SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૧૯૭ ૧૯૮ આપ્તવાણી-૮ હોય તો પછી આ બધાં લોકો સ્ત્રીને માટે જીવે છે, પૈસાને માટે જીવે છે, બીજા કશાને માટે જીવે છે. પણ એ અણસમજણમાં બધું. હેતુ જાણતા નથી ને ગમે તે હેતુ કરી નાખે છે ! અને હેતુ જો જાણતા હોય કે આ મનુષ્યજન્મ, હિન્દુસ્તાનનો મનુષ્યજન્મ મોક્ષને માટે જ છે. પણ આ મોક્ષમાર્ગ જાણતા નહીં હોવાથી આ બધું ગમે તે હેતુ કરી નાખે છે, હેતુ બદલાઈ જાય છે !! દાદાશ્રી : “માનીએ તો’ એ શબ્દ એવો છે ને, એ રૂઢીંગત પડેલો શબ્દ છે. એ કંઈ “એઝેક્ટલી’ નથી. કારણ કે આપણે માનીએ કે આ ‘પઝલ” નથી, છતાં ય પણ અનુભવમાં આવે તો “પલ” થઈ જાય. માનેલું બહુ દહાડા રહે નહીં ને ! આપણે માનીએ કે મારી પાસે બેંકમાં બે લાખ રૂપિયા છે, અને તેથી ચેક લખીએ તો એ પાછો આવે. માનેલું એ ‘કરેક્ટ’ વસ્તુ નથી. માનેલું થોડો વખત રહે. એનો અર્થ કશો નથી. અને એ અમુક બાબતમાં માનેલું રહી શકે. પ્રશ્નકર્તા : એક આત્મા સિવાય બીજું બધું થોડાક જ વખત રહે છે આખા જગતનાં લોકો જે જે કરે છે, એ બધો જ સંસાર છે, ગમે તે કરતા હશે તો પણ સંસાર જ છે, એકવાર સંસારની બહાર જતા નથી. એને પરરમણતા કહેવાય. એટલે હેતુ જ જોવામાં આવે છે. હેતુની જ કિંમત છે કે શું હેતુથી કરી રહ્યા છે ! આત્મહેતુ માટે ગમે તે ક્રિયા કરે તો ય એમાં હેતુ જ જમે થાય, પછી ક્રિયા જોવાતી નથી. તમારો એકલો મોક્ષનો જ હેતુ છે અને એ હેતુ તમારો મજબૂત હશે, તો તમે જરૂર તે માર્ગને પામશો. બાકી બીજાને તો જાત જાતનાં હેતુઓ છે મહીં. મોંઢે બોલવાના કે મોક્ષનો હેતુ છે. પણ અંદરખાને હેતુઓ બધા સંસારના છે. આટલા બધા આરા ગયા, આ પાંચમો આરો આવ્યો તો ય તમને શી રીતે કંટાળો ના આવ્યો બળ્યો ?! યોગ્ય જીવને તો કંટાળો આવે. જરા એવો મોહી જીવ હોય તેને બહુ મઝા આવે, ટેસ્ટ આવી જાય ! કંટાળો આવે એ તો મોક્ષનો માર્ગ વહેલો ખોળી કાઢે. અને કંટાળો ના આવે તે તો બજારમાં ફર્યા જ કરે, એની મેળે ! હજુ કેટલાંય અવતાર સુધી ભટકશે, એનું કંઈ ઠેકાણું જ નહીં ને ! આ તો સંસાર છે. ‘ટેમ્પરરીતે જોતારો જ ‘પરમેનન્ટ' ! ‘આ જગત કેવી રીતે ચાલે છે? કોણ ચલાવે છે? શા માટે ચાલે છે ? આપણે કોણ ?” આ બધું જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી માણસને ‘પઝલ સોલ્વ’ થાય નહીં ! જુઓને આ ‘પઝલ’ કેટલી જાતનાં ઊભાં થાય દાદાશ્રી : હા, એટલે બધું માનેલું જ છે ને ! આ ‘રોંગ બીલિફ' જ છે બધી, અને ‘ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ’ છે બધાં ! ‘ઓલ ધીસ રીલેટિવસ આર ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ્સ’ અને ‘આત્મા’ એ જ ‘પરમેનન્ટ' છે ! લોકોએ જે આખું તકલાદી છે, એને જ ‘પરમેનન્ટ’ માની એની જોડે વેપાર માંડ્યો ! તમને આ બધી વસ્તુઓ તકલાદી છે એવો થોડો ઘણો અનુભવ થયેલો ? પ્રશ્નકર્તા : દુનિયા આખી તકલાદી જ છે ને ! દાદાશ્રી : હા, એ જ હું કહેવા માગું છું. ‘ઓલ ધીસ રીલેટિવ્સ આર ટેમ્પરરી એડજેસ્ટમેન્ટસ!” અને “તમે પોતે “પરમેનન્ટ’ છો ! હવે ‘તમે' પોતે ‘પરમેનન્ટ’ અને આ “એડજસ્ટમેન્ટ’ બધા ‘ટેમ્પરરી’, એ મેળ જ શી રીતે ખાય ? તમે ય પરમેનન્ટ નહીં ? પ્રશ્નકર્તા : એ હું કેવી રીતે કહી શકું? દાદાશ્રી : તમારો પુનર્જન્મ હશે કે નહીં હોય ? તમારો ગયો અવતાર હશે કે નહીં હોય ? તે ય ખાતરી નથી ને ? પણ પુનર્જન્મને માને, એટલે તો પોતે “પરમેનન્ટ’ થઈ ગયો !! કોઈ પણ ‘ટેમ્પરરી’ વસ્તુ બીજી ટેમ્પરરી’ વસ્તુને સમજી શકે નહીં, ‘પરમેનન્ટ’ વસ્તુ જ ‘ટેમ્પરરી’ને ‘ટેમ્પરરી’ સમજી શકે. ‘તમે’ સમજી શકો પ્રશ્નકર્તા : માનીએ તો “પઝલ', નહીં તો નહીં.
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy