો કંઈક આગળ ચાલે. બાકી સાધનોમાં જ અટવાઈ જઈને અભિનિવેષ થઈ જાય છે. એટલે જેમનો છૂટકારો થયેલો છે એવાં ‘જ્ઞાની પુરુષ’ મળે તો કંઈ આપણો છૂટકારો કરાવડાવે. નહીં તો ત્યાં સુધી આપ્તવાણી-૮ સંત પુરુષો પાસે બેસી રહેવાય, તો એના જેવી ય મોટી પુણ્યે કોઈ નથી. બાકી સંસારના ત્રિવિધ તાપમાંથી શી રીતે છટકે ? છતાં એ સંતો પાણી છાંટ છાંટ કરે છે, તેનાથી ઠંડક રહે. ૨૧૬ પ્રશ્નકર્તા : છતાં કોઈ પણ સાધનના સહારા વગર આગળ કેવી રીતે વધી શકાય ? કંઈક સાધન તો જોઈએ ને ? દાદાશ્રી : બધા સાધનો જ બંધન થઈ પડ્યા છે. તમને બાંધ્યા છે કોણે ? સાધનોએ જ તમને બાંધ્યા છે. જેટલાં જેટલાં આ લોકોએ સાધન કર્યાં છે ને, એ સાધનોએ જ એમને બાંધ્યા છે. પ્રશ્નકર્તા : તો આગળ કયા વિચારે કરીને વધવું ? ને ગૂંચવાડામાંથી નીકળાય કેવી રીતે ? દાદાશ્રી : એવું છે ને, કોઈ કહેશે, ‘આ આકાશ પુષ્પ તમે જોયું હતું ?” તો તમે શું કહો ? પ્રશ્નકર્તા : ‘એ તો ભ્રમણા છે’ એવું કહું. દાદાશ્રી : તો આ તો આત્મા છે, એ શી રીતે જડે ? એ કંઈ કલ્પિત વસ્તુ નથી. એટલે આત્મા કઈ રીતે જાણશો ? આત્મા તો પોતે જ વિજ્ઞાન છે. અને તમે જે બધા સાધનો કરો છો, જ્ઞાનનાં સાધનો કરો છો અને એ જ્ઞાન પણ શુષ્કજ્ઞાન છે. એટલે તમારે એમાં બધું કરવું પડે. અને વિજ્ઞાન તો ‘ઇટસેલ્ફ’ ક્રિયાકારી હોય, ખુદ જ કામ કર્યા કરે, તમારે કશું નહીં કરવાનું. અને વિજ્ઞાનથી આત્મા જણાય એવો છે. બીજું કોઈ એવું સાધન નથી કે આત્મા જણાય ! આ તમને સાધન બતાવ્યું. હવે આ વિજ્ઞાન એ તમે કરી લેશો ? પ્રશ્નકર્તા : ખબર ના પડી, કયું વિજ્ઞાન ? દાદાશ્રી : આત્મવિજ્ઞાન ! આત્મવિજ્ઞાન એટલે આત્મા પ્રાપ્ત કરવાનું જે વિજ્ઞાન છે, એ વિજ્ઞાન હોય તો જ આત્મા પ્રાપ્ત થાય એવો
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy